SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ अन्ययोगव्य. द्वा. श्लोक : १७ અનુભવ થાય છે આમ ભિન્ન ભિન્ન વિષયોનું જ્ઞાન એક સાથે થાય છે. તેથી જેમ બે બારીમાંથી જોનાર વ્યક્તિ બહારના ભિન્ન ભિન્ન પદાર્થોને અનુભવ કરે છે. તેમ અનુમાન થાય છે કે બે ઈન્દ્રિ દ્વારા અનુભવાયેલ રૂપ-રસ આદિ વિષયોનો અનુભવ કર્તા કઈ એક છે, જે છે તે જ આત્મા છે. આથી સિદ્ધ થાય છે કે ઇન્દ્રિય કરણ છે અને ઇન્દ્રિયોને પ્રેરક આત્મા જ કર્તા છે. (टीका) तथा, साधनोपादानपरिवर्जनद्वारेण हिताहितप्राप्तिपरिहारसमर्था चेष्टा प्रयत्नपूर्विका' विशिष्टक्रियात्वात् , रथक्रियावत् । शरीरं च प्रयत्नवदधिष्ठितम् , विशिष्टक्रियाश्रयत्वात्, रथवत् । यश्चास्याधिष्ठाता स आत्मा, सारथिवत् । तथात्रैव पक्षे, इच्छापूर्वकविकृतवाद्वाश्रयत्वाद भस्त्रावत् । वायुश्च प्राणापानादिः यश्चास्याधिष्ठाता। स आत्मा, भस्वाध्मापयित्वत् । तथाऽत्रैव पक्षे, इच्छाऽधीननिमेषोन्मेषवदवयवयोगित्वाद्, दारुयन्त्रवत् । तथा शरीरस्य वृद्धिक्षतभनसंरोहणं च प्रयत्नवत्कृतम्, वृद्धिक्षतभग्नसंरोहणत्वाद्, गृहवृद्धिक्षतभग्नसंरोहणवत् । वृक्षादिगतेन वृद्धयादिना व्यभिचार इति चेत् । न । तेषामपि एकेन्द्रिय जन्तुत्वेन सात्मकत्वात् । यश्चैषां कर्ता स आत्मा गृहपतिवत् । वृक्षादीनां च सात्मकत्वमाचाराङ्गादेवसेयम् । किचिद्वक्ष्यते च ॥ (અનુવાદ) તેમ જ હિતકારી સાધનનું ગ્રહણ અને અહિતકારી સાધનો ત્યાગ તેવી ક્રિયા પ્રયત્નપૂર્વક થાય છે. કારણ કે તે ક્રિયા છે. જે જે ક્રિયા હોય તે તે પ્રયત્ન પૂર્વક થાય. જેમ રથની ચાલવાની ક્રિયા સારથિના પ્રયત્નથી થાય છે તેમ હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગની ક્રિયા પણ કોઈના પ્રયત્નથી થાય છે. જેના પ્રયત્નથી થાય છે તે જ આત્મા છે. વળી શરીર પ્રયનવાનથી અધિડિત છે. કેમકે શરીર વિશિષ્ટ ક્રિયાને આશ્રય છે. જેમ રથની ગતિ સારથી દ્વારા થાય છે. તેમ શરીરમાં થતી ક્રિયા કઈ ક્રિયવાનના પ્રયત્નથી થાય છે. જે ક્રિયાવાન છે તે જ આત્મા છે. જેમ કેઈ પુરૂષ વાયુની સહાયથી ધમણને ફૂકે છે, તેમ શ્વાસોચ્છવાસરૂપ વાયુની સહાયથી શરીરરૂપ ધમણ ચાલે છે. તે શરીરને ચલાવવાની ક્રિયાનો અધિષ્ઠાતા આત્મા છે, જેમ યંત્ર દ્વારા લાકડાના પુતળા વગેરેમાં નિમેષ-ઉમેષ આદિ ક્રિયાઓ કર્તાને આધીન છે, તેમ શરીરમાં થતી નિમેષ-ઉન્મેષ આદિ ક્રિયા કર્તાને આધીન છે, જે કર્તા છે તે જ આત્મા છે. તેમ જ ઘરને બનાવવું, ભાગવું, તેડવું, ઈત્યાદિ ક્રિયા ઘરના માલિકને આધીન છે, તેમ શરીરની વૃદ્ધિ, હાનિ, ઘાનું રૂઝાવું વગેરે ક્રિયા શરીરમાં આત્માનું અસ્તિત્વ હોય તો જ થઈ શકે છે. શંકઃ વૃક્ષ આદિમાં આત્મા વિના પણ વૃદ્ધિહાનિ જેવામાં આવે છે. તેથી ઉતા હેતુ વ્યભિચારી છે. સમાધાનઃ ના ભાઈ ના, વૃક્ષ આદિમાં પણ એકેદ્રિય જીવ હોવાથી તેમાં પણ આત્મા છે. વૃક્ષ આદિને આત્માની સિદ્ધિનું વિશેષ વર્ણન આચારાંગ સૂત્રમાં છે, કંઈક વર્ણન પ્રસ્તુત ગ્રંથમાં આગળ કરવામાં આવશે.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy