SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ /૨/૧/૩૪ પ્રમાણમીમાંસા परोक्तमशेषमप्रत्युच्चारयतोऽपि दूषणवचनाव्याघातात् । यथा सर्वमनित्यं सत्त्वादित्युक्तेसत्त्वादित्ययं हेतुविरुद्ध इति हेतुमेवोच्चार्य विरुद्धतोद्भाव्यतेक्षणक्षयायेकान्ते सर्वथार्थक्रियाविरोधात् सत्त्वानुपपत्तेरिति च समर्थ्यते । तावता च परोक्तहेतोर्दूषणात्किमन्यो च्चारणेन ?। अथैवं दूषयितुमसमर्थः शास्त्रार्थपरिज्ञानविशेषविकलत्वात्, तदायमुत्तराप्रतिपत्तेरेव तिरस्क्रियते न पुनरननुभाषणादिति [१४]। ६९५. पर्षदा विज्ञातस्यापि वादिवाक्यार्थस्य प्रतिवादिनो यदज्ञानं तदज्ञानं नाम निग्रहस्थानं भवति । अविदितोत्तरविषयो हि कोत्तरं ब्रूयात् ? । न चाननुभाषणमेवेदम्, ज्ञातेऽपि वस्तुन्यनुभाषणासामर्थ्यदर्शनात् । एतदप्यसाम्प्रतम्, प्रतिज्ञाहान्यादिनिग्रहस्थानानां भेदा भावानुषगात्, तत्राप्यज्ञानस्यैव सम्भवात् । तेषां तत्प्रभेदत्वे वा निग्रहस्थानप्रतिनियमाभावप्रसङ्गः, परोक्तस्याऽर्धाऽज्ञानादिभेदेन નિરાહાનાનેવત્વાસન્ [૫] સ્થાન છે કે જેનું ઉચ્ચારણ કર્યા વિના સાધ્યની સિદ્ધિ ન થઈ શકે, તેનું ઉચ્ચારણ ન કરવાથી અનનુભાષણ થાય છે? તેમાં પહેલો પક્ષ સ્વીકારવો અયુક્ત છે, કારણ વાદીએ કહેલું બધું પ્રત્યુચ્ચારણ કર્યા વગર પણ દૂષણનો પ્રયોગ કરવામાં કોઈ બાધ આવતો નથી. જેમ વાદીએ કહ્યું “બધા પદાર્થો અનિત્ય છે, સતું હોવાથી” અહીં પ્રતિવાદી વાદીના સમગ્ર કથનને ઉચ્ચાર્યા વગર “સતું હોવાથી” આ હેતુ વિરૂદ્ધ છે. એમ માત્ર હેતુનો જ ઉચ્ચાર કરી વિરુદ્ધ દોષનું ઉલ્કાવન કરવામાં આવે છે કે –“ક્ષણક્ષય આદિ એકાન્તમાં અર્થક્રિયાનો સર્વથા વિરોધ છે, માટે ત્યાં સત્ત્વ ઘટી શકતું નથી.” આમ કહી પ્રતિવાદીના હેતુનું નિરસન કરે છે. એટલે આવી દલીલ આપી હેતુ વિરૂદ્ધ છે, એનું સમર્થન કરે છે. તેટલા કથનથી બીજાએ કહેલ હેતુ દૂષિત થઈ જતો હોવાથી તેનાથી વધારે ઉચ્ચાર કરવાનો શો મતલબ? એથી જે શબ્દો ફરી ઉચ્ચાર્યા વગર સાધ્યની સિદ્ધિ ન થઇ શકે, તેમનો જ ઉચ્ચાર ન કરવો તે અનનુભાષણ માનવું જોઇએ. કદાચિત પ્રતિવાદી શાસ્ત્રનાં અર્થના વિશિષ્ટ પરિજ્ઞાનથી વિકલ હોવાથી હેતનો ઉચ્ચાર કરી તેને દૂષિત કરવા સમર્થ ન પણ હોય, તેથી આ તો ઉત્તર-જવાબ ન સૂજવાના કારણે જ તિરસ્કૃત–પ્રતિવાદી પરાજિત થઈ જશે. નહીં કે અનનુભાષણનાં કારણે. ૯૫. અજ્ઞાન – વાદી દ્વારા પ્રયુક્ત વાક્યનાં અર્થને સભા સમજી લે, પરંતુ પ્રતિવાદીની સમજમાં ન આવે તે અજ્ઞાન નિગ્રહસ્થાન છે. પ્રતિવાદી ઉત્તરના વિષયને જ ન સમજે તો શેની બાબતમાં ઉત્તર આપશે? આનો અનનુભાષણમાં સમાવેશ થઈ શકતો નથી. કારણ કે અનુભાષણ=પુનરુચ્ચાર કરવાનું અસમર્થ તો જ્ઞાત વસ્તુમાં પણ જોવા મળે છે. પ્રતિવાદીને વાદીએ કહેલ હેતુ પ્રયોગ તો ખ્યાલમાં છે, એટલે તે શબ્દનો વિષયતો જ્ઞાત થયેલો છે, પરંતુ ભાઈ સાહેબને ઉત્તર સૂઝતો નથી, માટે ક્ષોભ પામી જવાથી કશું બોલતો નથી. એમ તે પ્રતિજ્ઞા વિ.નો પુનઃ પ્રતિવાદી દ્વારા ઉચ્ચારણ અનુભાષણ ન કરવામાં અસામર્થ્ય તો વાદીના કથનનો ખ્યાલ હોય તો પણ સંભવે છે. જૈનાઃ નૈયાયિકની આ માન્યતા પણ બરાબર નથી, કારણ કે અજ્ઞાન નિગ્રહસ્થાન જુદુ માનતાં પ્રતિજ્ઞાહાનિ વગેરે નિગ્રહસ્થાનો અલગ નહિ રહી શકે, કારણ કે પ્રતિજ્ઞાહાનિ વગેરે થવામાં પણ અજ્ઞાન જ હેત છે. જો તેઓને અજ્ઞાન નિગ્રહસ્થાનથી ભિન માનવાનો આગ્રહ રાખશો તો નિગ્રહસ્થાનોની પ્રતિનિયત સંખ્યા નહી રહી શકે. પછી તો વાદીનાં અડધા કથનને નહી સમજવાથી, તેનાં સાધ્યને નહીં સમજવાથી १ तावता परो० -डे० । २ भेदमा० -डे० ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy