SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ /૧૧/૨૦ પ્રમાણમીમાંસા ६ ७२. इन्द्रियाणि स्पर्शनादीनि वक्ष्यमाणलक्षणानि, मनश्च निमित्तं कारणं यस्य स तथा । सामान्यलक्षणानुवृत्तेः सम्यगर्थनिर्णयस्येदं विशेषणं तेन 'इन्द्रियमनोनिमित्तः' सम्यगर्थनिर्णयः। कारणमुक्त्वा स्वरूपमाह-अवग्रहेहावाय-धारणात्मा'। अवग्रहादयो वक्ष्यमाणलक्षणाः त आत्मा यस्य सोऽवग्रहेहावायधारणात्मा। 'आत्म'ग्रहणं च क्रमेणोत्पद्यमानानामप्यवग्रहादीनां नात्यन्तिको भेदः, किन्तु पूर्वपूर्वस्योत्तरोत्तररूपतया परिणामादेकात्मकत्वमिति प्रदर्शनार्थम् । समीचीनः प्रवृत्तिनिवृत्तिरूपो व्यवहारः संव्यवहारस्तत्प्रयोजनं 'सांव्यवहारिकम्' प्रत्यक्षम् । इन्द्रियमनोनिमित्तत्वं च समस्तं व्यस्तं च बोद्धव्यम् । इन्द्रियप्राधान्यात् मनोबलाधानाच्चोत्पद्यमान इन्द्रियजः । मनस एव विशुद्धिसव्यपेक्षादुपजायमानो मनोनिमित्त इति । ૭૨. ઈન્દ્રિયો સ્પર્શ વગેરે અમે આગળ કહેવાના છીએ એવા લક્ષણવાળી છે. તે અને મન જેમાં નિમિત્ત બનતું હોય એવું જ્ઞાન (અર્થાત્ સાંવ્યવહારિક પ્રત્યક્ષ). પ્રમાણના સામાન્ય લક્ષણની અનુવૃત્તિ આવતી હોવાથી સમ્યગુ અર્થ નિર્ણયનું આ વિશેષણ સમજવું. એટલે કે જે સમ્યઅર્થનિર્ણય ઈદ્રિય અને મનના નિમિત્તથી થાય છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ. આ પ્રમાણે સાંવ્યવહારિક પ્રત્યક્ષનાં સાધન - કારણ દર્શાવ્યા હવે સ્વરૂપ દર્શાવે છે. અવગ્રહાદયો વક્ષ્યમાણલક્ષણઃ તે આત્મા યસ્ય સ=સમ્યગુ અર્થનિર્ણયઃ = કહેવાતા સ્વરૂપલક્ષણવાળા તે અવગ્રહ ઇહા, અવાય ધારણા આત્મા–સ્વભાવ છે જેનો તેવો સમ્યઅર્થ નિર્ણય “વહેવાયથારVIભા” આ સમ્યગુઅર્થનિર્ણયનું વિશેષણ લેવાનુ અને આવા નિર્ણયને–નિશ્ચયને સાંવ્યવહારિક જ્ઞાન કહેવાય. આત્મા શબ્દનો પ્રયોગ એવું દર્શાવવા માટે કર્યો છે કે અનુક્રમે ઉત્પન્ન થતા અવગ્રહ વગેરેમાં અત્યંત–સર્વથા ભેદ નથી. પરંતુ પૂર્વ પૂર્વનું જ્ઞાન જ ઉત્તર ઉત્તર રૂપે પરિણત થાય છે. એટલે કે અવગ્રહ જ્ઞાન ઈહા રૂપે, ઈહા અપાય રૂપે અપાય ધારણા રૂપે પરિણામ પામે છે, તે આખો એક જ દીર્ઘ ઉપયોગ હોય છે. એમ તેમનામાં એકાત્મકતા રહેલી છે. [સમીચીન ઠીક, સહી, સત્ય, યોગ્ય, સમુચિત સુસંગત (સં.હિં.)]સાચી સંવાદી સમીચીન પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ વ્યવહાર તે સંવ્યવહાર તેનું જે પ્રયોજન-જનક હોય તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ. આ જ્ઞાન આત્માને સાક્ષાત પ્રત્યક્ષ નથી એટલે આને મુખ્ય પ્રત્યક્ષ તો નથી કહેવાતું, પરંતુ આ જ્ઞાનનાં આધારે (અનુમાનાદિ પ્રમાણની જેમ વ્યાપ્તિજ્ઞાન વિ. નો સહારો લીધા વિના પણ) સમીચીન વ્યવહાર ચાલી શકે છે માટે ઉપચારથી આ જ્ઞાનને પણ પ્રત્યક્ષ કહેવાય છે. (હકીકતમાંતો તત્વાર્થમાં “આઘેપરોક્ષે કહીને મતિ શ્રુત જ્ઞાનને પરોક્ષ જ કહેલ છે.) આ જ્ઞાનમાં ઈન્દ્રિય અને મન ભેગાં મળીને, તેમજ જુદા જુદા પણ કારણ બને છે. જે જ્ઞાનમાં ઈન્દ્રિય પ્રધાન હોય અને મનની જેમાં ગૌણ રૂપે જરૂર પડે તે ઇન્દ્રિયજ પ્રત્યક્ષ કહેવાય. • જેમ નાકથી ગંધનું જ્ઞાન કરીએ ત્યારે ગંધ સાથે તો નાકનો જ સંબંધ થાય. તેની સૂચના મન દ્વારા આત્માને પહોંચે છે. એમ મન તો (Media) મીડીયા-માધ્યમનું કામ કરે છે. કંઈ વિષયને ગ્રહણ કરવા મન
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy