SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૧ ૨૧૯ आकाशविशेषगुणः शब्दो 'बाह्येन्द्रियग्राह्यत्वात् । पक्षकदेशवृत्तिर्विपक्षव्यापको यथा आकाशविशेषगुणः शब्दोऽ पदात्मकत्वात् । पक्षविपक्षकदेशवृत्तिर्यथा आकाशविशेषगुणः शब्दः प्रयत्नानन्तरीयकत्वात् । एषु च चतुर्पु विरुद्धता, पक्षैकदेशवृत्तिषु चतुर्षु पुनरसिद्धता विरुद्ध ता चेत्युभयसमावेश इति ૨૦ || વિરૂદ્ધ હેતુ છે. દ્રવ્ય હોયકે ગુણ, વગેરે કોઈપણ પદાર્થ પ્રમેય તો છે જ. પરંતુ તે બધામાંથી કોઈપણ આકાશના વિશેષ ગુણ રૂપે નથી. શબ્દમાં આકાશ-વિશેષ-ગુણ સિદ્ધ કરવાનો બાકી છે અને જે જે શબ્દ સિવાયના પ્રમેય છે, તે બધા તો આકાશ વિશેષ ગુણ રૂપ નથી માટે વિરૂદ્ધ હેતુ થયો. હા કોઈ અન્ય આકાશનો વિશેષ ગુણ પ્રસિદ્ધ હોત અને તેમાં પ્રમેય છે, તેના આધારે કદાચ વિચારણા કરાત, તે પણ નથી. એટલે પક્ષ છોડી માત્ર વિપક્ષમાં વ્યાપ્ત હોવાથી આ વિરુદ્ધ હેતુ જ થયો ને. ૨ પક્ષ વ્યાપક વિપક્ષ એક દેશવૃત્તિ” શબ્દ આકાશનો વિશેષ ગુણ છે, બાધેન્દ્રિય ગ્રાહ્ય હોવાથી” બાધેન્દ્રિય ગ્રાહ્યત્વ પક્ષ શબ્દમાં વ્યાપ્ત છે, વિપક્ષનાં એક દેશ ઘટાદિમાં રહે છે અને આકાશ સાથે ઘટાદિનો સંયોગ થાય છે, તે સંયોગ વિશેષ ગુણ નથી માટે વિપક્ષ છે છતાં તે બાહ્યન્દ્રિય ગ્રાહ્ય છે, અને સુખદુઃખાદિ તેમજ મહત્ત્વ વિગેરે વિપક્ષ છે તે બાધેન્દ્રિય ગ્રાહ્ય નથી. અહીં પણ પૂર્વવત્ સપક્ષ નથી. બાલ્વેન્દ્રિય ગ્રાહ્યત્વ વિપક્ષ= આકાશ વિશેષ ગુણાભાવ સ્વરૂપ રૂપાદિ વિશેષ ગુણમાં રહે છે. એટલે અન્યથા–આકાશ વિશેષ ગુણ વિના બાોન્દ્રિયગ્રાહ્યત્વની અનુપપત્તિ નથી પણ ઉપપત્તિ છે. માટે આ વિરૂદ્ધ હેત્વાભાસ છે. સપક્ષ તો છે નહી કે તેમાં હેતુની હાજરી જાણી ખાત્રી કરી શકાય. પક્ષ છોડી માત્ર વિપક્ષમાં હેતુ રહેવાથી વિરુદ્ધ બને છે. ૩ પક્ષ એક દેશ વૃત્તિ વિપક્ષ વ્યાપક શબ્દ આકાશનો વિશેષ ગુણ છે. અપદાત્મક હોવાથી” અહીં અપદાત્મકત્વ હેતુ વાદળા વગેરેની ધ્વનિમાં રહે છે, તાત્વોષ્ઠ જન્ય પદ રૂપ શબ્દમાં નથી રહેતો એટલે પક્ષ એક દેશમાં હેતુની વૃત્તિ છે. જ્યારે વિપક્ષ આકાશવિશેષગુણાભાવવાળા બધામાં ઘટપટના સંયોગાદિમાં હેતુ વ્યાપ્ત છે. કારણ શબ્દતર ઘટાદિ બધા અપદાત્મક જ છે, કારણ કે સ્યાદ્યન્ત–ત્યાઘન્તને પદ કહેવાય તે તો વચનાત્મક જ છે અને ઘટાદિ તો વાચ્ય છે માટે અવચનાત્મક છે. અહી અન્યથા = આકાશ વિશેષ ગુણાભાવહોય તો અપદાત્મકની અનુપપત્તિ નથી, કારણ આકાશ વિશેષ ગુણાભાવવાળા ઘટાદિમાં અપદાત્મકત્વ રહેલું જ છે. આમ હેતુ સાધ્યાભાવ સાથે વ્યાપ્ત હોવાથી વિરૂદ્ધ હેત્વાભાસ છે. અહીં સપક્ષ નથી શબ્દ સિવાય બીજુ કોઈ આકાશવિશેષગુણવાળું છે જ નહીં. ૪ પક્ષ વિપક્ષ એક દેશવૃત્તિ - “શબ્દ આકાશનો વિશેષ ગુણ છે, પ્રયત્નાનન્તરીયકવાતુ” આ હેતુ શબ્દનાં એક દેશ વર્ણાત્મક શબ્દમાં અને વિપક્ષનો એક દેશ ઘટાદિના સંયોગ વગેરેમાં રહે છે. જ્યારે વિપક્ષનાં એક દેશ મહત્ત્વમાં-પક્ષનો એક દેશ મેઘ ધ્વનિમાં હેતુ નથી રહેતો. પપુ વતુ વિહત એસ્ટે આ આઠમાંથી સતિસપક્ષે માંથી ૧/૨ અને અસતિસપક્ષમાંથી ૧/૨ १ संयोगादयः सामान्यगुणाः । आकाशसंयोगादिषु बाह्येन्द्रियग्राह्यत्वमस्ति न महत्त्वादिषु । २ मेघादिध्वनीनामपदात्मकत्वमिति पक्षकदेशवृत्तिता, संयोगादिषु अपदात्मकतैव । ३ विपक्षे संयोगादौ प्रयत्नानन्तरीयकत्वमस्ति महत्त्वे तु नास्ति । ४ पक्षकदेशे विद्यमानत्वात् । ५ -०ता वेत्यु०-ता०।६ -०मादेश-ता० । ટી-૧ર પ્ર ઘટ-પટનો સંયોગ પ્રયત્નથી જન્ય છે, ત્યાં આ હેતુ રહે છે, તે સંયોગ તો સામાન્ય ગુણ હોવાથી વિપક્ષ છે, જ્યારે આકાશનો મહત્વ ગુણ છે, પરંતુ તે પણ સામાન્યગુણ હોવાથી વિપક્ષ છે, ત્યાં પ્રયત્નાનન્તવીરકત્વ નથી.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy