SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी २२३ (टीका) यदप्युक्तम् तस्याव्यभिचारि लिङ्गं किमपि नोपलभ्यत इति । तदप्यसारम् । साध्याविनाभाविनोऽने कस्य लिङ्गस्य तत्रोपलब्धेः। तथाहि । रूपाद्यपलब्धिः सकर्तृका क्रियात्वात् , छिदिक्रियावत । यश्चास्याः कर्ता स आत्मा । न चात्र चक्षुरादीनां कर्तृत्वम् । तेषां कुठारादिवत् करणत्वेनास्वतन्त्रत्वात् । करणत्वं चैषां पौद्गलिकत्वेनाचेतनत्वात् , परप्रेर्यत्वात् , प्रयोक्तृव्यापारनिरपेक्षप्रवृत्त्यभावात् । यदि हि इन्द्रियाणामेव कर्तत्वं स्यात् तदा तेषु विनष्टेषु पूर्वानुभूतार्थस्मृतेः मया दृष्टम् स्पृष्टम् घातम् आस्वादितम् श्रुतम् इति प्रत्ययानामेककर्तकत्वप्रतिपत्तेश्च कुतः संभवः। किञ्च, इन्द्रियाणां स्वस्व विषयनियतत्वेन रूपरसयोः साहचर्यप्रतीतौ न सामर्थ्यम् । अस्ति ३ तथाविधफलादे रूपग्रहणानन्तरं तत्सहचरितरसानुस्मरणम् । दन्तोदकसंप्लवान्यथानुपपत्तेः । तस्मादुभयोर्गवाक्षयोरन्तर्गतः प्रेक्षक इव द्वाभ्यामिन्द्रि याभ्यां रूपरसयोर्दशी कश्चिदेकोऽनुमीयते । तस्मात्करणान्येतानि यश्चैषां व्यापारयिता स आत्मा ॥ (અનુવાદ) (૩) આત્માને સિદ્ધ કરનાર કેઈ આવ્યભિચારી હેતુ નથી.” આવું તમારું કથન બરાબર નથી, કેમ કે આત્માને સિદ્ધ કરનાર અનેક અવ્યભિચારી હેતુઓને સદભાવ છે. ઈન્દ્રિય-પ્રત્યક્ષરૂપાદિ ગુણોનો કઈ કર્તા છે. કેમ કે દેખવું, જાણવું વગેરે ક્રિયારૂપ છે. જેમ છેદન રૂપ ક્રિયાને કર્તા કેઈ અવશ્ય છે. તેમ જેવું વગેરે ક્રિયારૂપ હોવાથી તેનો પણ કર્તા કઈ અવશ્ય હવે જોઈએ. જે કર્તા છે તે જ આત્મા છે. એમ ના કહેશો કે દેખવું જાણવું ઇત્યાદિ ક્રિયાઓને કર્તા ઈન્દ્રિય છે. કેમ કે જેમ કુઠાર (કુહાડા) આદિ કરણ હોવાથી, કેઈ અન્ય કર્તાને આધીન છે. તેમ ઈન્દ્રિયો પણ કરણ હેવાથી અન્ય કોઈ કર્તાને આધીન છે. વળી ઈન્દ્રિયે પૌગલિક હોવાથી અચેતન છે, અચેતન હોવાથી પરની પ્રેરણાથી કાર્ય કરે છે. જે પ્રેરક છે, તે જ આત્મા છે. કેમ કે ચેતનરૂપ આત્માના અભાવમાં ઈન્દ્રિયોની પ્રવૃત્તિ હોઈ શકતી નથી. અર્થાત્ સ્વતંત્રપણે ઇન્દ્રિય કાર્ય કરી શકતી નથી. જે ઇન્દ્રિયો સ્વયં કર્તા હોય તે ઇન્દ્રિયોને નાશ થયા પછી ઇન્દ્રિ દ્વારા અનુભવાયેલા પદાર્થોનું સ્મરણ ન થવું જોઈએ. તથા “મારા વડે જેવાયું, “સ્પર્શ કરાયો.” “ચખાયું’ સંભળાયું છે આવું ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન પણ ન થવું જોઈએ, ઈન્દ્રિઓને જ કર્તા માનવામાં આવે તે ભિન્ન ભિન્ન ઇન્દ્રિ દ્વારા થતું ભિન્ન ભિન્ન વિષયોનું જ્ઞાન એક સાથે ન થવું જોઈએ. કેમ કે પ્રત્યેક ઇન્દ્રિયનો વિષય અલગ અલગ છે. તેથી આત્માને કર્તા ન માનીએ અને ઇન્દ્રિયને જ કર્તા માનવામાં આવે તો રૂપ-રસનું જ્ઞાન એક એક સાથે નહીં થતાં ચક્ષુથી રૂપનું અને રસનાથી રસનું, એમ પૃથક પૃથફ જ્ઞાન થશે, પરંતુ તેવું જ્ઞાન થાય છે તે એકી સાથે! માટે સિદ્ધ થાય છે કે તે વિષયેને અનુભવ કર્તા કે અન્ય છે. જે છે તે જ આત્મા છે. કેમ કે ફળ વગેરેનું રૂપ જોયા પછી તરત જ તે ફળના રસનું સ્મરણ થાય છે જેમ કેઈ કેરી, લીંબુ આ ફળને જોતાં જ મુખમાં પાણી આવે છે, અને તેની સાથે જ તેના રસનો
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy