SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ કન્યા . તા. : ૨૬ કેમકે બાહ્ય પદાર્થ જડ હોવાથી તેનું જ્ઞાન થઈ શકતું નથી. કહ્યું પણ છે કે જે બુદ્ધિને પદાર્થના આકારે ઉત્પન્ન કરે છે, તે દશ્ય પદાર્થો જ્ઞાનના વિષયે છે, પરંતુ ઈન્દ્રિાના વિષ નથી તથા પ્રમાણુવાર્તિકાલંકાર નામના બૌદ્ધ ગ્રંથમાં પ્રજ્ઞાકર ગુખે કહ્યું છે કે જે નીલ જ્ઞાન છે તેને બાહ્ય અર્થ કઈ રીતે કહી શકાય? અને જે નાલજ્ઞાન નથી તેને પણ બાહ્ય અર્થ કઈ રીતે કહી શકાય? શંકાઃ જે બાહ્ય પદાર્થ કોઈ ના હોય તે ઘટ પટ આદિનું જ્ઞાન કઈ રીતે થઈ શકે? સમાધાન : જે પ્રકારે બાહ્ય આલંબન વિના આકાશ-કેશનું જ્ઞાન થાય છે, અથવા તે સ્વપ્નાવસ્થામાં જેમ નિરાલંબન જ્ઞાન થાય છે, તેમ અનાદિ અવિદ્યાની વાસનાથી બાહ્ય પદાર્થના આલંબન વિના પણ ઘટ પટ આદિ પદાર્થોનું જ્ઞાન થઈ શકે છે. આથી કહ્યું પણ છે કેઃ બુદ્ધિમાં પ્રતિભાસિત પદાર્થ (અનુભાવ્ય) બુદ્ધિથી અતિરિક્ત (ભિન્ન) કઈ વસ્તુ નથી. એ પ્રમાણે જ્ઞાન (અનુભવ) પણ બુદ્ધિથી અતિરિક્ત નથી. ગ્રાહ્ય (પદાર્થ) અને ગ્રાહક(જ્ઞાન)થી રહિત બુદ્ધિ સ્વયં ગ્રાહ્ય-ગ્રાહકરૂપે પ્રતિભાસિત થાય છે. આથી જેમ બાળકે કહેલી છે તે વાત પ્રમાણભૂત બનતી નથી, તેમ મૂખ લેકે દ્વારા કલ્પિત કઈ બાહ્ય પદાર્થ પ્રમાણભૂત નથી. અનાદિકાલિક અવિદ્યાની વાસનાથી બુદ્ધિ અર્થરૂપે પ્રતિભાસિત થાય છે. (टीका) तदेतत्सर्वमवधम् । खानमिति हि क्रियाशब्दः ततो ज्ञायतेऽनेनेति शानं. ज्ञप्तिर्वा ज्ञानमिति । अस्य च कर्मणा भाव्यं निर्विषयाया ज्ञप्तेरघटनात् । न चाकाशकेशादौ निर्विषयमपि दृष्टं ज्ञानमिति वाच्यम् । तस्याप्येकान्तेन निर्विपयत्वाभावात् । न हि सर्वथागृहीतसत्यकेशज्ञानस्य तत्प्रतीतिः । स्वप्नज्ञानमप्यनुभूतदृष्टाधर्थविषयत्वाम निरालम्बनम् । तथा च महाभाष्यकारः “બુદ્વિતિયપ વિચારવધાપૂવા सुमिणस्स निमित्ताई पुण्णं पावं च णाभावो यश्च ज्ञानविषयः स बाह्योऽर्थः । भ्रान्तिरियमिति चेत् चिरं जीव । भ्रान्तिर्हि मुख्येऽर्थे कचिद् दृष्टे सति करणापाटवादिनान्यत्र विपर्यस्तग्रहणे प्रसिद्धा । यथा शुक्तौ रजतभ्रान्तिः। अर्थक्रियासमर्थेऽपि वस्तुनि यदि भ्रान्तिरुच्यते तर्हि प्रलीना બનાસ્ત્રાન્તરાવવા તથા ર સતારા– आशामोदकतृप्ता ये ये चास्वादितमोदकाः । रसवीर्यविपाकादि तुल्यं तेषां प्रसज्यते" ॥ (અનુવાદ). ઉત્તરપક્ષઃ બૌદ્ધદર્શનનું આ બધું કથન દોષપૂર્ણ છે. કેમકે જ્ઞાન શબ્દ ક્રિયાને હોતક છે. તેથી “જેના વડે જણાય અથવા જાણવું તે જ્ઞાન કહેવાય છે, માટે જ્ઞાન ક્રિયારૂપ હેવાથી તેનું કઈ કર્મ અવશ્ય હોવું જોઈએ જ્ઞાન નિર્વિષય હોઈ શકતું નથી. વળી આકાશ કેશ આદિ અસત્ વસ્તુનું જે જ્ઞાન થાય છે. તે પણ એકાતે નિર્વિષયક
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy