SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी અપેક્ષાએ સંકેત વિશે અન્ય પદાર્થોમાં પણ તેવા તેવા શબ્દને વ્યવહાર થાય છે. સંકેત પુરુષ-ઈચ્છાને આધીન હોવાથી સકે તેનું અનિયત પણું હોય છે. જેમ ચેર શબ્દને સાધારણ અર્થે ચાર થાય છે ત્યારે દક્ષિણ દેશમાં ચાર શબ્દનો અર્થ ચેખા થાય છે. કુમાર શબ્દને અર્થે યુવરાજ હોવા છતાં પણ પૂર્વ દેશમાં તેજ કુમાર શબ્દનો અર્થ આસો માસ થાય છે. કર્કટી આદિ શબ્દોના અર્થ કાકડી આદિ થાય છે, પરંતુ તે તે દેશની અપેક્ષાએ નિ આદિ પણ અર્થો થાય છે. તેવી રીતે જેનાગમમાં છતકલ્પવ્યવહાર નામનાં સૂત્રના આધારે કાળની અપેક્ષાએ પ્રાયશ્ચિત્ત વિધિમાં સમ્યગૂ ધેર્ય, પ્રબળ શ્રદ્ધા અને સુદઢ સંઘયણવાળા પ્રાચીન કાળમાં “ગુરુ શબ્દનો અર્થ એકસે એંશી ઉપવાસ કરાતું હતું જ્યારે વર્તમાન કાળમાં તે જ “ગુરુ” શબ્દને અર્થ ત્રણ ઉપવાસ કરાય છે. પુરાણમાં પણ ‘દ્વાદશી” શબ્દનો અર્થ “એકાદશી થાય છે. અને શાક્ત લેકના ત્રિપુરાર્ણવ નામના ગ્રન્થમાં અલિ' શબ્દનો અર્થ “મદિરાભિષક્તા અને મૈથુન શબ્દનો અર્થ “મધ” તથા “ધી” કરાય છે. આ રીતે એક શબ્દના અનેક અર્થો થાય છે. (टीका) न चैवं सङ्केतस्यैवार्थप्रत्यायने प्राधान्यम् । स्वाभाविकसामर्थ्यसाचिव्यादेव तत्र तस्य प्रवृत्तेः सर्वशब्दानां सर्वार्थप्रत्यायनशक्तियुक्तत्वात् । यत्र च देशकालादौ यदर्थप्रतिपादनशक्तिसहकारी संकेतस्तत्र तमर्थ प्रतिपादयति । तथा च निर्जितदुर्जयपरप्रवादाः श्रीदेवमरिपादाः- "स्वाभाविकसामर्थ्यसमयाभ्यामर्थबोधनिबन्धनं शब्दः ।" अत्र शक्तिपदार्थसमथेनं ग्रन्थान्तरादवसेयम् । अतोऽन्यथेत्यादि उत्तराद्ध पूर्ववत् । प्रतिभाप्रमादस्तु तेषां सदसदेकान्ते वाच्यस्य प्रतिनियतार्थविषयत्वे च बाचकस्य उक्तयुक्त्या दोषसद्भावाद व्यवहारानुपपत्तेः। तदयं समुदायार्थः। सामान्यविशेषात्मकस्य, भावाभावात्मकस्य च वस्तुनः सामान्यविशेषात्मको, भावाभावात्मकश्च ध्वनिर्वाचक इति । अन्यथा प्रकारान्तरैः पुनर्वाच्यवाचकभावव्यवस्थामातिष्ठमानानां वादिनां प्रतिभैव प्रमाधति, न तु तद्भणितयो युक्तिस्पर्शमात्रमपि सहन्ते । (અનુવાદ) આમ સંકેત માત્રથી અર્થનું જ્ઞાન થતું નથી કેમ કે સર્વ શબ્દોમાં સર્વ અર્થને જણાવનારી સ્વાભાવિક શક્તિ હોવાથી સર્વ અર્થોમાં શબ્દની પ્રવૃત્તિ થાય છે અને સંકેત કેવલ દેશ-કાળની અપેક્ષાએ અર્થને જણાવવામાં સહકારી થાય છે. દુર્જય પર વાદ વિજેતા શ્રી દેવસૂરિજીએ કહ્યું છે કેઃ શખ સ્વાભાવિક શક્તિ અને સંકેતથી અર્થને જણાવે છે. શક્તિ પદાર્થનું સમર્થન સ્યાદ્વાદરનાકર વગેરે ગ્રંથમાંથી જાણું લેવું. આ રીતે સામાન્ય-વિશેષ ઉભયરૂપ અને ભાવ તથા અભાવરૂપ શબ્દથી સામાન્ય વિશેષ ઉભયરૂપ તથા ભાવાભાવરૂપ અર્થનું જ્ઞાન થાય છે. આથી એકાન્ત શબ્દને અને એકાન્ત અર્થને ભિન્ન અથવા અભિન્ન, નિત્ય અથવા અનિત્ય માનવાવાળા પરવાદીઓની - પ્રતિભા માત્ર પ્રમાદ પામે છે! તેઓના કથનમાં યુક્તિને સ્પર્શ પણ નથી.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy