SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ २९२ अन्ययोगव्य. द्वा. श्लोक : २६ સુધી તે હેતુએ સુંદર લાગે છે. પરંતુ વાસ્તવિક તે તે હેતુઓ ભેળાની બુદ્ધિમાં જડતાને પેદા કરનારા છે, અને અનૈકાન્તિક (વ્યભિચારી) પણ છે. અહિં પૂર્વોક્ત રીતે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્યવાદનું ખંડન કરવામાં આવ્યું છે તેવી જ રીતે ઉપલક્ષણથી સામાન્ય-વિશેષવાદ, વાચ્ય-અવાઓ, અને સ-અસતવાદ પણ પ્રતિક્ષેપિત (ખંડિત) થાય છે. કેમકે તે સર્વે પક્ષોમાં પરસ્પર દેનું તુલ્યપણું હોવાથી તે સર્વે એકાન્તવાદે વિરુદ્ધ અને વ્યભિચાર થી ગ્રસ્ત છે. __ (टीका) अथोत्तरार्द्ध व्याख्यायते । परस्परेत्यादि । एवं च कण्टकेषु क्षुद्रशत्रुवेकान्तवादिषु परस्परध्वंसिषु सत्सु परस्परस्मात् ध्वंसन्ते विनाशमुपयान्तीत्येवंशीला सुन्दोपसुन्दवदिति परस्परध्वंसिनः । तेषु हे जिन ते तव शासनं स्याद्वादप्ररूपणनिपुणं द्वादशाङ्गी-रूपं प्रवचनं पराभिभावुकानां कण्टकानां स्वयमुच्छिन्नत्वेनैवाभावाद् अधृष्यमपराभवनीयम् । "शक्तार्हे कृत्याश्च" इति कृत्यविधानाद् धर्षितुमशक्यम् धर्षितुमनहं वा । जयति सर्वोत्कर्षेण वर्तते । यथा कश्चिन्महाराजः पीवर पुण्यपरीपाकः परस्परं विगृह्य स्वयमेव क्षयमुपेयिवत्सु द्विषत्सु अयत्नसिद्धनिष्कण्टकत्वं समृद्धं राज्यमुपभुधानः सर्वोत्कृष्टो भवति एवं त्वच्छासनमपि ॥ इति काव्यार्थः ॥२६॥ (અનુવાદ) હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરતા કહે છે કે એક બીજાને નાશ કરનારા સુદ અને ઉપસુન્દ નામના રાક્ષસ ભાઈઓ જેવા ક્ષુદ્ર શત્રુઓ એકાન્તવાદી રૂપ કંટકને પરસ્પર નાશ થવાથી સ્યાદ્વાદનું પ્રરૂપણ કરવામાં નિપુણ એવું હે ભગવન, આપનું દ્વાદશાંગીરૂપ પ્રવચન કેઈપણ કંટક દ્વારા પરાભૂત થઈ શકતું નથી (સુન્દ અને ઉપસુન્દ નામના બે રાક્ષસ ભાઈઓ હતા. તેમણે બ્રહ્મા પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું કે અમારા બંનેનું મૃત્યુ એકબીજાથી થાઓ ! પરંતુ બીજા કોઈથી ન થાઓ ! વરદાન પ્રાપ્ત કરવાથી મસ્ત બનીને તે બન્ને ભાઈએ ત્રણે લેકને પીડા કરવા લાગ્યા. આવી વિડંબના જોઈને તેઓને નાશ કરવાના હેતુથી દેવતાઓએ સ્વર્ગમાંથી તિલોત્તમા નામની અપ્સરાને મોકલી. તિત્તમાનું અદ્ભુત રૂપ જોઈને મુગ્ધ થયેલા તે બને તેને પ્રાપ્ત કરવા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. અને અંતે તે બને ભાઈઓ એક બીજાના હાથે મૃત્યુને શરણ થયા. ત્રણે લેક તે રાક્ષસોની વિડંબનાથી મુક્ત થયા) પરસ્પર એક બીજાના દૂષણને બતાવીને શત્રની જેમ લડતા એકાન્તવાદી સ્વયં નષ્ટ થવાથી ભગવાન શ્રી વીતરાગનું શાસન વિના પ્રયને સિદ્ધ થઈ જાય છે. અહીં ” એ સૂત્રથી “ચY' પ્રત્યય થયો છે. તેથી અધૂખ્ય” શબ્દ બન્યો છે. તે અધૂખ્ય શબ્દના પ્રયોગથી સૂચિત થાય છે કે જેનો કેઈનાથી પણ પરાભવ થઈ શકતો નથી. જેમ કે પ્રવર પુણ્યશાળી મહારાજા, પિતાના શત્રુઓ પરસ્પર લડીને નાશ પામે છે ત્યારે વિના પ્રયને સમૃદ્ધ રાજ્યને ઉપભોગ કરે છે, અને સર્વોત્કૃષ્ટતાને પ્રાપ્ત કરે છે તેમ હે ભગવન, આપનું શાસન પણ પરસ્પર લડતા એકાન્તવાદીઓને નાશ થવાથી સર્વોત્કૃષ્ટપણે વિજયી બને છે.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy