SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૩૪ ૨૬૫ ६ ९६. परपक्षे गृहीतेऽप्यनुभाषितेऽपि तस्मिन्नुत्तराप्रतिपत्तिरप्रतिभा नाम निग्रहस्थानं भवति । ઘણાવ્યજ્ઞાનાન્ન fખતે [૨૬] ६ ९७. “कार्यव्यासङ्गात् कथाविच्छेदो विक्षेपः" [न्यायसू० ५.२.१९] नाम निग्रहस्थानं भवति । सिषाधयिषितस्यार्थस्याशक्यसाधनतामवसाय कथां विच्छिनत्ति 'इदं मे करणीयं परिहीयते, पीनसेन कण्ठ उपरुद्धः' इत्याद्यभिधाय कथां विच्छिन्दन् विक्षेपेण पराजीयते । एतदप्यज्ञान तो नार्थान्तरमिति [१७] । ६ ९८. स्वपक्षे परापादितदोषमनुद्धृत्य तमेव परपक्षे प्रतीपमापादयतो मतानुज्ञा नाम निग्रहस्थानं भवति । चौरो भवान् पुरुषत्वात् प्रसिद्धचौरवदित्युक्ते-भवानपि चोरःपुरुषत्वादिति ब्रुवन्नात्मनः परापादितं चौरत्वदोषमभ्युपगतवान् भवतीति मतानुज्ञया निगृह्यते । इदमप्यज्ञानान्न भिद्यते । अनैकान्तिकता वात्र हेतोः, स ह्यात्मीयहेतो'रात्मनैवानैकान्तिकतां दृष्टवा प्राह-भवत्पक्षेऽप्यं दोषः समानस्त्वमपि 'पुरुषोऽसीत्यनैकान्तिकत्वमेवोद्भावयतीति १८ । ઈત્યાદીના કારણે ભિન્ન ભિન્ન અનેક નિગ્રહસ્થાન માનવા પડશે. ૯૬. અપ્રતિભા પરિપક્ષને સમજવા છતાં અને પરપક્ષ સંબંધી કથનનું અનુભાષણ કરવા છતાં તેનો ઉત્તર ન સૂઝવો તે અપ્રતિભા નિગ્રહસ્થાન છે. પ્રતિવાદીના કહેવાનો મતલબ એ છે કે “શબ્દ અનિત્ય છે” અને પોતે પાછો સભા અને પ્રતિવાદીની સામે ઉચ્ચાર પણ કર્યો કે તમે “શબ્દ અનિત્ય છે” એમ કહી રહ્યા છો ને ? એમ અનુભાષણ પણ થઈ ગયું. પણ ભાઈસાહેબને આનું ખંડન કરવાની કોઈ યુક્તિ હાથમાં ન આવી. જૈનાઃ ભગાભાઈ ! આનો અજ્ઞાન નિગ્રહસ્થાનથી કશો ફેર પડતો નથી. " ૯૭. વિક્ષેપ કોઈ કાર્યનો વ્યાસંગ–બહાનું બતાવી વચ્ચે જ કથાનો વિચ્છેદ કરી દેવો, તેને વિક્ષેપ નામનું નિગ્રહસ્થાન કહે છે. ઈચ્છલ અર્થને સિદ્ધ કરવાનું અશક્ય જાણી વચ્ચે જ કથાવાદને સમાપ્ત કરી દે કે “મારે આ કામ બગડી રહ્યું છે,” “શરદી કે કફને લીધે મારો કંઠ રૂંધાઈ ગયો છે” ઇત્યાદિ કહી કથાનો વિચ્છેદ કરતો વ્યક્તિ વિક્ષેપ નિગ્રહ સ્થાનથી નિગૃહીત–પરાજિત થાય છે. જૈનાઃ પરંતુ આ પણ અજ્ઞાનથી અલગ નથી કારણ કે ભાઈસાહેબ પોતાનામાં ખામી જોઈ છટકવાની બારી કાઢી રહ્યા છે, એટલે મૂલમાં તો સાધ્ય સિદ્ધ કરવાનું અજ્ઞાન જ કારણ બન્યું ને ૯૮. મતાનુજ્ઞા સ્વપક્ષમાં બીજાએ આપેલ દોષનો ઉદ્ધાર કર્યા વિના તેજ દોષ ઉલ્ટો પરપક્ષમાં આપતા મતાનુશા નિગ્રહસ્થાન થાય છે. જેમ વાદી કહે કે “આપ ચોર છો, પુરૂષ હોવાથી, પ્રસિદ્ધ ચોરની જેમ” ત્યારે પ્રતિવાદી કહે “આપશ્રી પણ ચોર છો, પુરૂષ હોવાથી” આમ કહેતા બીજાએ પોતાનાં ઉપર જે દોષનો ટોપલો ઢોળ્યો હતો તેનો=ચોરત્વ દોષનો સ્વીકાર થઈ જાય છે. જૈના: આ પણ અજ્ઞાનથી અલગ નથી, બીજાને દોષ આપતા પોતાને ખ્યાલ ન આવ્યો કે મારા ઉપર આક્ષેપનો કળશ ઢોળાઈ જશે. અથવા અહીં તો હેતુમાં અનૈકાન્તિકતા સમજવી. વાદી દ્વારા ચોરનો આક્ષેપ કરવા જે પુરૂષત્વ હેતુ આપ્યો તે પ્રતિવાદીનો પોતાનો હેતુ છે, કારણ એ પુરૂષત્વ પોતાનામાં રહેલુ જ છે. પણ તે હેતુની પોતાના વડે=પુરૂષ હેતુ દ્વારા અનૈકાન્તિકતા જોઈ (આત્મીય હેતુ હોવાથી સ્વમાં જ રહેવો જોઈએ પરંતુ તે પુરૂષત્વ અન્ય પુરૂષમાં પણ રહેલું છે માટે) પોતાના ૧ -૦નતો ન બદલે ૩૦-૫-૫૦ ૨-૦ચત્નીને - ૩ પુરો થવી - I
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy