SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૧૯-૨૦ ૬૩ ___६७०. विषयकृतश्च-रूपवद्रव्येष्वसर्वपर्यायेष्ववधेविषयनिबन्धस्तदनन्तभा'गे मनःपर्यायस्य इति। - વસિતં મુર્થ પ્રત્યક્ષમ્ Inશા ६ ७१. अथ सांव्यवहारिकमाह .. इन्द्रियमनोनिमित्तोऽवग्रहेहावायधारणात्मा सांव्यवहारिकम् ॥२०॥ ન પણ થાય, એટલે વિશુદ્ધચારિત્ર વિના તેવા ક્ષયોપશમનો સંભવ નથી, પરંતુ જેમ સમકિત એ તીર્થકર નામકર્મનો હેતુ છે, છતાં બધા સમકિતીને તેનો બંધ થતો નથી, તેમ બધાને મન:પર્યવજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય જ એવું નથી, આપણે જોઇએ જ છીએ સૂમસંહરાય સુધી પહોંચેલ પણ બધાને મન:પર્યવ જ્ઞાન નથી પણ થતુ. કા.કે. આ કંઈ અવધિજ્ઞાન જેવું નથી કે બધા દેવો નારકોને થાય, તેમ બધા સંયમીને થઈ જ જાય એટલે બધા સંયમીને મન:પર્યવજ્ઞાનનો ક્ષયોપશમ થઇ જ જાય એવું નથી. નહીંતર ૧૦મે ગુણઠાણે તો બધા મન-પર્યવજ્ઞાની જ બની જાય. એટલે માત્ર વિશુદ્ધ ચારિત્ર મનઃ પર્યવજ્ઞાનનું કારણ નથી, સાથોસાથ ક્ષયોપશમ તો થવો જરૂરી છે જ, અને તેનો વિચિત્રસ્વભાવવાળો હોવાથી નિયત નથી કે આ નંબરનું સંયમનું સ્થાન આવે એટલે થઈ જ જાય, એટલો નિયમ ખરો કે અમુક સંયમ સ્થાને પહોંચો પછી જ તેવો ક્ષયોપશમ થાય, તેનાથી નીચલા સંયમસ્થાને હોઈએ તો ન થાય. ] ૭૦. અવધિજ્ઞાન બધા રૂપી દ્રવ્યોનું થઈ શકે છે. પરંતુ તે પણ બધા પર્યાયને અવગાહન કરતું નથી. જ્યારે મન:પર્યવજ્ઞાન માત્ર સંજ્ઞી જીવોથી ગૃહીત મનોવર્ગણાને સાક્ષાત્ કરતુ હોવાથી અવધિજ્ઞાનની અપેક્ષાએ આનો વિષય અનંતમો ભાગ જ બને છે. આ વિષયકૃત ભેદ થયો. આ પ્રમાણે મુખ્ય પ્રત્યક્ષ સંબંધી વ્યાખ્યા પૂર્ણ થઈ. અપ્રતિપાતિ અને પરમાવધિને છોડી બધી જાતનું અવધિજ્ઞાન પ્રતિપાતિ સંભવે છે. જ્યારે વિપુલમતિ મન:પર્યવ જ્ઞાની એજ ભવે મોક્ષે જનાર હોવાથી અપ્રતિપાદિત હોય છે. જુમતિ પ્રતિપાતિ પણ છે. ૭૧. હવે સાંવ્યવહારિક જ્ઞાનની વ્યાખ્યા કરે છે... ઈન્દ્રિય અને મનના નિમિત્તથી થવાવાળું અવગ્રહ અવાય ધારણા સ્વરૂપ સાંવ્યવહારિક-ઉપચારિત પ્રત્યક્ષ હોય છે. १ मनोलक्षणे। (૪) બલ - મન વચન અને કાયાનું બળ. (૫) ઔષધ - આમષધિ જેનો સ્પર્શમાત્ર બધી દવાનું કામ કરે. સ્વલ–જેના.કફ, લાળ, આંખનો મેલ, નાસિકાનો મેલ, દવાનું કામ કરે. ઇત્યાદિ શરીરની મલિન વસ્તુઓ પણ દવાનું કામ કરે એટલે તેના ઉપયોગ માત્રથી બધા રોગનાશ પામી જાય, તેમજ આસ્યનિર્વિષ- જેમના વચનમાત્રથી રોગીનો રોગ કે વિષનાશ પામી જાય, દષ્ટિનિર્વિષ જેમના દર્શન માત્રથી રોગ કે વિષ નાશ પામી જય. (૯) રસ (૧) આશીવિષરસ - “તુમ મર જાઓ” કહેવા માત્રથી સામેની વ્યક્તિ મરી જાય, (જે વ્યક્તિ માટે બોલ્યો હોય તે) “નિર્વિષ થાઓ” એમ બોલવાથી રોગી મરવા પડેલો જીવી જાય (૨) દષ્ટિવિષમારવાની ભાવનાથી નજર કરતા વિવક્ષિત વ્યક્તિ મરી જાય, અમૃતરસ- નીરોગીકરવાની ભાવનાથી નજર કરતા વિવક્ષિત વ્યક્તિ નિરોગી બની જાય (૩) ક્ષીર-મધુ-સર્પિઅમૃતસાવી જે મુનિના હાથમાં રહેલો લખો સુકો આહાર દુધ, મધ, ઘી અને અમૃત તુલ્ય સ્વાદવાળો બની જાય. (૭) ક્ષેત્ર (અક્ષણ મહાનસજેમના પ્રભાવથી ચકવર્તીનું સૈન્ય જમે તો પણ આહાર ખુટે નહીં) અક્ષીણ મહાલય -૪ ધનુષ્ય પ્રમાણ ક્ષેત્રમાં અનેક સંખ્યા મનુષ્ય આરામથી રહી શકે. આમાંથી એકાદ અહિ જે મહાત્માને પ્રાપ્ત થઈ હોય તેને જ મન:પર્યાય શાન પેદા થાય છે, એટલે સંયમના પ્રભાવથી જયાં સુધી એક પણ દ્ધિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધુને પણ આ શાન થઈ શકતું નથી. જૈિનેન્દ્ર સિદ્ધાંત કોશ.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy