SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य. द्वा. लोक । १४ (टीका) कानि तानि वाच्यवाचकभावप्रकारान्तराणि परवादिनामिति चेत , एते ब्रूमः । अपोह एव शब्दार्थ इत्येके । “अपोहः शब्दलिङ्गाभ्यां न वस्तु विधिनोच्यते" इति वचनात् । अपरे सामान्यमात्रमेव शब्दानां गोचरः। तस्यः क्वचित् प्रतिपन्नस्य, एकरूपतया सर्वत्र संकेतविषयतोपपत्तेः । न पुनर्विशेषाः । तेषामानन्त्यतः कात्स्न्येनोपलब्धुमशक्यतया तद्विषयतानुपपत्तेः । विधिवादिनस्तु विधिरेत वाक्यार्थः, अप्र वृत्तप्रवर्तनस्वभावत्वात् तस्येत्याचक्षते । विधिपि तत्तद्वादिविप्रतिपत्त्यानेकप्रकारः । तथाहि । वाक्यरूपः शब्द एव प्रवर्तकत्वाद् विधिरित्येके । तद्वयापारो भावनापरपर्यायो विधिरित्यन्ये । नियोग इत्यपरे । प्रैषादय इत्येके । तिरस्कृततदुपाधिप्रवर्तनामात्रमित्यन्ये । एवं फलतदभिलाषकर्मादयोऽपि वाच्याः। एतेषां निराकरणं सपूर्वोत्तरपक्षं न्यायकुमुदचन्द्रादवसेयम् ॥ इति काव्यार्थः ॥ १४ ॥ (અનુવાદ ) હવે પરવાદી-સંમત વાચ્ય-વાચકભાવના પ્રકારનું અમે સંક્ષિપ્ત નિરૂપણ કરીએ છીએ. બૌદ્ધ દર્શન અપહ(અતદ્દવ્યાવૃત્તિ)રૂપ અર્થને માને છે, કહ્યું પણ છે કે : શબ્દ અને લિંગવડે અતદુવ્યવૃત્તિરૂપ અહિ અર્થનું પ્રતિપાદન થાય છે. જેમ ગે શબ્દથી અગે વ્યાવૃત્તિરૂપ અર્થનું જ્ઞાન થાય છે ઈત્યાદિ કઈ કહે છે. શબ્દનો વિષય સામાન્ય (જાતિ) જ છે. કેમ કે જાતિવડે કેઈપણ સ્થાનમાં રહેલા સર્વે પદાર્થોમાં સંકેતની પ્રાપ્તિ થાય છે. વિશેષ અનંત હેવાથી એક શબ્દથી સંપૂર્ણ રીતે સર્વ પદાર્થોની પ્રતીતિ થઈ શકતી નથી. જેમ ઘટ શબ્દ બોલવાથી કેઈપણ થાનમાં રહેલી સમસ્ત ઘટ જાતિનું જ્ઞાન થાય છે. જે શબ્દને વિષય જાતિ ના હોય તે એક વિવક્ષિત ઘટનું જ જ્ઞાન થાય, પરંતુ સર્વદેશીય અને સર્વકાલીય ઘટનું જ્ઞાન થઈ શકે નહીં, માટે જ શબ્દને વિષય જાતિ છે. વિધિ-વાદી કહે છેઃ શબ્દનો અર્થ વિધિરૂપ છે, કેમ કે શબ્દ દ્વારા અપ્રવૃત્ત વસ્તુમાં મનુષ્યની પ્રવૃત્તિ થાય છે. પ્રવૃત્તિને અનુકૂલ વ્યાપાર વિધિ કહેવાય છે. વિધિના પ્રેરણા પ્રવર્તન આદિ પર્યાયવાચી શબ્દ છે. તે વિધિ પણ જુદા જુદા વાદીના વિવાદ મુજબ અનેક પ્રકારની છે. સામાન્યથી વિધિ લૌકિક, અને વૈદિક, એમ બે પ્રકારે છે. કેઈ વિધિવાદી શબ્દ પ્રવર્તક હોવાથી વાયરૂપ શબ્દને જ વિધિ કહે છે. જેમ “સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર કરે જોઈએ કેઈ વિધિવાદી વાકયથી ઉત્પન્ન થયેલ વ્યાપાર(ભાવના)ને વિધિ કહે છે. પુરુષની પ્રવૃત્તિને અનુકૂલ પ્રવર્તનરૂપ વ્યાપાર, તેને ભાવના કહે છે. તે ભાવના શબ્દ અને અર્થના ભેદથી બે પ્રકારે છે, જેમ “સ્વર્ગની ઈચ્છાવાળાએ યજ્ઞ કરે જોઈએ” ઈત્યાદિ વાક્યમાં વિધિરૂપ શબ્દના વ્યાપારને શબ્દ ભાવના કહે છે અને તે શબ્દના વ્યાપારથી યાજ્ઞિક પુરુષની પ્રવૃત્તિને અર્થ ભાવના કહે છે. ભ ક્ર-મીમાંસકે ભાવનાને વિધિરૂપે સ્વીકારે છે. અને પ્રભાકરે નિગને વિધિરૂપે માને છે. જેના દ્વારા યજ્ઞમાં નિયુક્ત કરાય તેને નિગ કહે છે. અને તે નિગ ૧૧ પ્રકારના છે. કોઈ પ્રેરણા આદિને તે કઈ તિરસ્કાર પૂર્વકની પ્રેરણાને વિધિરૂપે સ્વીકારે છે. આમ વિધિવાદી ફલ, તેની અભિલાષા અને કર્મ આદિ ભિન્ન ભિન્ન સ્વરૂપે વિધિને સ્વીકારે છે. આ બધા મતનું નિરૂપણ અને ખંડન પ્રભાચંદ્રકૃત “ન્યાયકુમુદચંદ્ર” નામના ગ્રંથમાંથી જાણી લેવું
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy