SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ [ અધ્યાત્મ અનુયોગ સહિત હિવઈ ઊર્ધ્વતાસામાન્યશક્તિના ૨ ભેદ દેખાડેઇ છઈ – શક્તિમાત્ર તે દ્રવ્ય સર્વની, ગુણ-પર્યાયની લીજઈ રે; કારયરૂપ નિકટ દેખીનઈ, સમુચિત શક્તિ કહી જઈ રે ૨/૬ (૧૫) જિન. દ્રવ્ય સર્વની આપ આપણા ગુણ-પર્યાયની શક્તિમાત્ર લીજઇ, તે ઓઘશક્તિ કહિયાં. અનઈ જે (કારયરૂપ) કાર્યનું રૂપ નિકટ કહેતાં ટુંકડું થાતું દેખીયઈ, તે કાર્યની અપેક્ષાઇ તેહને સમુચિત શક્તિ કહિયાં. સમુચિત કહેતાં વ્યવહારયોગ્ય છે. ર/૬ll परामर्शः: गण :: गुण-पर्याययोरोघशक्तिर्द्रव्येऽखिले ध्रुवम्। कार्याऽऽसत्तौ हि शक्तिस्तु समुचिताऽभिधीयते ।।२/६ ।। * ઓઘશક્તિ અને સમુચિતશક્તિ પૂર્વ શ્લોકાર્ચ - તમામ દ્રવ્યમાં ગુણની અને પર્યાયની (૧) ઓઘશક્તિ રહેલી છે. (૨) સમુચિત5. શક્તિ તો કાર્યનું સ્વરૂપ નજીકમાં આવે ત્યારે કહેવાય છે. (૨/૬) | તાત્ત્વિક સાધનામાર્ગની સમજણ છે દીદી આધ્યાત્મિક ઉપનય - દરેક ભવ્ય આત્માઓમાં મોક્ષે જવાની યોગ્યતા રહેલી હોય છે. કોઈક તે મોક્ષે વહેલા જાય છે. કોઈક મોક્ષે મોડા જાય છે. દીર્ઘ સમય પછી મોક્ષે જનારા ભવ્યાત્મામાં મોક્ષજનક ઓઘશક્તિ રહેલી હોય છે. તથા ટૂંક સમયમાં મોક્ષે જનાર ભવ્યાત્મામાં મોક્ષજનક સમુચિતશક્તિ રહેલી 2 છે. મોક્ષજનક ઓઘશક્તિને સમુચિતશક્તિમાં રૂપાંતરિત કરવી તેનું નામ સાધના છે. પ્રભુભક્તિ, " ગુરુસમર્પણ, શાસ્ત્રનિષ્ઠા, સાધુસેવા વગેરે વ્યવહારનયસંમત સાધનાના માધ્યમ દ્વારા એકાંતવાસ = Tી તાત્ત્વિક એકાકીપણું, આર્ય મૌન, ધ્યાન, કાયોત્સર્ગ, ભેદવિજ્ઞાનપરિણતિ અને સમુચિત અસંગ સાક્ષીભાવની સંવેદના સ્વરૂપ નિશ્ચયનયમાન્ય ઉપાસના માર્ગમાં ઠરીને આપણામાં રહેલ મોક્ષજનક ઓઘશક્તિને તથાવિધ સમુચિતશક્તિરૂપે વહેલી તકે પરિણાવી દેવી તે આપણું અંગત અને આવશ્યક કર્તવ્ય છે. તેનાથી ગંભીરવિજયજીએ શાંતસુધારસવૃત્તિમાં વર્ણવેલ સર્વથા ઉપદ્રવશૂન્ય મોક્ષ સુલભ બને. (૨/૬). • કો.(૪)માં “સર્વથી’ પાઠ. જે સિ.કો. (૯)+P(૨)+આ.(૧)માં ટબાર્થ આ મુજબ છે “દ્રવ્ય એક તે અતીતાનામત વર્તમાન સર્વ ગુણ-પર્યાયની સામાન્યશક્તિ કહીએ અને જે કાર્યરૂપ નિકટ કહતાં ઢુંકડું થાતું દેખાઈ તેહની અપેક્ષાઈ સમુચિત શક્તિ કહીઈ. ૪ પુસ્તકોમાં “વહિલું ઉપજતું પાઠ છે. સિ.+કો. (૯)+P(૨)+આ. (૧)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં તેહની પાઠ. કો.(૧૦)નો પાઠ લીધો છે. કો.(૧૧+૧૨)માં “તેહનઈ પાઠ. લા.(૧૨)માં ‘વ્યાપારયોગ્ય’ પાઠ.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy