SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૨/૧૮ ૧૮૭ ६६६. नैवम्, मानसप्रत्यक्षे भावरूपस्यैव धर्मिणः प्रतिपन्नत्वात् । न च तत्सिद्धौ तत्सत्त्वस्यापि प्रतिपन्नत्वाद् व्यर्थमनुमानम्, तदभ्युपेतमपि वैयात्याद्यो न प्रतिपद्यते तं प्रत्यनुमानस्य साफल्यात् ।। . (૨) હવે બીજો વિકલ્પઝ હેતુ અભાવનો ધર્મ હોય તો વિરુદ્ધ બની જશે, કારણ કે તમારે આ હેતુથી અસ્તિત્વ (ભાવાત્મક સાધ્ય) સિદ્ધ કરવું છે અને હેતુ જો અભાવનો ધર્મ હોય તો નાસ્તિત્વ સિદ્ધ થઈ જશે, કા.કે. તે હેતુની વ્યાતિભાવના વિરોધી અભાવ પદાર્થ સાથે છે. માટે અભિપ્રેત ભાવાત્મક સાધ્ય કરતા વિપરીત એવા અભાવાત્મક સાધ્યની સિદ્ધિ કરતો હોવાથી વિરુદ્ધ. કા.કે. અભાવપદાર્થનો ભાવાત્મક ધર્મ ન કોઈ શકે. અભાવ અસતુ-તુચ્છ પદાર્થ છે તેમાં કોઈ સત્ કેમ કરીને રહી શકે? (૩) હવે ત્રીજો પક્ષ હેતુ જો ભાવ અને અભાવ બન્નેનો ધર્મ હોય તો વ્યભિચારી બની જશે. જે હેતુ સપક્ષ અને વિપક્ષ બન્નેમાં રહેતો હોય તે વ્યભિચારી કહેવાય. અહીં પણ સપક્ષ = અસ્તિત્વવાનું અને વિપક્ષ = અસ્તિત્વાભાવવાનું એવા પદાર્થમાં પણ વૃતિ હોવાથી વ્યભિચારી થઈ જશે. હિતુ ભાવધર્મ હોય અને ધર્મી અસતુ હોય તો તેવા ધર્મમાં તે હેતુ સંભવી ન શકવાથી સ્વરૂપાસિદ્ધિ દોષ આવે. હેતુ અભાવધર્મ હોય તો અસતું સાથે રહી જવાથી “સાધ્ય તો છે સત્તા,” જ્યારે હેતુ તેના અભાવ સાથે વ્યાપ્ત બનવાથી વિરૂદ્ધ બનશે. એટલે હેતુ અભાવનો જ ધર્મ હોવાથી સાધ્ય સતુથી વિપરીત અસતુને સિદ્ધ કરે છે માટે. ઉભયધર્મ માનતા તેમાંનો ભાવધર્મ સાધ્યવતુમાં રહે અને અભાવધર્મ અસતુધર્મીમાં રહી જાય છે માટે વ્યભિચાર દોષ આવે છે એટલે હેતુ ભાવાભાવ બન્નેનો ધર્મ હોય તો સત્ સાધ્યનો નિશ્ચય છે એવા સપક્ષમાં અને સાથના અભાવવાળા-વિપક્ષમાં રહેવાથી હેતુ વ્યભિચારી બને. જેમ પ્રમેયત્વ નિત્ય-અનિત્ય બંનેમાં રહે છે, તેથી એકનો પણ તે ગમક ન બની શકે. નાસ્તિત્વ એ સાધ્ય હોય ત્યારે હેતુ જો ભાવનો ધર્મ હોય તો તે અસ્તિત્વને સિદ્ધ કરનાર હોવાથી વિરુદ્ધ દોષ આવે. અભાવનો ધર્મ હોય તો અસતુધર્મી = અભાવ ધર્મવાળામાં રહેવાથી સ્વરૂપાસિદ્ધ દોષ તો ન આવે. પરંતુ આશ્રય અસતુ=અસિદ્ધ હોવાથી આશ્રયાસિદ્ધ દોષ આવે. અને ઉભયનો ધર્મ માનતા તો પૂર્વની જેમ જ વ્યભિચાર આવે.] આ ત્રણદોષ આવતા હોવાથી તાદેશ હેતુ અનુમાનનો વિષય બનવો શકય નથી, તો પછી તેનાથી સત્તા કે અસત્તા કેવી રીતે સિદ્ધ કરી શકાય? તેથી કહ્યું છે - પ્રમાણથી અસિદ્ધ ધર્મીમાં ભાવધર્મ એવો હેતુ ન હોય તો ન રહે તો તે અસિદ્ધ બનશે. હેતુ જો અભાવનો ધર્મ હશે તો વિરુદ્ધ દોષ આવશે. ઉભયધર્મરૂપ હોય તો વ્યભિચારી બનશે. તો પછી સર્વશની સત્તા કેવી રીતે સિદ્ધ કરી શકશે? (પ્રમાણ વા. ૧૧૯૨-૩) સર્વજ્ઞ સાધ્ય છે ત્યારે મીમાંસક એક કારિકા દ્વારા પ્રશ્ન કરે છે, તેના ત્રણ વિકલ્પ મૂક્યા છે શો નિત્યતાત્ આ બૌદ્ધ અનુમાન રજુ કર્યું તેની સામે અસિદ્ધ નો ઉપાલંભ મીમાંસક આપે છે. (A.s. ૩૩૫) (આમંત્રણ વિકલ્પતો દરેક અનુમાનમાં સંભવતા હોવાથી અનુમાન માત્રનો ઉચ્છેદ થઈ જશે. માટે આવા વિકલ્પ ઉભાકરવા ઉચિત નથી) ૬૬. સમાઃ એવું નથી, માનસ પ્રત્યેક્ષમાં ભાવરૂપ ધર્મી જ સ્વીકારેલ હોવાથી. શંકાકાર ભાવ રૂપ ધર્મી માનસ પ્રત્યક્ષમાં સિદ્ધ જ છે, તો તેની સત્તા સિદ્ધ બની જશે. તો પછી તેની સત્તા સિદ્ધ કરવા અનુમાન પ્રયોગ કરવો વ્યર્થ બની જશે. ૨ વિમ્ - ૨ : રૂ સત્રમ્ |
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy