SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧૧/૧૮ ૬૧ ६ ६५. मनसो द्रव्यरूपस्य पर्यायाश्चिन्तनानुगुणाः परिणामभेदास्तद्विषयं ज्ञानं 'मनःपर्यायः' । तथाविधमनःपर्यायान्यथानुपपत्त्या तु यद्बाह्यचिन्तनीयार्थज्ञानं तत् आनुमानिकमेव न मनःपर्यायप्रत्यक्षम्, ચલા “ના વક્ટ્રોમાdi I” [વિશેષ૦ ૦ ૮૪] તિ | In૨૮ાા ६६६. ननु रूपिद्रव्यविषयत्वे क्षायोपशमिकत्वे च तुल्ये को विशेषोऽवधिमनःपर्याययोरित्याह(૧) ભવપ્રત્યય (૨) ગુણપ્રત્યય ભવનું નિમિત્ત પામીને થનારૂં જ્ઞાન-ભવપ્રત્યય; જેમ પંખીઓમાં આકાશમાં ઉડવાની શક્તિ ભવના નિમિત્તથી મળી જાય છે, તેમ દેવો અને નરકના જીવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે, જો કે ભવપ્રત્યયમાં પણ ક્ષયોપશમની જરૂર તો પડે જ છે. પણ દેવ કે નારકનો ભવ પ્રાપ્ત થતા તેવો ક્ષયોપશમ થઈ જ જાય છે. એટલે ભવની મુખ્યતા હોવાથી તેને ભવપ્રત્યય કહેવાય છે. ગુણપ્રત્યય અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચને હોય છે. રત્નત્રયની આરાધનાનાં પ્રભાવે અવધિજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થવાથી ક્ષયોપશમની તરતમતા પ્રમાણે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. ૬૫. મનોવર્ગણા અર્થાત્ દ્રવ્યમનના ચિંતનને અનુરૂપ જે વિવિધ પ્રકારનાં પર્યાય હોય છે, તેને (મનોવર્ગણાના પર્યાયને) જાણવાવાળું જ્ઞાન મન:પર્યાય જ્ઞાન કહેવાય છે. તથવિધ મન:પર્યાયાચાગુપjજ્યા-તેવા પ્રકારનો મનોવર્ગણાનો આકાર તદનુરૂપ ચિંતન વિના સંભવી ન શકે માટે, આ વર્ગણાનો આવો આકાર છે તેથી આને આવું વિચાર્યું હશે આવું અનુમાન કરાય છે. એટલે સંજ્ઞી જીવો જે કાંઈ વિચારણા કરે તેવા આકારની મનોવર્ગણા ગોઠવાય છે, આવો દ્રવ્યમનનો પર્યાય તાદશ ચિંતનની સાથે વ્યાપ્તિવાળો હોવાથી તે પર્યાય=આકારના આધારે ચિંતિત પદાર્થનો બોધ અનુમાનથી થાય છે. એટલે તેવા બાહ્ય પદાર્થના બોધ મન:પર્યાયરૂપ પ્રત્યક્ષ નથી. વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે મન:પર્યાયજ્ઞાની બાહ્ય પદાર્થોને અનુમાનથી જાણે છે. (વિ.ભા.ગા.૮૧૪) [પ્ર શબ્દને કર્ણો દ્વારા સાંભળતા તે પદાર્થનો બોધ થઈ જ જાય છે, તેમ મનઃ પર્યવજ્ઞાનીને મનોવર્ગણા પ્રત્યક્ષ થવાથી જ પદાર્થ બોધ થઈ જશે, અનુમાનની શી જરૂર છે? જ. ભાષાવર્ગણા પ્રત્યક્ષ થાય છે, પરંતુ તે પદાર્થતો બોધ તો સંકેતવાળાને જ થઈ શકે, એટલે વાચ્ય-વાચકભાવનો (સંબંધ) બોધ જરૂરી છે. એટલે સાંભળવાથી જ્ઞાનને પ્રત્યક્ષ નથી કહેવાતું પરંતુ શાબ્દ પ્રમાણ કહેવાય છે. શબ્દો સાંભળવા તે પ્રત્યક્ષ અને વાચ્ય-વાચકભાવના આધારે શબ્દો ઉપરથી બોધ કરવોતે શાબ્દબોધ=શ્રુતજ્ઞાન. હા એટલું ચોક્કસ છે કે પૂર્વકૃત સંકેતને યાદ કર્યા વિના સીધો જ શબ્દોથી બોધ થઈ જાય તો તે મતિજ્ઞાન=પ્રત્યક્ષ કહેવાય. તેજ રીતે મનોવર્ગણા મન:પર્યવજ્ઞાનીને પ્રત્યક્ષ થવા છતાં પદાર્થ સાથે તે વર્ગણાનો અવિનાભાવ વિના તે પદાર્થનો બોધ ન સંભવે એથી જ પદાર્થ બોધમાટે અવિનાભાવના જ્ઞાનના આધારે અનુમાન કરાય છે.] ૬૬.અહીં શંકા થાય કે અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન બન્નેનો વિષય રૂપી દ્રવ્ય છે અને બન્ને લાયોપથમિક ભાવવાળા છે. તો પછી બન્નેમાં ફેર શું? તેનું સમાધાન કરતા કહે છે....
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy