SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૨૦ ૨૧૭ बुद्धिमत्पूर्वकं क्षित्यादि कार्यत्वादित्यत्राशरीरसर्वज्ञकर्तृपूर्वकत्वे साध्ये कार्यत्वं विरुद्ध साधनाविरुद्धम् । ४६. अनेन येऽन्यैरन्ये विरुद्धा उदाहृतास्तेऽपि सङ्ग्रहीताः । यथा सति सपक्षे चत्वारो भेदाः । पक्षविपक्षव्यापको यथा नित्यः शब्दः कार्यत्वात् । पक्षव्यापको विपक्षकदेशवृत्तिर्यथा नित्यः शब्दः सामान्यवत्त्वे सत्यस्मदादिबाह्येन्द्रियग्राह्यत्वात् । पक्षकदेशवृत्तिविपक्षव्यापको यथा नित्या पृथ्वी આત્મા તો અસંહત-અસંઘાતરૂપ છે, તેના ભોગ માટે ઈદ્રિયો છે.” આ સિદ્ધ કરવાનું છે. તેના માટે સંહતા હેતુ વિરૂદ્ધ કહેવાય. કારણ સંહત હેતુની વ્યામિ સાધ્ય = અસંહત વિપરીત અસહતતાડભાવ સંહત પરાર્થ સાથે છે. અહીં આંખ વગેરેમાં પરાર્થ–આત્માર્થ સિદ્ધ કરવું ઈષ્ટ છે, એટલે તે અસંહત પરાર્થ સાધ્ય છે, જ્યારે આ હેતુ દ્વારા વિરુદ્ધ સંહત પરાર્થની સિદ્ધિ થતી હોવાથી “સંઘાતત્વાતુએ વિરુદ્ધ હેત્વાભાસ બને છે. [આંખ વગેરે સમૂહરૂપે હોવા છતા સંહત સપ્રદેશી આત્માને ઉપયોગી છે, જેમ પલંગ વગેરે કાષ્ઠાદિ અવયવો ચાર જોડાઈને બને છે. તેમ બે ચાર સ્કંધો- અવયવો જોડાવાથી શરીર બનતું હોવાથી હત એવા તે શરીરને ઉપયોગી છે. એટલે તે શરીરમાટે પલંગ શય્યા વિ. ઉપયોગી છે, તેમ આખ વગેરે પણ સંહત પરાર્થ સિદ્ધ થશે. સમૂહવાળા શરીરને ઉપયોગી છે એટલે જે સંહત હોય તે સંહત પરાર્થ માટે ઉપયોગી છે,] જ્યારે તમારા હિસાબે આંખ વગેરે ઇન્દ્રિયો નિરવયવી અસંહત વિભુ આત્માને ઉપયોગી છે, માટે તે હેતુ વિરુદ્ધ' બન્યો ને. પૃથ્વી વગેરે બુદ્ધિમત્કર્તક છે, કાર્ય હોવાથી અહીં અશરીરી સર્વ કર્તા સિદ્ધ કરવા પ્રયુક્ત કાર્ય હેતુ વિરુદ્ધ છે. કારણ આપણને જે પ્રત્યક્ષ કાર્ય દેખાય છે, તેનો કર્તા-ઘટાદિ કાર્યનો કુંભાર વગેરે કર્તા તો સશરીરી અસર્વજ્ઞ છે. એટલે આ કાર્ય હેતુની વ્યાપ્તિ સાધ્યથી વિપરીત સશરીરી અસર્વજ્ઞ કર્તા સાથે હોવાથી કાર્ય હેતુ વિરુદ્ધ કહેવાય. ૪૬. આના દ્વારા અન્યલોકોએ જે બીજા વિરૂદ્ધનાં ઉદાહરણ આપ્યા છે. તે બધાનો સંગ્રહ આ લક્ષણથી થઈ જાય છે. જેમ સપક્ષનું સત્ત્વ હોતે છતે ચાર ભેદ છે. ૧. પક્ષ વિપક્ષ વ્યાપક – જેમ “શબ્દ નિત્ય છે કાર્ય હોવાથી” અહીં કાર્ય હેતુ પક્ષ શબ્દમાં વિપક્ષ અનિત્ય ઘટાદિમાં વ્યાપ્ત છે. સાધ્ય-નિત્યથી વિપરીત અનિત્ય સાથે કાર્યનો અવિનાભાવ હોવાથી આ વિરૂદ્ધ છે. १ कार्यत्वं हि पक्षे शब्दे विपक्षे चानित्ये घटादी दृष्टम् । २ अनित्येषु घटादिषु हेतुरस्ति द्वयणुकादिषु सुखदुःखादिषु नास्ति इति । ३ परमाणुरूपायां पृथिव्यां कृतकत्वं नास्ति कार्यख्यायां अस्ति इति पक्षकदेशवृत्तिता । ૧ પરાર્થથી ૧-૨-૧૩ સૂત્રમાં આત્માર્થનું ગ્રહણ કર્યું છે, એટલે ત્યાં આત્માર્થ અનુકર હોવા છતાં ઇષ્ટ હોવાથી પક્ષ બને છે. જ્યારે અહીં સાંખ્યને પ્રતિ જૈનો તેજ હેતુને વિરુદ્ધ ઠેરવે છે, કારણ કે તેઓ આત્માને નિરવયવી-વિભુ માને છે, જ્યારે આ હેતુ દ્વારા તો આંખ વિગેરે સંહત-સાવયવી પરાર્થને (સપ્રદેશી આત્માને) ઉપયોગી છે એવું સિદ્ધ થાય છે. (એમને આ આપતિથી બચવું હોય તો જૈનોની જેમ આત્માને અસંખ્યપ્રદેશ માનવો પડે, નહીંતર વિરુદ્ધ હેત્વાભાસ ઉભો થશે એજ રીતે તૈયાયિક અશરીરી ઈશ્વરની સિદ્ધિ કરવા માગે છે, તે પણ પૃથ્વી વિ.નો કર્તા બનાવીને તેનું જૈનો ખંડન કરે છે કે દર ઘટાદિ કાર્યનો કર્તા સશરીરી અને અસર્વજ્ઞ છે. જ્યારે તમારું સાધ્ય અશરીરી, સર્વજ્ઞ છે, એમ કાર્યત્વ હેતુ સશરીરી સાથે વ્યાપ્ત છે. માટે વિરુદ્ધ હેત્વાભાસ દર્શાવી નૈયાયિક નિગૃહીત કરવામાં આવે છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy