SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૩/૧૬)] ૩૯૯ તેના વિષયને શોધીને તેમાં જ તન્મય બનવું, ઓતપ્રોત થવું. આ રીતે તન્મય બનીને સર્વત્ર, સર્વદા તેમાં જ રહેવાનો અભ્યાસ સમ્યક્ રીતે કરવો. આ રીતે તવૃત્તિતાનો = શાસ્રતાત્પર્યાર્થવૃત્તિતાનો સમ્યગ્ અભ્યાસ કરીને (૧) ઉપશમભાવ, (૨) વિવેકદૃષ્ટિ (= ‘દેહ-ઇન્દ્રિય-મન-વિષય-વિકલ્પ-વિકારાદિથી આત્મા અત્યંત જુદો છે' - આવી ભેદવિજ્ઞાનની શ્રદ્ધા), (૩) સંવર (= પાપવૃત્તિ-પ્રવૃત્તિનો ત્યાગ), (૪) ભાવનાજ્ઞાન, (૫) વૈરાગ્ય, (૬) અંતર્મુખતા, (૭) અંતઃકરણની નિર્મળતા, (૮) ધ્યાનનો અભ્યાસ વગેરેને પરિપક્વ કરવા. તેના બળથી જ તાત્પર્યાર્થ સાથે તાદાત્મ્યપરિણતિ મેળવી શકાય. સર્વ શાસ્ત્રનો તાત્પર્યાર્થ ઐદંપર્યાર્થ શુદ્ધાત્મતત્ત્વ છે. ઉપરોક્ત આઠ પરિબળોના પ્રભાવે શુદ્ધાત્મતત્ત્વ સાથે તાદાત્મ્યપરિણતિ સધાય છે, અનુભવાય છે. તે જ આપણું પરમ પ્રયોજન છે. આ અંગે અમે શ્લોક બનાવેલ છે. તેનો અર્થ નીચે મુજબ છે. આ = વા તવૃત્તિ-તાદાત્મ્યપરિણતિને પ્રગટાવીએ ‘વાચ્ય-વાચકભાવને છોડીને, તવૃત્તિ = તાત્પર્યાર્થવૃત્તિતા = ઐદંપર્યાર્થનિષ્ઠતા પછી ધ્યાનાદિયોગ વડે તદાત્મતાને તાદાત્મ્યને તાત્પર્યાર્થતાદાત્મ્યપરિણતિને મેળવીને યોગી પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે.' અહીં આશય એટલો જ છે કે ન્યાય, વ્યાકરણ, યુક્તિ, દૃષ્ટાંત વગેરે દ્વારા જે પદાર્થ જણાય, ดู તેમાં જ અટવાઈ જવાના બદલે, તેમાં અટકવાના બદલે, તેનાથી આગળ વધી, શાસ્ત્રકારોના આશયને પકડી, તે મુજબના ઐદંપર્યાર્થમાં ચિત્તવૃત્તિને રમતી કરવી. યો ચિત્તપરિણતિને નિર્મળ કરીએ શાસ્ત્રવિચારમાં કે શાસ્ત્રાર્થવિચારમાં અટકવાનું નથી. પરંતુ શાસ્ત્રના તાત્પર્યાર્થ અનુસારે આપણી પરિણતિને ઘડવાની છે. શાસ્ત્રીય પદાર્થને મગજમાં ચોખ્ખા કરવા ઉપર જેટલો ભાર આપીએ તેના કરતાં અનેકગણો વધુ ભાર આપણી પરિણતિને નિર્મળ કરવા માટે આપવાનો છે. નિજ પરિણતિને નિર્મળ કરવાનો સૌથી વધુ પ્રયત્ન કરવાથી શ્રીમુનિસુવ્રતસ્વામીચરિતમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ જ ઝડપથી નજીક આવે. ત્યાં શ્રીવિનયચંદ્રસૂરિજીએ સિદ્ધસ્વરૂપને વર્ણવતા જણાવેલ છે કે ‘(૧) કૃતાર્થ, (૨) કર્મશૂન્ય, (૩) અનંતજ્ઞાનાદિચતુષ્ટયયુક્ત, (૪) સર્વફ્લેશથી વિનિર્મુક્ત અને (૫) કેવલજ્ઞાન -કેવલદર્શનવાળા મુક્તાત્મા હોય છે. (૧૩/૧૬) = જે
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy