SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૭/૧૫)] ૧૮૩ અસદ્ભૂત દોઉ ભાંતિ રે, જીવ અજીવન; વિષયજ્ઞાન જિમ ભાખિઈ એ II/૧પા(૧૦૪) દોઉ ભાંતિ સ્વજાતિ વિજાતિ અભૂતવ્યવહાર કહિયછે. જિમ જીવાજીવ વિષય જ્ઞાન (ભાખિઈ=) કહિયઇ. ઈહાં જીવ જ્ઞાનની સ્વજાતિ છઈ, અનઈ અજીવ વિજાતિ છઈ. એ ૨ નો વિષય-વિષયભાવ નામશું ઉપચરિત સંબંધ છઈ, તે સ્વજાતિવિજાત્યસભૂત કહિયાઁ. ૩. ___ “स्वजातीयांशे किं नायं सद्भूतः ? इति चेत् ?, न, विजातीयांश इव विषयता- स. સંવન્યોપરિતર્યવાનુમવા રૂત્તિ પૃKITી” *તિ ૧૦૪ પથાર્થ* II૭/૧પો e: સ્વ-નિતિમશ્રિત્ય તૃતીય સમૂત: ને નીવાનીવાત્મવં જ્ઞાનં યથા યુદ્ધ વિમાસત્તા૭/૨પો. દર અસભૂત વ્યવહાર ઉપનયનો ત્રીજો ભેદ ૪ શ્લોકાર્થ :- સ્વ-પરજાતિની અપેક્ષાએ ત્રીજો અસબૂત વ્યવહાર ઉપનય થાય છે. જેમ કે જીવ -અજીવ સ્વરૂપ જ્ઞાન બુદ્ધિમાં ભાસે છે. (૧૫) > શેય-જ્ઞાન-જ્ઞાતાનો સંબંધ સમજીએ ) આધ્યાત્મિક ઉપનય - જ્ઞાન-દર્શનસ્વરૂપ ઉપયોગ જે સમયે જે પદાર્થનું અવગાહન કરે છે તે સમયે તે ઉપયોગ તે સ્વરૂપે બની જાય છે. જેમ કે જીવનું જ્ઞાન થાય તો જ્ઞાન જીવસ્વરૂપ બને, છે ! વીતરાગનું જ્ઞાન થાય તો જ્ઞાન વીતરાગસ્વરૂપ બને, રાગીનું જ્ઞાન કરવામાં આવે તો જ્ઞાન રાગીસ્વરૂપ બને છે. તથા જે સ્વરૂપે જ્ઞાન પરિણમે છે, તે સ્વરૂપે જીવ પણ પરિણમે છે. પત્ની, પુત્ર વગેરેનો પ્રિયસ્વરૂપે પરિચય કરવામાં આવે તો તેના વિયોગમાં માનસિક આઘાત-પ્રત્યાઘાતાદિ પીડા નિશ્ચિત સમજવી. આ જ અભિપ્રાયથી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ શ્રીસુપાર્શ્વનાથ પ્રભુની દેશનાને જણાવવાના અવસરે કહેલ છે કે “જીવ જેટલા પોતાના સંબંધોને પ્રિય કરે છે, તેટલા શોકના શૂળ તેના હૃદયમાં પેદા થાય છે. તેથી પોતાના આત્માનું રાગ-દ્વેષાદિરૂપે પરિણમન કર્યા વિના સ્વયં વીતરાગ સ્વરૂપે પરિણમી જવા માટે ઝંખનારા સાધકે કંચન-કામિની-કામવાસના-કીર્તિ-કાયા વગેરે સંબંધી પ્રિયપણાની બુદ્ધિમાં ઊંડા ઉતરવાને બદલે પંચપરમેષ્ઠીની, દેવ-ગુરુ આદિ તત્ત્વત્રયની અને જ્ઞાનાદિરત્નત્રયની હાર્દિક જાણકારી મેળવવા માટે રાત-દિવસ અહોભાવપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ - તેવો હિતકારી ઉપદેશ અહીં ધ્વનિત થાય છે. તે ઉપદેશને અનુસરવાથી અધ્યાત્મતત્ત્વાલક ગ્રંથમાં ન્યાયવિજયજીએ દર્શાવેલ કલ્યાણસ્વરૂપ પરમ મુક્તિ નજીક આવે. (૧૫) કો.(૯)માં “દોઈ પાઠ. * પુસ્તકોમાં “ગ્યાન’ પાઠ. મો.(૨)માં ‘વિષયપાન’ પાઠ. કો. (૪)નો પાઠ લીધો છે. 3 કો. (૧૩)માં “વનાત્યે વિના” પાઠ. ૪ કો. (૧૩)માં “...હારસંબંધ’ પાઠ. જ P(૨)માં “.જાતિસ..' પાઠ. કો.(૧૩)માં “...જાતિઅસ...' પાઠ. 1 મો.(૨)માં “ન' નથી. 0 કો.(૧૩)માં “...વન્યો...” પાઠ. * * ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy