SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी २९१ (અનુવાદ) અનિત્યવાદી કહે છેઃ સર્વે પદાર્થો ક્ષણિક છે. કેમ કે તે સત્ છે. જે જે સત હોય તે તે ક્ષણિક હેય. કારણ કે જેમાં અર્થ ક્રિયાકારિપણું હોય છે તે જ સત્ કહેવાય છે. અક્ષણિક પદાર્થમાં કમ અથવા અકમથી (એકીસાથે) અર્થ ક્રિયા ઘટતી નહીં હોવાથી અક્ષણિક પદાર્થમાંથી સત્ત્વની નિવૃત્તિ થાય છે. આ પ્રમાણે અક્ષણિક પદાર્થમાં સત્ત્વપણું નહી રહેવાથી અન્ય કોઈ પ્રકારના અભાવે ક્ષણિક પદાર્થની જ સિદ્ધિ થાય છે. અહીં પ્રશ્ન થાય છે કે નિત્ય (અક્ષણિક) પદાર્થ ક્રમથી અર્થ ક્રિયા કરે છે કે અકમથી (એકીસાથે ? નિત્ય પદાર્થ કમપૂર્વક તે અર્થક્રિયા કરે જ નહીં કેમકે પૂર્વ સ્વભાવને છોડીને | સ્વભાવને પ્રાપ્ત કરવાવાળી ક્રમિક પ્રવૃત્તિ તે અનિત્યપદાર્થમાં જ હોઈ શકે છે. જે નિત્ય પદાર્થ પિતાના સ્વભાવને ત્યાગ કરે તો તેમાં નિત્યતાની જ હાનિ થાય. કારણ કે અપ્રચુત-અનુત્પન્ન-સ્થિર એકરૂપ હોય તે જ નિત્ય કહેવાય છે. જે એમ કહો કે પદાર્થમાં નિત્યપણું હોવા છતાં પણ જ્યારે સહકાશિકારણોની સહાયતા પ્રાપ્ત થાય છે, ત્યારે નિત્યપદાર્થ સહકારીને પ્રાપ્ત કરીને કમપૂર્વક અર્થ ક્રિયા કરે છે. એ પણ તમારું કથન ઠીક નથી. કારણ કે સહકારી કારણે મળવા છતાં પણ નિત્યપદાર્થમાં કઈ પરિવર્તન થઈ શકતું નથી. આથી સહકારી કારણું અકિંચિકર છે. જે કહો કે “એક સહકારીકરણને અન્ય સહકારીની સહાયતા મળે છે, તેથી નિત્ય પદાર્થમાં પરિવર્તન કરી શકે છે. તે પણ ઠીક નથી. કેમકે એક સહકારી કારમાં અન્ય સહકારીની અપેક્ષા અને અન્ય સહકારીને કોઈ ત્રીજા સહકારની અપેક્ષા......આ રીતે ઉત્તરોત્તર અનેક સહકારી કારણોની કલપના કરવાથી અનવસ્થા દોષ આવશે. આ પ્રમાણે અક્ષણિક પદાર્થમાં કમપૂર્વકની પ્રવૃત્તિ ઘટી શકતી નથી. તેવી જ રીતે નિત્ય પદાર્થમાં એકસાથે પણ અર્થ ક્રિયા ઘટી શકતી નથી કેમકે પદાર્થમાં એક સાથે અર્થક્રિયા માનવામાં આવે તે પ્રત્યક્ષથી વિરોધ આવે છે. એક જ કાળમાં થતી સર્વે અથક્રિયાઓની ઉપલબ્ધિ કદાપિ થતી નથી. કેમ કે અર્થક્રિયા તે હંમેશા કમપૂર્વક જ દેખાય છે. જે માનો કે પદાર્થ એક જ કાળમાં સંપૂર્ણ અર્થ ક્રિયા કરી લે, તે સંપૂર્ણ અથેક્રિયાઓની એક જ કાળમાં સમાપ્તિ થઈ જવાથી બીજા ક્ષણોમાં અર્થ ક્રિયા નહીં રહેવાથી અવશ્ય પદાર્થ નિષ્ક્રિય બની જશે, અને તેમ થવાથી બલાત્કારે પણ પદાર્થમાં અનિત્યપણું પ્રાપ્ત થશે ! કારણ કે એક જ કાળમાં ક્રિયા અને અને અક્રિયાને વિરોધ છે. આ રીતે અક્ષણિક (નિત્ય) પદાર્થમાં ક્રમ અથવા અક્રમ ઉભય રીતે અર્થ ક્રિયા ઘટતી નહીં હોવાથી અનિત્ય પદાર્થને સ્વીકાર કરે એ જ શ્રેષ્ઠ છે. (टीका) तदेवमेकान्तद्वयेऽपि ये हेतवस्ते युक्तिसाम्याद् विरुद्धं न व्यभिचरन्तीत्यविचारितरमणीयतया मुग्धजनस्य ध्यान्ध्यं चोत्पादयन्तीति विरुद्धा व्यभिचारिणोऽनैकान्तिका इति । अत्र च नित्यानित्यैकान्तपक्षप्रतिक्षेप एवोक्तः । उपलक्षणत्वाच्च सामान्यविशेषाधेकान्तवादा अपि मिथस्तुल्यदोषतया विरुद्धा व्यभिचारिण एव हेतूनुपस्पृशन्तीति परिभावनीयम् ।। (અનુવાદ) ઉક્ત બન્ને પક્ષોમાં નિત્ય અને અનિત્યવાદને સિદ્ધ કરવા માટે સત્તવ આદિ હેતુઓ આપ્યા છે, તે સર્વે વિરુદ્ધ છે. પરંતુ જ્યાં સુધી તેને વિચાર કરવામાં ના આવે ત્યાં
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy