SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ [ અધ્યાત્મ અનુયોગ સહિત *અસદ્ભૂત વ્યવહારથી રે, છઈ ઉપચરિતસ્વભાવ; એ સ્વભાવ નયયોજના રે, કીજઈ મિન ધિર ભાવ રે ।।૧૩/૧૬॥ (૨૨૪) ચતુર. અસદ્ભૂત વ્યવહારનયથી ઉપચરિતસ્વભાવ (છઈ). એ ભાવ (મનિ=) ચિત્તમાંહિં ધરી સ્વભાવ નયયોજના કીજઈ. *એ ભાવ ચિત્તમાંહિ ધરી મન ભાવનસહિત કીજે.* ૫૧૩/૧૬॥ परामर्शः अभूतव्यवहाराद्ध्युपचरितस्वभावता । ર્વેનં હિ ધૃત્વા ત્તિ, સ્વમાવનયયોખનમ્।।૩/૬।। → ઉપચરિતસ્વભાવમાં નયપ્રવેશ ) શ્લોકાર્થ :- અસદ્ભૂત વ્યવહારનયથી જ ઉપચરિતસ્વભાવ સંમત છે. આ સ્વભાવસમૂહને હૃદયમાં ધારણ કરીને જ પ્રસ્તુત સ્વભાવોમાં નયોની યોજનાને તમે કરો. (૧૩/૧૬) > નયયોજનાનું પ્રયોજન કે આધ્યાત્મિક ઉપનય :- સામાન્ય-વિશેષ સ્વભાવોમાં પ્રસ્તુત નયયોજના ફક્ત વિદ્વત્તાની પ્રાપ્તિ માટે કે વિદ્વત્તાના પ્રદર્શન માટે નથી. તથા પોતાની પ્રસિદ્ધિ માટે પણ આ નયયોજના અહીં બતાવવામાં આવેલ નથી. પરંતુ પોતાના ભાવમનને એકાન્તવાદની મિથ્યા વાસનાથી મુક્ત કરી તેને ભાવના, સદ્ભાવના, સંવેદના, સંવેગ-વૈરાગ્યભાવ, સમર્પણભાવ, શરણાગતિનો ભાવ આદિથી વાસિત કરવા માટે એકવીસ ॥ સ્વભાવ સંબંધી નયયોજનાને દર્શાવેલ છે. આ રીતે શાસ્ત્રના પ્રત્યેક વચનોનો આધ્યાત્મિક ઉપયોગ કરી 2211 પોતાની આત્મપરિણતિને ઉજ્જવળ બનાવી આત્મવિશુદ્ધિના શિખરે આરૂઢ થવું જોઈએ. બાકી વ્યાકરણ-ન્યાય વગેરેથી જ સાધી શકાય તેવા પદાર્થોની તપાસ કરવામાં ગળાડૂબ થવામાં આવે તો શાસ્ત્રવચનો અને વ્યાકરણ -ન્યાયાદિસાધ્ય પદાર્થ વચ્ચે વાચ્ય-વાચકભાવ સંબંધ સિદ્ધ કરવામાં જ વ્યગ્ર થવાય. તથા તેવી વ્યગ્રતાથી તો શ્રીહરિભદ્રસૂરિજીએ ષોડશક પ્રકરણમાં દર્શાવેલ શ્રુતજ્ઞાનના સીમાડામાં જ સાધક અટવાય. તેવા સંયોગમાં શ્રુતજ્ઞાન પછી થનારા ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન સુધી સાધક પહોંચી શકતો જ નથી. તેથી તેવી પરિસ્થિતિમાં · કદાગ્રહ, વ્યામોહ, મહત્ત્વાકાંક્ષા વગેરે આવર્તમાં (= વમળમાં) ડૂબવાનું દુર્લભ નથી રહેતું. છે માત્ર શબ્દાર્થજ્ઞાનમાં ન અટવાઈએ છ તેથી શાસ્ત્રસંબંધી વાચ્ય-વાચકભાવ સંબંધના સીમાડાને ઓળંગીને ચિંતાજ્ઞાનનું પરિશીલન કરવું. ‘મારો આત્મા કઈ રીતે વીતરાગતાને મેળવશે ? મારો આત્મા શુદ્ધસ્વરૂપે ક્યારે અનુભવાશે ?' - આ પ્રમાણે આત્મતત્ત્વસંબંધી ચિંતાજ્ઞાનનું પરિશીલન કરીને શાસ્ત્રકારના તાત્પર્યને આશયને પકડી, • મો.(૨)માં ‘અદ્ભૂત' અશુદ્ધ પાઠ. × પુસ્તકોમાં ‘ભાવો' પાઠ. કો.(૧)નો પાઠ લીધેલ છે. ચિદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. =
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy