SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ २२० . દૂ, જો ૨૭ (અનુવાદ) બાહય પદાર્થને પ્રમેય કહે છે. તે પ્રમેયનું ખંડન અનન્તર શ્લોકમાં જ્ઞાનાતપક્ષની સિદ્ધિ વખતે કર્યું છે, તેથી તેની ચર્ચા અહીં કરતા નથી. સ્વ અને પારને જાણવાવાળું જ્ઞાન, તે પ્રમાણુ કહેવાય છે. પ્રમેય વિના પ્રમાણની સિદ્ધિ થઈ શકતી નથી જે પ્રમેયના અભાવમાં પણ પ્રમાણની સિદ્ધિ થતી હોય તો જ્ઞાન નિર્વિષય બની જશે. જે પ્રમાણને સદ્ભાવ માનો, તે તે પ્રમાણ (જ્ઞાન) પદાર્થની ઉત્પત્તિના સમયે પદાર્થને જાણે છે કે ભિન્ન સમયે? જે જ્ઞાન પદાર્થની ઉત્પત્તિ સમયે પદાર્થને જાણે તે ત્રણે લેકના પદાર્થો જ્ઞાનમાં ભાસિત થવા જોઈએ. કેમ કે જ્ઞાનમાં સર્વ પદાર્થોની સમકાલીનતા છે. જે કહે કે પદાર્થની ઉત્પત્તિના સમયથી ભિન્ન સમયે પદાર્થને જાણે છે, તે એ જ્ઞાન નિરાકાર છે કે સાકાર? જે જ્ઞાન નિરાકાર હેઈને પદાર્થને જાણે, તે એ જ્ઞાનથી અમુક જ પદાર્થનું જ્ઞાન થઈ શકે નહીં. કેમકે નિરાકારતા પ્રત્યેક પદાર્થ પ્રત્યે સમાન છે. જે કહો કે જ્ઞાન સાકાર હાઈને પદાર્થોને જાણે છે, તે એ જ્ઞાનનો આકાર જ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન ? જે જ્ઞાનને આકાર જ્ઞાનથી અભિન્ન હોય તો તે જ્ઞાન જ કહેવાશે. તેમાં પ્રતિનિયત પદાર્થને જ્ઞાનને અભાવ હોવાથી, નિરાકાર પક્ષમાં જે દોષ આવે છે તે આ પક્ષે પણ આવશે. જે જ્ઞાનનો આકાર જ્ઞાનથી ભિન્ન હોય તે તે આકાર ચિપ છે કે જડરૂપ છે? જે આકાર ચિદ્રુપ હોય તો જ્ઞાનની જેમ આકારને પણ વેદક માનવે જોઈએ. અને જ્ઞાનને આકાર પણ વેદક હોય તો એ આકાર સ્વયં સાકાર છે કે નિરાકાર? જે આકાર નિરાકાર હોય તે પ્રતિનિયત પદાર્થનું જ્ઞાન થઈ શકશે નહીં. જે સાકાર હોય તો તે ચિપ છે કે જડરૂ૫? જે ચેતનરૂપ હોય તે નિરાકાર છે કે સાકાર ? આ રીતે અનવસ્થા દેષ આવશે. જે આકાર જડરૂપ હોય તે તે સ્વયં જ્ઞાત છે કે અજ્ઞાત? જે આક્રાર અજ્ઞાત હોય તે એક પદાર્થનું જ્ઞાન જેમ ચિત્રને થાય તેમ મૈત્રને પણ થશે. એમ ના કહેશો કે જ્ઞાનને આકાર સ્વયં જ્ઞાત થઈને પદાર્થને જાણે છે. તે એ જડસ્વરૂપ આકારનું જ્ઞાન નિરાકાર-શાનથી થાય છે કે સાકાર જ્ઞાનથી? આમ પુનઃ પુનઃ વિકલ્પની જાળથી પુનઃ અનવસ્થા દોષ આવશે. આ રીતે પ્રમાણની સિદ્ધિ થઈ શકતી નથી. ___ (टोका) इत्थं प्रमाणाभावे तत्फलरूपा प्रमितिः कुतस्तनी । इति सर्वशन्यतैव परं तत्त्वमिति । तथा च पठन्ति “यथा यथा विचार्यन्ते विशीयन्ते तथा तथा । ___ यदेतद् स्वयमर्थेभ्यो रोचते तत्र के वयम्" इति पूर्वपक्षः । विस्तरतस्तु प्रमाणखण्डनं तत्त्वोपप्लवसिंहादवलोकनीयम् ।। (અનુવાદ) આ રીતે પ્રમાણને અભાવ સિદ્ધ થવાથી, પ્રમાણના ફળરૂપ પ્રમિતિની સિદ્ધિ તે થાય જ કયાંથી? અર્થાત અન્ય દ્વારા સ્વીકૃત પ્રમાણ, પ્રમેય, પ્રમાતા અને પ્રમિતિ આ તસ્વચતુષ્ટયીનું અસ્તિત્વ કે ઈ પણ પ્રકારે સિદ્ધ થઈ શકતું નથી. તેથી સર્વ-શૂન્યતા એ જ વાસ્તવિક તત્વ છે. કહ્યું છે કે જેમ જેમ તત્વને વિચાર કરવામાં આવે છે,
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy