SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी त्वयाप्युक्तम् । तकिमिदमर्धजरतीयं यद् द्रव्यादित्रय एव सत्तायोगो. नेतरत्र ત્ર કૃતિ | (અનુવાદ) ઉત્તર પક્ષઃ હવે વૈશેષિકોને અભિમત સિદ્ધાંત આ છે : છ પદાર્થો સસ્વરૂપ હોવા છતાં પણ દ્રવ્યાદિ ત્રણમાં સત્તાગ છે, અને સામાન્યાદિ ત્રણમાં નથી. (૧) આત્માથી જ્ઞાન અત્યંત ભિન્ન છે. (૨) મુક્તિ સચ્ચિદાનંદમય નથી. (૩) તેવા પ્રકારના સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારા આપની આજ્ઞાથી બહિસ્ત એવા કણાદમતાનુયાયી ઓએ હે ભગવાન, બહુ સારી સિદ્ધાંતરચના કરી છે. કલેકમાં જે સુસૂત્ર” પદ છે. તે ઉપહાસગભિત છે. જેમ હું સખે, શું કહ, તારા વડે ઘણે જ ઉપકાર કરાયે છે ! ઇત્યાદિ વચન જેમ કટાક્ષરૂપ છે તેમ “શોભનું સૂત્ર—સુસૂત્રમ' એ પદ પણ ઉપહાસરૂપ છે. કેમ કે તેઓથી રચિત સિદ્ધાંત યુક્તિથી રિક્ત (હિન) છે. અને કાર્ય કોષના અનુસારે સૂત્ર શબ્દ, ગ્રંથ, તંતુ અને વ્યવસ્થા અર્થમાં છે. - જૈન દર્શન કહે છેઃ સરખી રીતે સર્વ પદાર્થો સદુબુદ્ધિથી ય હોવા છતાં પણ તેઓ દ્રવ્ય, ગુણ અને કર્મમાં સત્તા સંબંધ સ્વીકારે છે, અને સામાન્ય, વિશેષ અને સમવાયમાં સત્તા માનતા નથી તે ખરેખર મોટી દેખતી ચેરી સમાન છે. કેમ કે સત્તા શબ્દનો અર્થ વિચારતાં સત્તા પ્રત્યેક દ્રવ્યમાં ઘટી શકે છે. તે આ પ્રમાણે સત-અસ્તિત્વ અને તે અસ્તિત્વ એ વસ્તુનું સ્વરૂપ છે. તેવા પ્રકારનું અસ્તિત્વ (વસ્તુનું સ્વરૂ૫) તમારા વડે સમગ્ર પદાર્થમાં સ્વીકારાયું છે છતાં પણ અર્ધજરતી (અધી યુવતી અને અધી વૃદ્ધ એવી સ્ત્રીઓની જેમ દ્રવ્યાદિત્રણમાં સત્તા સ્વીકારો છે અને સામાન્યાદિ ત્રણમાં સત્તા સંબંધ નથી માનતા, એ ખરેખર આપનું મહાન સાહસ છે! (टीका ) अनुवृत्तिप्रत्ययाभावाद् न सामान्यादित्रये सत्तायोग इति चेत् । न, तत्राप्यनुवृत्तिप्रत्ययस्यानिवार्यत्वात् । पृथिवीत्वगोत्वघटत्वादिसामान्येषु सामान्य सामान्यमिति; विशेषेष्वषि बहुत्वाद् अयमपि विशेषोऽयमपि विशेष इति; समवाये च प्रागुक्तयुक्त्या तत्तादच्छेदकभेदाद् एकाकारप्रतीतेरनुभवात् । (અનુવાદ) વૈશેષિક દર્શન કહે છે : સામાન્ય ત્રણમાં અનુવૃત્તિ પ્રત્યય (એકાકાર બુદ્ધિ)ને અભાવ હોવાથી તેમાં સત્તા સંબંધ નથી. અને દ્રવ્યાત્રિમાં અનુવૃત્તિ પ્રત્યય છે, તેથી તેમાં સત્તાનો સંબંધ થાય છે. જૈન દર્શન કહે છે : સામાન્યાદિત્રણમાં પણ અનુવૃત્તિ પ્રત્યય અનિવાર્ય છે, કેમ કે પૃ પીત્વ, ગોત્વ અને ઘટતાદિ સામાન્યમાં “રૂ સામાન્યમ્ સામાન્ય” તેવા પ્રકારની પ્રતીતિ જરૂર થાય છે. તેમજ વિશે પણ ઘણું હેવાથી અચં વિરોષ જયં વિશેજ: ઈત્યાકારક પ્રતીતિ વિશેષમાં પણ થાય છે. તેવી જ રીતે સમવાયમાં પણ ઘટવાવ છેદન ઘટસમવાય, પટવાવ છેદેન પટ સમવાય ઈત્યાદિ ભિન્ન ભિન્ન અવચ્છેદકના ભેદથી સમવાયમાં પણ એકાકાર પ્રતીતિ થાય છે. આ રીતે સામાન્યાદિત્રણમાં અનુવૃત્તિ પ્રત્યય ઘટતો હોવાથી સામાન્યાદિત્રણમાં પણ સત્તાને સંબંધ થઈ શકે છે,
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy