SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૩૪ ૨૬૩ इत्यादि । ततः स्पष्टार्थवाचकैस्तैरेवान्यैर्वा शब्दैः सभ्याः प्रतिपादनीयाः । तदप्रतिपादकशब्दानां तु सकृत पुनः पुनर्वाभिधानं निरर्थकं न तु पुनरुक्तमिति । यदपि अर्थादापन्नस्य स्वशब्देन पुनर्वचनं पुनरुक्तमुक्तं यथा असत्सु मेघेषु वृष्टिर्न भवतीत्युक्ते अर्थादापद्यते सत्सु भवतीति तत् कण्ठेन कथ्यमानं पुनरुक्तं भवति, अर्थगत्यर्थे हि शब्दप्रयोगे प्रतीतेऽर्थे किं तेनेति ? । एतदपि प्रतिपन्नार्थप्रतिपादकत्वेन वैयर्थ्यान्निग्रहस्थानं नान्यथा । तथा चेदं निर्थकान 'विशिष्येतेति [१३] । ६ ९४. पर्षदा विदितस्य वादिना त्रिरभिहितस्यापि यदप्रत्युच्चारणं तदननुभाषणं नाम निग्रहस्थानं भवति, अप्रत्युच्चारयत् (न्) किमाश्रयं दूषणमभिदधतीति( ०दधीतेति) । अत्रापि कि सर्वस्य वादिनोक्तस्याननुभाषणम् उत' यन्नान्तरीयिका साध्यसिद्धिस्तस्येति ?। तत्राद्यः पक्षोऽयुक्तः, પુનરુક્તિ દોષ લાગતો નથી. અહીં આગલ હસતિ રુદતિ, પ્રધાવતિ, પ્રદિતિ, પ્રકૃત્યતિ વર્તમાન કૃદંતની સપ્તમી વિભક્તિ છે. સતિ સપ્તમીના અર્થમાં “યભાવો ભાવ લક્ષણમ્” રરોરા૧૦૬ો સિહે.થી સપ્તમી વિ. થયેલ છે. અન્ય હસતિ વિગેરે પ્રયોગો વર્તમાન ક્રિયા પદ છે. સ્પષ્ટ અર્થના વાચક તેજ શબ્દો દ્વારા કે અન્ય શબ્દો દ્વારા સભ્યોને સ્વઈષ્ટ અર્થ સમજાવવો જોઈએ. પૂર્વના શબ્દોથી ખબર ન પડે તો તેવા જ અર્થનું પ્રતિપાદન કરનાર અન્ય શબ્દો દ્વારા પણ સભાજનોને સમજાવવાથી પુનરુક્તિ દોષ માનવો યોગ્ય નથી. હા જે અભીષ્ટ અર્થના પ્રતિપાદક ન હોય તેમનું એકવાર કહેવુ કે વારંવાર કહેવું, તે નિરર્થક જ છે. તેથી તે નિરર્થક નિગ્રહસ્થાન બનશે. પરંતુ તે પુનરુક્ત નહીં બને. જે વાત અર્થથી જાણી લેવાય, તેને શબ્દો દ્વારા ફરી કહેવી પુનરુક્તિ છે. જેમ વાદળાનાં અભાવમાં વૃષ્ટિ નથી થતી, આમ કહેતા પોતાને મેળે જ એની ખબર પડી જાય છે કે વાદળા હોય તો વૃષ્ટિ થાય છે, માટે તે વાત કંઠ દ્વારા શબ્દો બોલીને કહેવી પુનરુક્તિ કહેવાય. અર્થને સમજવા માટે તો શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, હવે જો અર્થ જણાઈ જ આવ્યો છે તો પછી શબ્દ પ્રયોગની શી જરૂર ? જૈના” આવી પુનરુક્તિ પણ પ્રતિપનાર્થ =પ્રતીત અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ પ્રયોગના કારણે છે. એટલે તેવો પ્રયોગ સાર્થક ન બનતો હોવાથી દોષ રૂપે બને છે, નહીં કે બીજીવાર કહેવાથી. તેથી આ પણ નિરર્થક નિગ્રહ સ્થાનથી ભિન્ન નથી. ઉપરોક્ત વાક્યથી વાદળા હોય ત્યાં વૃષ્ટિ થાય છે, આ પ્રતીતિ થઈ જાય છે, તે માટે શબ્દ પ્રયોગ કરવો નકામો છે, જે લાકડું પોતાની મેળે તુટી ગયું/જાય, તેના ઉપર કુહાડાના ઘા કરવા વ્યર્થ છે. તેની જેમ જ્યાં અર્થ જણાઈ જતો હોય ત્યાં તે માટે શબ્દ પ્રયોગ જરૂરી ન હોવાથી દોષ રૂપ બને છે. કાંઈ બીજી વાર કહેવાથી નહીં. એટલે નકામો શબ્દ પ્રયોગ કરવો તે તો નિરર્થક નિગ્રહ સ્થાન થયુ ને. અને જ્યાં અર્થ પ્રતીત ન થતો હોય ત્યાં તો તેવો શબ્દ પ્રયોગ અર્થ સમજાવવામાં ઉપયોગી થતો હોવાથી દોષ રૂપ નથી. જેમ અન્યભાષાના માનવીને, ઉક્ત શબ્દના પર્યાયથી અશાતને પ્રતિ સરળ–પ્રસિદ્ધ પર્યાયવાચીનો પ્રયોગ કરવો ઉપયોગી બને છે. જેમ ટીકામાં પર્યાયવાચી શબ્દો દર્શાવવામાં આવે છે. ૯૪. અનનુભાષણ ઋસભ્યો જેને સમજી લે અને વાદીએ તેનો ત્રણવાર ઉચ્ચાર કર્યો હોય છતાં પ્રતિવાદી તેનું પ્રતિ ઉચ્ચારણ ન કરે તો આ નિગ્રહ સ્થાન લાગુ પડે છે. વાદીના કથનનું પ્રત્યુચ્ચારણ જ ન કરે તો તેમાં દૂષણ કેવી રીતે આપી શકે? શેને આશ્રયી દૂષણ આપે ? જૈના: અહીં પણ આ વિચારણીય છે કે વાદીના સમગ્ર કથનનું ઉચ્ચારણ ન કરવું અનનુભાષણ નિગ્રહ १ विशेष्ये ० -डे० । २ उत यनान्तरीयिका ०-ता । उत प्रयत्नानन्तरीयिका-डे० ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy