SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ /૧/૧/૧૯ પ્રમાણમીમાંસા - विशुद्धिक्षेत्रस्वामिविषयभेदात् तद्भेदः ॥१९॥ હું ૨૭. સત્યપ ત્સિથળે શિયાતિવતવધીને ૫યજ્ઞાના तत्रावधिज्ञानान्मनःपर्यायज्ञानं विशुद्धतरम् । यानि हि मनोद्रव्याणि अवधिज्ञानी जानीते तानि मनःपर्यायज्ञानी विशुद्धतराणि जानीते। ६८. क्षेत्र कृतश्चानयोर्भेदः-अवधिज्ञानमङ्गुलस्यासोयभागादिषु भवति आसर्वलोकात्, मनःपर्यायज्ञानं तु मनुष्यक्षेत्र एव भवति । ६९. स्वामिकृतोऽपि-अवधिज्ञानं संयतस्यासंयतस्य संयतासंयतस्य च सर्वगतिषु भवति, मनःपर्यायज्ञानं तु मनुष्यसंयतस्य प्रकृष्टचारित्रस्य प्रमत्तादिषु क्षीणकषायान्तेषु गुणस्थानकेषु भवति । तत्रापि वर्धमानपरिणामस्य नेतरस्य । वर्धमानपरिणामस्यापि ऋद्धिप्राप्तस्य नेतरस्य । ऋद्धिप्राप्तस्यापि कस्यचिन्न सर्वस्येति । વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષયના ભેદથી બન્નેમાં ભેદ છે. ll૧લી કોઈક અપેક્ષાએ સમાનતા હોવા છતાં વિશુદ્ધિ આદિના ભેદથી બનેમાં ભેદ પડે છે. તેમાં અવધિજ્ઞાનથી મનઃપર્યાય વધારે વિશુદ્ધિ ધરાવે છે. એટલે કે જે મનોદ્રવ્યને અવધિજ્ઞાની જાણે છે, તેમને મનઃપર્યાયશાની વધારે વિશુદ્ધિ પૂર્વક જાણે છે. ૬૮. અવધિજ્ઞાન અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડી લોકના છેડા સુધી રહેલા રૂપી દ્રવ્યને જાણી શકે છે. જ્યારે મન:પર્યવજ્ઞાન મનુષ્ય ક્ષેત્ર પુરતું જ હોય છે. ૬૯. સ્વામીને આશ્રયી પણ ભેદ છે, અવધિજ્ઞાન સંયમીને અવિરતિવાળાને-૧,૨,૩,૪ ગુણઠાણે, સંયમસંયમી= દેશવિરતિધરને તેમજ ચારે ચાર ગતિમાં સંભવી શકે છે. જ્યારે મન:પર્યાયજ્ઞાન ઉત્તમચારિત્રી એવા મનુષ્યને જ હોય છે. તેમાં પ્રમત્તથી -થી માંડી ૧૨માં ક્ષીણકષાય ગુણઠાણા સુધી આ જ્ઞાન હોય છે, ૧૩મે તો કેવલજ્ઞાન થઈ જવાથી ક્ષાયોપથમિકશાનનો પ્રશ્ન જ રહેતો નથી, અને સામાન્ય વિરતિવાળાને એની પ્રાપ્તિ થતી જ નથી. એટલે ચારિત્રગુણપ્રત્યય નિમિત્તવાળું મન:પર્યવજ્ઞાન છે, પણ બધા ચારિત્રીને હોય જ એવો નિયમ નથી. પંરતુ ચારિત્ર પામી જે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરે છે, તેને જ આ ગુણપ્રગટ થાય છે. એટલે કે વર્ધમાન સંયમસ્થાનોને પ્રાપ્ત કરનાર તેમજ ઋદ્ધિસંપન્ન સંયમીને આ જ્ઞાન સંભવે છે, બીજાને નહિ. તેમાં પણ બધા જ ઋદ્ધિ સંપન્ન થાય એવો નિયમ નથી, આ સ્વામીકૃત ભેદ થયો. " [એટલે આમાં વિશુદ્ધ ચારિત્રની મહત્તા દર્શાવી છે. છતાં ઋદ્ધિવાળાને આ જ્ઞાન થાય જ આવો નિયમ નથી. કા.કે. વિશુદ્ધિવાળા સંયમી હોવા છતાં જો મનઃ પર્યવજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયપણમ ન થયો હોય તો १ क्षेत्रतश्च-ता०। ૧ તપચારિત્રના પ્રભાવથી મહર્ષિઓને જે કાંઈ ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત થાય છે, તેને દ્ધિ કહેવાય છે. આવી અદ્ધિ છે પ્રકારની છે. (૧) બુદ્ધિ - કેવલજ્ઞાન વગેરે અને બીજબુદ્ધિ, કોષ્ટબુદ્ધિ વગેરે. (૨) વિક્રિયા - (i) ક્રિયા જંધાચારણ વિ. - આકાશગામી અને (ii) વિકિયા - અણિમા વિ. આઠ સિદ્ધિ. (૩) તપ»ઉગ્રતપસ્યા કરવાની શકિત.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy