SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ अन्ययोगव्य, द्वा. श्लोक: १६ છે. માટે પદાર્થથી જ્ઞાનની ઉત્પત્તિ માનવા છતાં પણ તેરૂપ યોગ્યતા અવશ્ય માનવી પડશે. જે જ્ઞાનમાં ગ્યતા માનવામાં ના આવે તે સમસ્ત પદાર્થોના સમીપપણુમાં અને તે તે પદાર્થોનું સમીપપણું નહીં હોવા છતાં પણ અમુક પદાર્થથી અમુક જ જ્ઞાન ઉત્પન થાય છે. તેવી વ્યવસ્થા કઈ રીતે બની શકશે ? (टीका) तदाकारता त्वर्थाकारसंक्रान्त्या तावदनुपपन्ना। अर्थस्य निराकारत्वप्रसङ्गात् ज्ञानस्य साकारत्वप्रसङ्गाच्च । अर्थेन च मूर्तेनामूर्तस्य ज्ञानस्य कीदृशं साहश्यम् । इत्यथैविशेषग्रहणपरिणाम एव साभ्युपेया। ततः "अर्थेन घटयत्येनां न हि मुक्त्वार्थरूपताम् । तस्मात् प्रमेयाधिगते प्रमाणं मेयरूपता" ॥ इति यत्किञ्चिदेतत् ॥ (અનુવાદ) જ્ઞાનમાં પદાર્થના આકારનું સંક્રમણ થવારૂપ તદાકારતા અયુક્ત છે. કેમકે જ્ઞાન પદાર્થના આકારને ગ્રહણ કરે તે જ્ઞાન સાકાર થશે પદાર્થ નિરાકાર થશે. આથી મૂર્ત પદાર્થની સાથે અમૂર્ત જ્ઞાનની સમાનતા થઈ શકતી નથી માટે જ્ઞાનમાં પ્રતિનિયત પદાર્થને ગ્રહણ (જાણવા) કરવા રૂપ પરિણામ જ માન જોઈએ. તેથી જ્ઞાનમાં અર્થકારતા સિવાય પદાર્થ અને જ્ઞાનને અન્ય કોઈ સંબંધ ઘટી શકતું નથી માટે “જ્ઞાનનું પ્રાર્થના આકાર રૂપ થવું તે જ જ્ઞાનની પ્રમાણુતા છે. તેવું તમારું કથન ખંડિત થાય છે. (टीका) अपि च, व्यस्ते समस्ते वैते ग्रहणकारणं स्याताम् । यदि व्यस्ते, तदा कपालाधक्षणो घटान्त्यक्षणस्य, जलचन्द्रो वा नभश्चन्द्रस्य ग्राहकः प्रामोति । यथासंख्यं तदुत्पत्तेः तदाकारत्वाच्च । अथ समस्ते, तर्हि घटोत्तरक्षणः पूर्वघटक्षणस्य ग्राहकः प्रसनति । तयोरुभयोरपि सद्भावात् । ज्ञानरूपत्वे सत्येते ग्रहणकारणमिति चेत्, तहिं समानजातीयज्ञानस्य समनन्तरज्ञानग्राहकत्वं प्रसज्येत, तयोजेन्यजनकभावसद्भावात् । तम योग्यतामन्तरेणान्यद् ग्रहणकारणं पश्याम इति ॥ (અનુવાદ) વળી, આપે જે કહ્યું કે “જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન થઈને પદાર્થના આકારને ચહણ કરીને, ૫દાર્થને જાણે છે. તે અહીં પ્રશ્ન થાય છે કેઃ તદુત્પત્તિ અને તદાકારતા, તે બને પદાર્થના જ્ઞાનમાં અલગઅલગપણે કારણ છે ? અથવા બન્ને મળીને પદાર્થના જ્ઞાન પ્રત્યે કારણ છે? જે તદુત્પત્તિ અને તદાકારતા પદાર્થના જ્ઞાનમાં અલગ અલગ રૂપે કારણ હોય તે કપાલના પ્રથમ ક્ષણથી ઘટના અંતિમ ક્ષણનું જ્ઞાન થવું જોઈએ. કેમકે કપાલના પ્રથમ ક્ષણથી ઘટના અંતિમ ક્ષણની અનુક્રમે ઉમત્તિ થાય છે. તેથી તેમાં તદુત્પત્તિ છે, અને જળમાં પ્રતિબિંબ રૂપે રહેલા ચંદ્રથી આકાશના ચંદ્રનું જ્ઞાન થવું જોઈએ કેમકે જળવતી ચંદ્રમાં આકાશવત ચંદ્રને આકાર છે, તેથી તેમાં તદાકારતા છે. પરંતુ કપાલના પૂર્વ ફણથી ઘટના અંતિમ ક્ષણની ઉત્પત્તિ હોવા છતાં પણ કપાલના પ્રથમ
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy