SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य. द्वा. श्लोक : ८ આવા સ્વરૂપવાળા મોક્ષને અનુમાન પ્રમાણથી સિદ્ધ કરતાં કહે છે કે ઃ આત્માના બુદ્ધિ આદિ વિશેષ ગુણોને સંતાન (સમૂહ) અત્યંત નાશવંત છે, કેમ કે તે સંતાન છે ! જે સંતાનરૂપ હોય છે તેનો અત્યંત નાશ હોય છે, જેમ કે પ્રદીપ-સંતાન, તે જેમ સંતાન હેવાથી અત્યંત વિનાશી છે, તેમ બુદ્ધિ આદિ વિશેષગુણો પણ સન્તાનરૂપ હેવાથી અત્યંત વિનાશી છે. માટે બુદ્ધિ આદિ આત્માના વિશેષગુણને સર્વથા નાશ તે જ મોક્ષ કહેવાય છે, પરંતુ જૈનોને માન્ય કર્મોના સર્વથા ક્ષયરૂપ મોક્ષ હોતું નથી. | વેદાન્તીઓ પણ તેવા પ્રકારની જ મુક્તિ સ્વીકારે છે. તે આ પ્રમાણે શરીરધારીને સુખદુઃખનો નાશ નથી. અને અશરીરી એવા મુક્તાત્માને પ્રિય અપ્રિય, સ્પર્શ હોતે નથી. અર્થાત સુખ-દુઃખ સંસારી છને જ હોય છે, પરંતુ મુક્તાત્માને તેને સ્પર્શમાત્ર પણ હેત નથી. તેમજ કહ્યું છે કેઃ જયાં સુધી વાસના (સંસ્કાર) આદિ સમસ્ત ગુણોને નાશ થતો નથી ત્યાં સુધી આત્માને દુઃખને અત્યંત અભાવ હે ઈ શકતા નથી. (૧) ધર્મ અને અધર્મના નિમિત્તથી સુખ અને દુઃખની ઉત્પત્તિ થાય છે. અને તે ધર્મ અને અધર્મ સંસારરૂપી ઘરના મૂલભૂત સ્તંભે (થાંભલા) છે. (૨) માટે તે ધર્મ અને અધર્મને નાશ થાય ત્યારે આત્માને સુખદુઃખનું સંવેદન હોઈ શકતું નથી, તે જ આત્માને મેક્ષ કહેવાય છે. (૩) ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન આદિ શરીરનાં બંધનરૂપ છે. તેથી શરીરને નાશ થવાથી આત્મા ઈચ્છા, દ્વેષ, પ્રયન આદિથી બંધાતું નથી. (૪) આ પ્રકારે બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર તે રૂપ આત્માના વિશેષગુણોનો સંપૂર્ણ નાશ તેને જ મોક્ષ કહેવાય છે. (૫) તે અવસ્થામાં આત્મા કેવા પ્રકારનો હોય છે, તેનો ઉત્તર આપતાં કહે છે કે : મેક્ષ અવસ્થામાં આત્મા સંપૂર્ણ ગુણોથી રહિત હોવાથી સ્વ સ્વરૂપમાં જ સ્થિત હોય છે. (૬) તેમજ બુદ્ધિમાન પુરુષો કહે છે કે મુક્તાત્મા સંસારનાં બંધનરૂપ દુઃખ-શેકાદિથી રહિત છે અને કામ, ક્રોધ, લોભ, ગર્વ, દંભ અને હર્ષરૂપ અશ્વિથી રહિત હોય છે. આ પ્રકારે જ્ઞાન અને આનંદ સ્વરૂપ મોક્ષ નથી. પરંતુ સ્વસ્વરૂપમાં સ્થિત થવું તે જ મોક્ષ છે. __ (टीका ) तदेतदभ्युपगमत्रयमित्थं समर्थयद्भिः अत्वदीयैः-त्वदाज्ञाबहिर्भूतैः कणादमतानुगामिभिः, सुसूत्रमारत्रितम्-सम्यगागमः प्रपश्चितः। अथवा सुसूत्रमिति क्रियाविशेषणम् । शोभनं सूत्र वस्तुव्यवस्थाघटनाविज्ञान यौवमासूत्रित-तत्तच्छा - स्वार्थोपनिबन्धः कृतः, इति हृदयम् । "सूत्रं तु सूचनाकारि ग्रन्थे तन्तुव्यवस्थयोः" इत्यनेकार्थवचनात् । अत्र च सुसूत्रमिति विपरीतलक्षणयोपहासगर्भ प्रशंसावचनम् । यथा “उपकृत बहु तत्र किमुच्यते सुजनता प्रथिता भवता चिरम् ।" इत्यादि । उपहसनीयता च युक्तिरिक्तत्वात् तदङ्गीकरणम् । तथाहि । अविशेषेण सद्बुद्धिवेवेष्वपि सर्वपदार्थेषु द्रव्यादिष्वेव त्रिषु सत्तासम्बन्धः स्वीक्रियते, न सामान्यादित्रये इति महतीय पश्यतोहरता । यतः परिभान्यतां सत्ता शब्दार्थः । अस्तीति सन् , सतो भावः सत्ता अस्तित्व तद्वस्तुस्वरूप । तच्च निर्विशेषमशेषष्वपि पदार्येषु
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy