SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी २०१ _ _ (અનુવાદ). શંકા – જ્ઞાન પ્રકાશ્ય(અર્થ)થી ઉત્પન્ન થઈને જે પદાર્થોને પ્રકાશિત કરે છે તે જ પ્રકાશક(જ્ઞાન)નું પ્રકાશકપણું છે. સમાધાન - કેવી અગ્ય વાત કરે છે! દીપક ઘટથી ઉત્પન્ન નહીં થવા છતાં પણ ઘટને પ્રકાશિત કરે છે! જેમ પદાર્થ અને જ્ઞાનમાં પ્રકાશ્ય-પ્રકાશક ભાવ છે. તેમ દીપક અને ઘટમાં પણ પ્રકાશ્ય-પ્રકાશક ભાવ છે, પરંતુ તેમાં કાર્ય-કારણુભાવ સંબંધ નથી તેવી રીતે પદાર્થ અને જ્ઞાનમાં પણ કાર્ય-કારણભાવ સંબંધ થઈ શકતું નથી. વળી જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન થઈને પદાર્થને જાણે છે તેમ સ્વીકારશે તે સ્મૃતિ (સ્મરણ) પ્રમાણ રૂપ બની શકશે નહીં કેમકે સ્મૃતિ કઈ પદાર્થથી ઉત્પન્ન થતી નથી. વળી સ્મૃતિ પ્રમાણ રૂપ નથી તેમ નથી. અર્થાત અવશ્ય પ્રમાણુ જ છે. કેમકે સ્મૃતિ જે પ્રમાણુરૂપ ના હોય તે અનુમાનના પ્રાણરૂપ સાધ્ય–સાધનભાવ સંબંધ(વ્યાપ્તિ)નું સ્મરણ નહીં થવાથી અનુમાન પ્રમાણ બની શકશે નહીં તેમજ જ્ઞાનને વિષય જ જે કારણ હોય તે સ્વસંવેદનરૂપ જ્ઞાનનો વિષય કેણ બનશે ? કેમકે સ્વસંવેદન જ્ઞાન વિષય સ્વ-રવરૂપ જ છે. અને સ્વસંવેદનરૂપ જ્ઞાનની ઉત્પત્તિ સ્વસંવેદનથી થઈ શક્તી નથી, કેમકે સ્વસંવેદનમાં કઈ ક્રિયા હેઈ શકતી નથી. તેથી તેમાં કાર્ય-કારણુભાવ સંબંધ થઈ શકશે નહી. માટે દીપક જેમ ઘટથી ઉત્પન્ન નહીં થવા છતાં પણ ઘટને પ્રકાશિત કરે છે, તેમ જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન નહીં થવા છતાં પણ પદાર્થને જાણી શકે છે. તેથી પદાર્થ અને જ્ઞાનમાં પ્રકાશ્ય-પ્રકાશકભાવ સંબંધ છે, પરંતુ કાર્યકારણભાવ સંબંધ નથી. * नन्वर्थाजन्यत्वे ज्ञानस्य कथं प्रतिनियतकर्मव्यवस्था । तदुत्पत्तितदाकारताभ्यां हि सेोपपद्यते । तस्मादनुत्पन्नस्यातदाकारस्य च ज्ञानस्य सर्वार्थान् प्रत्यविशेषात् सर्वग्रहणं प्रसज्येत । नैवम् । तदुत्पत्तिमन्तरेणाप्यावरणक्षयोपशमलक्षणया योग्यतयैव प्रतिनियतार्थप्रकाशकत्वोपपत्तेः । तदुत्पत्तावपि च योग्यतावश्यमेष्टव्या । अन्यथाऽशे पार्थसानिध्ये तत्तदर्थासांनिध्येऽपि कुतश्चिदेवार्थात कस्यचिदेव ज्ञानस्य जन्मेति कौतस्कुतोऽयं विभागः ॥ (અનુવાદ). શંકા : જે જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન ના થતું હોય તે ઘટ જ્ઞાન ઘટને જ જાણે છે. પરંતુ પટને નહીં, તેવી પ્રતિનિયત વ્યવસ્થા બની શકે નહીં. અને એ વ્યવસ્થા છે ત્યારે જ ઘટે કે જ્યારે જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન થઈને પદાર્થના આકારરૂપે પરિણત થાય ત્યારે જ જ્ઞાન પદાર્થને જાણી શકે છે, અને જે જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન ન થતું હોય અને પદાર્થના આકાર રૂપે પરિણત ના થતું હોય તે જ્ઞાન જ્ઞાન રૂપે સર્વ પદાર્થો પ્રત્યે સમાન હોવાથી એક પદાર્થના જ્ઞાનથી સમસ્ત પદાર્થોનું જ્ઞાન થશે. સમાધાનઃ તમે સમજ્યા નહીં. જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન થયા વિના પણ પદાર્થને જાણી શકે છે. કારણ કે આવૃત કર્મના ક્ષપશમરૂપ યોગ્યતાથી જ જ્ઞાન પ્રતિનિયત (ઘટને ઘટરૂપે પટને પટરૂપે) પદાર્થોને જાણે છે. આથી જે સમયે જે પદાર્થના જ્ઞાનને આવરણ કરવાવાળા કર્મને ક્ષય કે ક્ષયોપશમ થાય છે, તે સમયે તે પદાર્થનું જ્ઞાન થાય યા. ૨૬
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy