SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य. द्वा श्लेाक : १७ આત્માનું અસ્તિવ સ્વીકારવામાં તમે આપેલ અનૈકાન્તિક દોષ આવતા નથી, કેમકે હું સુખી છું', હું દુઃખી છું' એવુ અંતરંગ જ્ઞાન આત્માના આલંબનથી જ થાય છે. કહ્યું પણ છે કે : ‘આ ઘટ છે’ એવું જ્ઞાન જેમ સ્વતંત્ર થાય છે, તેમ આ સુખ છે' ઇત્યાદિ જ્ઞાનને સ્વતંત્રપણે અનુભવ થઇ શતેા નથી. તેથી મત્વીય પ્રત્યયથી યુક્ત- ‘હુ સુખી છુ’ ઈત્યાકારક જ્ઞાનથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તેમ જ હું ગોર છું” ‘હું શ્યામ છું” એ પણ ‘અહુ” પ્રત્યય સથા શરીરમાત્રનેા સૂચક નથી પરંતુ જેમ પોતાના પ્રિય નેકરમાં ‘અહ’ એવી બુદ્ધિ ઉપચારથી થાય છે, તેમ શરીરમાં ‘અહું' પ્રત્યયનેા પ્રયાગ તે શરીર આત્માનું ઉપકારક હોવાથી તેમાં ઉપચારથી થાય છે. २२२ (टीका ) यच्च अहं प्रत्ययस्य कादाचित्कत्वम् तत्रेयं वासना । आत्मा तावदुपयोगलक्षणः । स च साकारानाकारोपयोगरन्यतरस्मिन्नियमेनोपयुक्त एव भवति । अहं प्रत्ययोऽपि चोपयोगविशेष एव तस्य च कर्मक्षयोपशमवैचित्र्यात् इन्द्रियानिन्द्रियालोकविषयादिनिमित्तसव्यपेक्षतया प्रवर्तमानस्य कादाचित्कत्वमुपपन्नमेव । यथा बीजं सत्यामप्यङ्गकुरोप जननशक्तौ पृथिव्युदकादिसहकारिकारणकलापसमवहितमेवाङ्कुरं जनयति, नान्यथा । न चैतावता तस्याङ्कुरोत्पादने कादाचित्केऽपि तदुत्पादनशक्तिरपि कादाचित्की । तस्याः कथंचिन्नित्यत्वात् । एवमात्मनः सदा सन्निहितत्वेऽप्यहं प्रत्ययस्य कादाचित्कत्वम् ॥ ( અનુવાદ ) તથા (૨) આત્માનું સન્નિધાન નિરંતર છે, તેથી તનિમિત્તક અહં' (હું) પ્રત્યય પણ સદાય હોવા જોઇએ' આવું તમારૂં કથન ઠીક નથી. કેમકે ‘અહું' (હુ) પ્રત્યયનું કાદાચિત્ક(અનિત્ય)પશુ. હાય છે. તેમાં વાસના કારણ છે. આત્મા ઉપયાગસ્વરૂપ છે, તે ઉપયેગ સાકાર (જ્ઞાન) અને નિરાકાર (દન) એમ એ પ્રકારે છે. તેથી આત્મા એક સમયમાં એ ઉપયાગમાંથી કોઈ એક ઉપયાગમાં મુખ્ય યા ગૌણુભાવે વર્તતા હોય છે. ‘અહ' પ્રત્યય પણ એક ઉપયેગ-વિશેષ છે. તે ‘અહુ” પ્રત્યય કર્મના ક્ષયેાપશમની વિચિત્રતાથી અને ઇંદ્રિય, મન, આલેાક, વિષય આદિ નિમિત્ત કારણેાની અપેક્ષાએ કે.ઇ કઇ વખતે ઉત્પન્ન થાય છે. જેમ ખીજમાં અંકુરને ઉત્ત્પન્ન કરવાની શક્તિ સદા વિદ્યમાન હોવા છતાં પણ પૃથ્વી, જલ આદિ સહકારી કારણેા મળેથી અંકુરને ઉપન્ન કરે છે, પરંતુ સહકારી કારણેા વિના કૈવલ ખીજ અંકુરને ઉત્ત્પન્ન કરી શકતું નથી. તેથી અંકુરની ઉત્પત્તિ કાદાચિત્ક (કોઇ કોઇ વખતે) હાવા છતાં પણ ખીજમાં અ’કુરને ઉત્ત્પન્ન કરવાની શક્તિ કે કાદાચિત્ય કહી શકાતી નથી, કેમકે અંકુરાપાદક શક્તિ પ કથંચિત્ નિત્ય છે. એ રીતે આત્માનુ હમેશા સન્નિધાન હોવા છતાં પણ કર્મોના ક્ષયાપશમની વિચિત્રતા તથા ઈંદ્રિય આદિ' નિમિત્તોથી અહ`' પ્રત્યય કાદાચિત્ક થાય છે. અહ’ પ્રત્યય કાદાચિત્ક (અનિત્ય) હાવાથી આત્મામાં કાદાચિત્કપણું'(અનિત્યપણું') આવી શકતુ નથી,
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy