SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ [ અધ્યાત્મ અનુયોગ સહિત તેહ વિજાતિ જાણો, જિમ મૂરતિ મતિ; મૂરતિ દ્રવ્યઈr ઊપની એ ૭/૧૪ો (૧૦૩). તેહ અસભૂત વિજાતિ જાણો જિમ “મૂર્ણ મતિજ્ઞાન” કહિછે. મૂર્ત (દ્રવ્ય) તે જે રાં વિષયાલોક-મનસ્કારાદિક તેહથી ઊપનો. તે માટઇં. હાં મતિજ્ઞાન આત્મગુણ. તેહનઇ વિષઈ મૂર્તત્વ પુદ્ગલગુણ ઉપચરિઓ, તે વિજાત્યસભૂતવ્યવહાર કહિયછે. ૨. If/૧૪il. विजातीयोपचारादभूतव्यवहृतिः परा। मूर्तोत्पन्नं मतिज्ञानं मूर्तं स्यादिति निश्चयः ।।७/१४ ।। હશે અસભૂત વ્યવહારનો બીજો ભેદ ૯ શ્લોકાર્થ - વિજાતીયનો ઉપચાર કરવાથી બીજો અસભૂત વ્યવહાર ઉપનય બને છે. જેમ કે * મૂર્ત દ્રવ્યથી ઉત્પન્ન થયેલ હોવાથી “મતિજ્ઞાન મૂર્ત છે' - આ નિશ્ચય.(૭/૧૪) મતિજ્ઞાન ઉપર મુસ્તાક ન બનો છે 1. આધ્યાત્મિક ઉપનય :- મતિજ્ઞાનને મૂર્ત કહીને “આત્માનું પરિપૂર્ણ આધિપત્ય તેના ઉપર નથી' - - તેવું સૂચિત કરેલ છે. દીવાલ વગેરે વ્યવધાન, અતિદૂત્વ, અતિસાન્નિધ્ય, અતિસાદેશ્ય વગેરે પરિબળોથી - મતિજ્ઞાન અલના પણ પામે છે. માટે પોતાનું મતિજ્ઞાન ગમે તેટલું વ્યાપક, સૂક્ષ્મ અને બળવાન દેખાતું હોય તો પણ તેના ઉપર મદાર બાંધ્યા વિના, તેના ઉપર મુસ્તાક બન્યા વિના, કેવલજ્ઞાનની સંપ્રાપ્તિ માટે 6 અંતરંગ પુરુષાર્થને પ્રબળ બનાવવા માટે, આત્મસાત્ કરવા માટે સતત ઉલ્લસિત રહેવું. અંતરંગ પુરુષાર્થને 2 પ્રબળ બનાવ્યા બાદ આત્માર્થી સાધક જન્મ-મરણના બંધનને છેદીને જ્યાંથી સંસારમાં પુનરાવર્તન નથી થતું તેવી સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. આ અંગે દશવૈકાલિકસૂત્રમાં જણાવેલ છે કે “જન્મ-મરણના બંધનને છે છેદીને ભિક્ષુ = સંયમી પુનરાગમનશૂન્ય એવી સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે.” (૧૪) પુસ્તકોમાં “મૂરત’ પાઠ. કો.(૨+૯+૧૨) + લી.(૧) + આ.(૧)સિ.નો પાઠ લીધો છે. T કો.(૧૨)માં ‘દ્રવ્ય ઈમ' પાઠ. $ ધ.માં “મકરાકરાદિક (મકસ્કારાદિક!)' અશુદ્ધ પાઠ છે. મો.(૨)માં “નમસ્કારાદિક' અશુદ્ધ પાઠ. આ. (૧)માં મસિકારા” પાઠ. કો. (૧૨+૧૩) + લી.(૧) નો પાઠ લીધો છે. જ પુસ્તકોમાં “ઉપનું પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. • શાં.માં “ઉદ્ધરિઓ' પાઠ.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy