SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ २०९ स्याद्वादमंजरी નથી. કેમ કે જેને કઈ પણ વખતે સાચા કેશનું જ્ઞાન થયું હતું નથી, તેને આકાશકેશનું મિથ્યા જ્ઞાન પણ થઈ શકતું નથી. તેમજ સ્વપ્નાવસ્થામાં પણ જાગૃતદશામાં અનુભવેલા પદાર્થોનું જ જ્ઞાન થાય છે. તેથી સ્વપ્નજ્ઞાન પણ સર્વથા નિરાલંબન (નિર્વિષયક) નથી.” મહાભાષ્યકાર શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે પણ કહ્યું છે. કેઃ અનુભવેલ, જેલ, વિચારેલ, તથા શ્રવણ કરેલ વસ્તુથી વાતપિત્ત આદિ પ્રકૃતિના વિકારથી, વિશિષ્ટ દેવના અનુગ્રહ આદિથી અથવા તે સજલ પ્રદેશ ઈત્યાદિ કારણેથી સ્વપ્નો આવે છે. શુભ સ્વપ્નમાં પુણ્ય અને અશુભ સ્વપ્ન આવવામાં પાપ કારણ છે. તેથી સ્વપ્ન જ્ઞાન પણ સર્વથા અવસ્તુ વિષયક નથી. તેથી જે જ્ઞાનને વિષય છે તે જ બાહ્ય પદાર્થ છે. જે કહે કે જ્ઞાનમાં પ્રતિભાસિત બાહ્ય પદાર્થનું જે જ્ઞાન થાય છે તે જાતિરૂપ છે. તે હે ચિરંજીવ ! બ્રાતિ પણ એ પદાર્થમાં થાય છે કે જે પદાર્થને સત્ય રીતે જોયા હોય. રોગાદિથી ઇન્દ્રિ અપટુ બની હોય છે ત્યારે છીપમાં ચાંદીની બ્રાન્તિ થાય છે. તેમ કઇક સત્ય પદાર્થમાં પણ બ્રાન્તિરૂપ જ્ઞાન થાય છે. જે અર્થ ક્રિયા કરવામાં સમર્થ એવા પણ પદાર્થોમાં બ્રાતિ સ્વીકારવામાં આવે તે બ્રાન્ત અને અબ્રાન્ત જ્ઞાનની વ્યવસ્થા થઈ શકશે નહીં. તેથી જ કહ્યું છે કેઃ માદક ખાવાની ઈચ્છાથી તપ્ત થયેલા અને સાચો માદક ખાવાવાળા તે બન્નેને રસ, વીર્ય અને વિપાક આદિનું તુલ્ય ફળ મળવું જોઈએ. કેમકે અર્થક્રિયા કરવામાં સમર્થ પદાર્થોને પણ બ્રાન્ત રૂપે સ્વીકારવામાં આવ્યા છે. - (टीका) न चामून्यर्थदूषणानि स्याद्वादिनां बाधां विदधते । परमाणुरूपस्य स्थूलावयविरूपस्य चार्थस्याङ्गीकृतत्वात् यच्च परमाणुपक्षखण्ड नेऽभिहितं प्रमाणाभावादिति । तदसत् । तत्कार्याणां घटादीनां प्रत्यक्षत्वे तेषामपि कश्चित् प्रत्यक्षत्वं योगिप्रत्यक्षेण च साक्षात्प्रत्यक्षत्वमवसेयम् । अनुपलब्धिस्तु सौक्ष्म्यात् । अनुमानादपि तत्सिद्धिः। यथा सन्ति परमाणवः, स्थूलावयविनिष्पत्यन्यथानुपपत्तेः, इत्यन्ताप्तिः। न चाणुभ्यः स्थूलोत्पाद इत्येकान्तः । स्थूलादपि सूत्रपटलादेः स्थूलस्य पटादेः प्रादुर्भावविभावनात् । आत्माकाशादेरपुद्गलत्वकक्षीकाराच्च । यत्र पुनरणुभ्यस्तदुत्पत्तिम्तत्र तत्कालादिसामग्री सव्यपेक्रियावशात् प्रादुर्भूतं संयोगातिशयमपेक्ष्येयमवितयैव ॥ (અનુવાદ ) તમે જ્ઞાનાદ્વૈતનું પ્રતિપાદન કરીને પરમાણુરૂપ અને સ્થલ અવયવીરૂપ બાહ્ય પદાર્થોનું ખંડન કર્યું છે. તેથી અમારા (જનદર્શનના) સિદ્ધાંતમાં કઈ બાધા આવતી નથી. કેમકે અમે પરમાણુરૂપ અને સ્થૂલ અવયવીરૂપ બને રૂપે બાહ્ય પદાથોને સ્વીકાર કરે છે. તથા પરમાણુરૂપ બાહ્ય પદાર્થને પક્ષમાં જે પ્રમાણનો અભાવ બતાવવામાં આવ્યું છે, તે પણ ઠીક નથી. કેમકે પરમાણુની સિદ્ધિ કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણને સદુભાવ છે. તે આ પ્રમાણે પરમાણુના કાર્યરૂપ ઘટાદિને પ્રત્યક્ષ હોવાથી ઘટ આદિનાં કારણરૂપ પરમાણુઓને પણ કથંચિત્ પ્રત્યક્ષ થાય છે. તેમજ યેગી પ્રત્યક્ષથી તે પરમાણુઓને સાક્ષાત્ પ્રત્યક્ષ થાય છે. આપણને પરમાણુનું અતિ સૂકમરૂપ હોવાથી સાક્ષાત્કાર થઈ શકતો નથી. વળી પરમાણુઓના અસ્તિત્વ વિના ઘટ આદિ સ્થૂલ અવીની ઉત્પત્તિ થઈ શકતી નથી. આવા અન્તર્થીતિ અનુમાનથી પણ પરમાણુની સિદ્ધ થાય છે, સ્યા. ૨૭
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy