SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૨૦ _૨૧૫ यथा अनित्यः शब्दः सामान्यवत्त्वे सति चाक्षुषत्वात् । विशेषणासिद्धो यथा अनित्यः शब्दश्चाक्षुषत्वे सति सामान्यविशेषवत्त्वात् । भा'गासिद्धो यथा अनित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वात् । आश्रयासिद्धो यथा अस्ति प्रधानं विश्वपरिणामित्वात् ।। आश्रयैकदेशासिद्धो यथा नित्या प्रधानपुरुषेश्वराः अकृतकत्वात् । व्यर्थविशेष्यासिद्धो यथा अनित्यः शब्दः कृतकत्वे सति सामान्यवत्त्वात् । ૧ વિશેષ્યાસિદ્ધ – “શબ્દ અનિત્ય છે કારણ કે સામાન્ય-શબ્દત્વવાળો હોતે છતે ચાક્ષુષ છે.” અહીં ચાક્ષુષત્વ વિશેષ્ય છે, તે શબ્દમાં અસિદ્ધ છે. ૨. વિશેષણાસિદ્ધ-શબ્દ અનિત્ય છે. ચાક્ષુષ હોતે છતે (શબ્દવ નામનો) અપર-વિશેષ પ્રકારનાં (અપર) સામાન્યવાળો હોવાથી અહીં વિશેષણ ચાક્ષુષત્વ અસિદ્ધ છે. ટી. ૧૨ માત્મા ચછિનઃ અહીં જો “ચાક્ષુષત્વે સતિ” આ વિશેષણ ન મૂકીએ તો સામાન્યવિશેષ= અપર સામાન્ય = આત્મત્વ કે દ્રવ્યત્વવાળો તો આત્મા પણ છે, તેને અનિત્ય માનવાની આપત્તિ આવે, તેનો વ્યચ્છેદ કરવા “ચાક્ષુષત્વેસતિ” મૂક્યું છે, આત્મા ચાક્ષુષપ્રત્યક્ષ થતો નથી. ૩. ભાગાસિદ્ધ> “શબ્દ અનિત્ય છે, પ્રયત્ન જનિત હોવાથી” અહીં પ્રયત્નજન્યત્વ વાદળ–વિજળીનાં શબ્દોમાં નથી અને શેષ શબ્દોમાં છે એટલે પક્ષના એક દેશમાં હેતુ રહેતો નથી, માટે હેતુ ભાગાસિદ્ધ છે. ૪ આશ્રયાસિદ્ધ -“પ્રધાન (પ્રકૃતિ) છે, વિશ્વનું પરિણામી કારણ હોવાથી” અહીં હેતુનો આશ્રય જે પ્રધાન પ્રકૃતિ (પક્ષ) નૈયાયિક વગેરેને સિદ્ધ નથી. ટી. ૩“સામાન્ય વ્યવનિમ"નો તાત્પર્ય એ છે કે સાંખ્યો વિશ્વમાં દેખાતા બધો ફેરફાર પ્રકૃતિના આધારે માને છે. જ્યારે નૈયાયિક કહે છે જે ઘટપટાદિ વગેરે તમામમાં ઘટત્વાદિ સામાન્ય રહેલ છે, તેથી ભિન્ન ભિન્ન રૂપે દેખાય છે. પૃથ્વીમાંથી ઘટ બને તેમાં ઘટત્વજાતિ રહેલ છે અને પટમાં પટત્વ જાતિ રહેલ છે, માટે ઘટ પટ જુદા જુદા ભાસે છે. આમ તમામ પદાર્થમાં કોઈ જાતિ રહેલી છે, તેથી તે તે સ્વરૂપે ભાસે છે, આવી જાતિ = સામાન્યનો પ્રધાન = પ્રકૃતિને માનતા વ્યવચ્છેદ થઈ જાય છે. કા.કે. તે પ્રકૃતિના આધારે જ બધો ફેરફાર અને ભેદ શક્ય બની જાય છે. ૫ આશ્રર્યકદેશાસિદ્ધ>“પ્રધાન પુરૂષ અને ઈશ્વર નિત્ય છે, અકૃતક હોવાથી” અહીં હેતુનાં ત્રણ આશ્રય છે. તેનો એક દેશ પ્રધાન અને પુરુષ બન્ને નૈયાયિકમતે અસિદ્ધ છે. કા. કે. નૈયા. પ્રધાન-પ્રકૃતિને સર્વથા માનતા જ નથી. સાંખ્ય – “બધુ જગત પ્રધાન ઉપર નભે છે” એમ માને છે. તેને નિત્ય માને છે. વેદાન્તી = બહ્મ જ એક સત્ નિત્ય છે, શેષ બધો માયા પ્રપંચ અસત્ છે. નૈયાયિક – ઈશ્વર જ આ બધુ કરે છે. ઈશ્વર ઈચ્છાથી બધું થાય છે, તેને નિત્ય માને છે. નૈયાયિક પ્રધાન પુરુષ=બ્રહ્મને માનતા નથી. પુરુષનો અર્થ આત્મા કરો તો માને છે. : ૬. વ્યર્થ વિશેષ્યાસિદ્ધ –“શબ્દ અનિત્ય છે. કૃતક હોતે છતે સામાન્યવાનું હોવાથી સામાન્યવાન એ વિશેષ્ય વ્યર્થ છે ૭. વ્યર્થ વિશેષણાસિદ્ધ : શબ્દ અનિત્ય છે. સામાન્યવાનું હોતે છતે કૃતક હોવાથી” અહીં સામાન્યવાનું વિશેષણ વ્યર્થ છે, કારણ કે કૃતકત્વથી જ અનિત્યતા સિદ્ધ થઈ શકે છે. ટી. ૧૬ સામાન્યવત્ર કૃતકત્વ ધ્વંસમાં છે ખરું પણ તેનો નાશ તો થતો નથી, એટલે તેના વ્યચ્છેદ માટે १ आत्मा व्यवच्छिनः । २ भागे एकदेशे असिद्धः प्रयत्नानन्तरीयकत्वस्य गजिते अभावात् । ३ सामान्य व्यवच्छिन्नम् । ४ नैयायिकस्य ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy