SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ /૨/૧/૨૦ પ્રમાણમીમાંસા पक्षविपक्षकदेशवृत्तिर्यथा नित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वात् । असति सपक्षे चत्वारो विरुद्धाः । पक्षविपक्षव्यापको यथा आकाशविशेषगुणः शब्दः प्रमेयत्वात् । पक्षव्यापको विपक्षकदेशवृत्तिर्यथा ૨. પક્ષ વ્યાપક અને વિપક્ષ એક દેશ વૃત્તિ - “શબ્દ નિત્ય છે, સામાન્યવાનું હોતે છતે આપણી બાોન્દ્રિય-શ્રોત્રથી ગ્રાહ્ય હોવાથી”, આ હેતુ પક્ષ શબ્દમાં વ્યાપ્ત છે, કારણ કે તમામ શબ્દો એ શબ્દ– નામની જાતિવાળા છે અને બાહ્ય શ્રવણેદ્રિયથી ગ્રાહ્ય પણ છે, એમ શબ્દ-પક્ષમાં સર્વત્ર હેતુ રહેવાથી પક્ષમાં વ્યાપ્ત થયો. પરંતુ વિપક્ષ-અનિત્યના એક દેશ ઘટાદિમાં રહે છે, કારણ કે ઘટાદિ ઘટત્વ જાતિવાળા છે અને બાહ્ય ચક્ષુરિન્દ્રિયથી ગ્રાહ્ય પણ છે. જ્યારે, અનિત્ય એવા ચણક-સુખ-દુઃખ વગેરે વિપક્ષમાં નથી રહેતો, કા. કે. સુખ-દુઃખ ચિત્ત વૃત્તિરૂપે હોવાથી બાહેંદ્રિયથી ગ્રાહ્ય ન બને. ચણક મહત્ત્વ જન્ય ન હોવાથી તેમાં મહત્ત્વ ન હોવાથી કચણુક વગેરે બ્રાહ્યન્દ્રિય ગ્રાહ્ય નથી. નિત્યથી વિપરીત અનિત્ય પદાર્થ સામાન્યવાનું હોઈ બાોન્દ્રિય ગ્રાહ્ય હોવાથી તેની સાથે હેતુનો અવિનાભાવ ઘટે છે પરંતુ નિત્ય પદાર્થ સાથે નહિં. કારણ કે કોઈ પણ નિત્ય પદાર્થ આપણી બાોન્દ્રિયથી ગ્રાહ્ય નથી. અત્યંતાભાવ બોકિય ગ્રાહ્ય છે. પણ તે સામાન્યવાનું નથી માટે નિત્ય એવા અત્યંતાભાવ સાથે પણ હેતુની વ્યાપ્તિ નથી. ૩ પક્ષ એક દેશવૃત્તિ વિપક્ષ વ્યાપકમ્પક્ષનાં એક દેશમાં રહે અને વિપક્ષમાં વ્યાપ્ત હોય તે, જેમ “પૃથ્વી નિત્ય છે, કૃતક હોવાથી અહીં પક્ષ પૃથ્વીનો એક દેશ પૃથ્વીપરમાણુંમાં કૃતક હેતુ નથી રહેતો, નિત્યનો વિપરીત અનિત્ય સાથે વિપક્ષ શબ્દાદિમાં કૃતક હેતુ વ્યાપ્ત છે, માટે આ વિરૂદ્ધ હેતુ છે. [પૃથ્વી પક્ષનાબળે વિપક્ષપણ સત્ લેવાનો છે, તેથી પ્રાગભાવ અનિત્ય છે પણ તેમાં કૃતકત્વ નથી પરંતુ તે પ્રાગભાવ વિપક્ષરૂપે નથી લેવાનો કારણ કે તે સતુ નથી.]. ૪. પક્ષ વિપક્ષ એક દેશ વૃત્તિ –“શબ્દ નિત્ય છે પ્રયત્નાનત્તરીય હોવાથી આ હેતુ પક્ષ શબ્દના એક દેશ પુરૂષ જન્ય શબ્દ સ્વરૂપ ભાગમાં અને વિપક્ષ ઘટાદિમાં રહે છે, વળી પક્ષનો એક દેશ = વિજળી સાથે કડાકાનો અવાજ થાય છે, તેવો શબ્દ પક્ષ છે, પરંતુ તેમાં પ્રયત્નજન્યત્વ નથી, અને વિજળી અનિત્ય હોવાથી વિપક્ષરૂપે તો છે, પરંતુ તે પણ કોઈના પ્રયત્નથી જન્ચ નથી. (વિસસા પ્રયોગથી પેદા થતી હોવાથી) વિદ્યુત વગેરે પણ વિપક્ષ છે, ત્યાં આ હેતુ નથી રહેતો. પણ પ્રયત્નજન્યત્વ સાધ્ય= નિત્ય પદાર્થથી ભિન્ન અનિત્ય પદાર્થમાં જ વ્યાપ્ત = રહે છે, માટે આ હેતુ વિરૂદ્ધ છે. નિશ્ચિત નિત્યત્વ સાધ્ય ધર્મવાળા આકાશાદિ આ દુનિયામાં વિદ્યમાન જ છે, માટે આ ચાર પ્રકારો સપક્ષની વિદ્યમાનતા વાળા છે. આ ચાર ભેદોમાં ૧-૨ અને ૪માં તો શબ્દ જ પક્ષ છે, અને ૩માં પૃથ્વી પક્ષ છે અને ચારેમાં નિત્ય સાધ્ય છે. – હવે અવિદ્યમાન સપક્ષવાળા ચાર પ્રકાર બતાવે છે. ૧. પક્ષ વિપક્ષ વ્યાપક – “શબ્દ, આકાશનો વિશેષ ગુણ છે, પ્રમેય હોવાથી,” પ્રમેયત્વ હેતુ પક્ષ શબ્દમાં અને વિપક્ષ ઘટાદિમાં વ્યાપ્ત છે. પણ અહીં સપક્ષ નથી. શબ્દ પક્ષ સિવાય આકાશનો કોઈ અન્ય વિશેષ ગુણ નથી કે તદ્દાનું સપક્ષ બને. આ હેતુ સાધ્યથી વિપરીત આકાશવિશેષગુણાભાવવાળા તમામ દ્રવ્ય ગુણ કર્માદિ સાથે વ્યાપ્ત હોવાથી १ देशशब्दो (दे)ऽप्रयत्नानन्तरीयकविधुति प्रयत्नानन्तरीयकत्वं नास्ति इति पक्षकदेशः । २ शब्दमन्तरेणान्यस्य विशेषगुणस्याऽसम्भवात सपक्षाभावः।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy