SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ परामर्शः मध्यमः । [ અધ્યાત્મ અનુયોગ સહિત એહ દ્રવ્યાનુયોગમાંહિ જે રંગ ધરાઈ, તેહ જ પંડિત કહિઈ” – એવોઅર્થ અભિયુક્ત એ સાખિ સમર્થઈ છઈ – 2 મધ્યમ કિરિયારત હુઈ, બાલક માનઈ લિંગ; ષોડશકઈ ભાખિઉં ધુરઈ, ઉત્તમ જ્ઞાન સુરંગ /૧૫/૧-રા (૨૪૭) षोडशकवचनं चेदम् – “बालः पश्यति लिङ्ग मध्यमबुद्धिर्विचारयति वृत्तम्। સાતત્ત્વ તુ યુવક પરીક્ષાને સર્વત્નના” (પ.૦/૨) I/૧૫/૧-રા और मध्यमः क्रियानिरतो भवति बालस्तु पश्यति लिङ्गमेव । षोडशकादावुक्तम्, ज्ञानरसश्चोत्तमो ज्ञेयः।।१५/१-२।। ત્રણ પ્રકારના શ્રોતાનો પરિચય આ શ્લોકાર્થ :- ક્રિયામાં મગ્ન મધ્યમબુદ્ધિવાળા હોય છે. બાલ જીવ તો બાહ્ય લિંગને જ જુવે છે. જ્ઞાનના રસિયા ઉત્તમ પુરુષ જાણવા. આ પ્રમાણે ષોડશક ગ્રંથના પ્રારંભમાં જણાવેલ છે. (૧૫/૧-૨) છે વિશુદ્ધ પરિણતિ એ તાવિક ધર્મ & આધ્યાત્મિક ઉપનય :- ત્રણ પ્રકારના જીવોમાંથી બાલ જીવ માત્ર વેશથી જ સામેનામાં ધર્મને જુવે છે. કેમ કે આચારસંબંધી ઊહાપોહ કરવાનું તેનું ગજું નથી. તેની દષ્ટિ મુગ્ધ, અવિકસિત અને | વિવેક વગરની છે. માટે તેની ધર્મક્રિયા પણ લોચા-લાપસીવાળી જ પ્રાયઃ હોય. મધ્યમબુદ્ધિવાળો જીવ ૮૫ સામેની વ્યક્તિમાં વેશને અનુરૂપ આચરણ હોય તો તેને વંદનીયરૂપે સ્વીકારી લે છે. “મુર્ણ મેં રામ, ( 3 વાર્તા મેં કુરી’ આવી નીતિવાળા જીવોને તે વંદનીય રૂપે માનતો નથી. આચારમાં ચોકસાઈ અને સૂક્ષ્મતા એ તેનું ધર્મને માપવાનું થર્મોમીટર બને છે. જ્યારે પંડિત જીવની પાસે અત્યંત વિકસિત વિવેકદષ્ટિ એ હોવાથી, તથા તે સિદ્ધાંતના ઐદંપર્યાર્થ સુધી વિચારી શકતો હોવાથી માત્ર વેશ દ્વારા કે આચાર દ્વારા સામેનાને ધર્મી માનવાની ભૂલ કરતો નથી. પરંતુ સામેની વ્યક્તિમાં રહેલા ધર્મશાસ્ત્રોના રહસ્યોને સમજવા છે. તે કમર કસે છે અને તે રહસ્યો સામેનામાં જણાય તો જ તેને ધર્મી રૂપે સ્વીકારશે. જીવની વિશુદ્ધ તો ધર્મપરિણતિ તે જ ધર્મ છે અને તેના સ્વામી બનેલા જીવો જ ધર્મ છે. કેમ કે ખરો ધર્મ બાહ્યક્રિયામાં સમાયેલો નથી પણ આત્મપરિણતિમાં રહેલો છે. તેને શોધી કાઢે તે જ પંડિતની ધર્મપરીક્ષા છે. * મોક્ષસુખ શ્રેષ્ઠ 6 આમ વિવિધ જીવોની રુચિ અલગ અલગ હોવાથી તેઓની ધર્મસૃષ્ટિમાં અને ધર્મદષ્ટિમાં ભેદભાવ સર્જાય છે. આપણે પંડિત કક્ષાએ ઝડપથી પહોંચીએ તેવી આધ્યાત્મિક પ્રેરણા આ શ્લોક દ્વારા મેળવવા જેવી છે. તે પંડિતકક્ષાએ પહોંચવાથી શ્રાવકપ્રજ્ઞપ્તિમાં તથા સંવેગરંગશાળામાં દર્શાવેલ સિદ્ધસુખ ખૂબ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે “મોક્ષમાં દેહધારણપ્રારંભસ્વરૂપ જન્મ હોતો નથી. તેથી ઘડપણ અને મોત પણ નથી હોતું. ત્યાં ભય પણ નથી તથા સંસાર નથી. આ બધાનો અભાવ હોવાથી મોક્ષમાં શ્રેષ્ઠ સુખ કેમ ન હોય ?” અર્થાત્ જન્માદિના અભાવથી મોક્ષમાં સર્વોત્તમ સુખ છે. (૧૫/૧-૨) જે પુસ્તકોમાં “એહવું અભિ...” પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે લી.(૧-૩) + કો.(૫+૬)માં “ધરઈ' પાઠ.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy