SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ શુw વરdi: : R" . દ્રવ્ય-ગુણ-પયાયનો રાસ + ટબો (૨૫)]. द्रव्यशक्तिरनेकत्र दर्शयत्येकमेव सा। तिर्यक्सामान्यमित्युक्तं घटत्वं हि घटेष्विव ।।२/५ ।। છે તિર્થક સામાન્યનો વિચાર છે શ્લોકાર્થ - જે દ્રવ્યશક્તિ અનેક વ્યક્તિમાં એકરૂપતાને જ દેખાડે છે તે તિર્યસામાન્ય તરીકે કહેવાય છે. જેમ કે અનેક ઘડાઓમાં “ઘટત્વ' તિર્યક્સામાન્ય કહેવાય. (૨/૫) ક ભેદભાવ નિવારીએ . આધ્યાત્મિક ઉપનય :- દરેક આત્માઓ જૈનદર્શન મુજબ સ્વતંત્ર દ્રવ્ય છે. લોકાકાશપ્રમાણ અસંખ્ય આત્મપ્રદેશો સ્કંધપરિણામને પામેલા હોતે છતે દરેક સ્કંધમાં જીવ તરીકેનો વ્યવહાર થાય છે. તેમ છતાં તે તમામ આત્મપ્રદેશો અને જીવો એકબીજાથી જુદા છે, સ્વતંત્ર છે. એક જીવના આત્મપ્રદેશ અને 24 બીજા જીવના આત્મપ્રદેશ પણ જુદા છે. મોક્ષમાર્ગ વિકાસ સાધવામાં તત્પર થયેલા એવા પણ જીવોમાં . થતી ભેદબુદ્ધિ “આ ભિન્ન છે, પારકું છે.” આવા ભેદભાવનો પરિણામ ઊભા કરવા દ્વારા મમતાના ) અને વિષમતાના વમળમાં જીવોને ગરકાવ કરી દે છે. ૪ તિર્લફસામાન્યનો આધ્યાત્મિક ઉપયોગ ૪ અનાદિ કાળના આ વિષમ રોગમાંથી બચવા માટે તિર્યસામાન્યસ્વરૂપ દ્રવ્યશક્તિ સંજીવની ઔષધિ ૨ સમાન છે. કોઈ જીવ અનુકૂળ વ્યવહાર કરે, કોઈ પ્રતિકૂળ વ્યવહાર કરે, કોઈ માન આપે, કોઈ જ અપમાન કરે તેમ છતાં તે તમામ જીવોમાં આત્મત્વ તો એક જ છે. અર્થાત્ “તમામ જીવો આત્મતત્ત્વરૂપે સમાન જ છે’ – આવી એકાકાર પ્રતીતિને કરાવવા દ્વારા તિર્યક્સામાન્યસ્વરૂપ દ્રવ્યશક્તિ જીવને રાગ- વી વૈષના તોફાનમાંથી આબાદ રીતે ઉગારી લે છે અને મૈત્રી ભાવનાના ઉપવનની શીતળતાનો અનુભવ છે? કરાવી દરેક જીવોમાં પરમાત્મતુલ્યતાની પ્રતીતિ કરાવી અસંગદશાના આધ્યાત્મિક શિખર સુધી પહોંચવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાર બાદ “આત્મવાનું, વેદવાક્ (= આગમવાનું), વિષ્ણુ (= જ્ઞાન દ્વારા સર્વવ્યાપક), બ્રહ્મયુક્ત, બ્રહ્મજન્મા, સૂક્ષ્મ, સર્વશ્રેષ્ઠ, વિજેતા, જયી (= કર્મવિજયી), સર્વકર્મમલશૂન્ય' આ પ્રમાણે સિદ્ધસહસ્રનામકોશમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ પ્રગટે છે. (૨/૫)
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy