SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૧૮૬ |૧/૨/૧૭ ६५. ननु धर्मिणि साक्षादसति भावाभावो भयधर्माणामसिद्धविरुद्धानैकान्तिकत्वेनानुमानविषयत्वायोगात् कथं सत्त्वासत्त्वयोः साध्यत्वम् ? । तदाह "नासिद्धे भावधर्मोऽस्ति व्यभिचार्युभया' श्रयः । विरुद्ध धर्मोऽभावस्य सा सत्ता साध्यते कथम् ॥ [ प्रमाणवा ०१.१९२ - ३ ] इति । પદાર્થની સત્તા કે અસત્તા તે પદાર્થને પક્ષ બનાવ્યા વિના સિદ્ધ ન થઇ શકે. વિપતિને તસ્મિન્ સત્તતસાધ્યું" “સર્વજ્ઞ છે” એવું સિદ્ધ કરવા માટે પણ સર્વજ્ઞને પક્ષ બનાવ્યા વિના ન ચાલે, માટે બુદ્ધિસિદ્ધ ધર્મી આવશ્યક છે. પરંતુ તેમાં માત્ર સત્તા કે અસત્તા જ સિદ્ધ કરી શકાય છે. [ જો બુદ્ધિસિદ્ધ ધર્મને પક્ષ બનાવી જ ન શકાય તો સત્તા—અસત્તાનું અનુમાન જ અસંભવિત બની જાય. પક્ષ વિના સાધ્ય ધર્મ ક્યાં સિદ્ધ કરવો ? એજ સવાલ થઈ જાય. છગનભાઈ છે કે નહિ” મૃત્યુ પામ્યા પછી પણ પૂછનારની વિકલ્પ બુદ્ધિનો તે વિષય બને છે, જવાબ આપનાર પુત્રાદિ પણ તેમને બુદ્ધિમાં લાવી નિષેધ કરે છે. “છે કે નહિં” આટલું માત્ર પૂછવાથી કોઈ જવાબ આપી શકે ખરું ? “છે, નથી” આ કહેવાથી કોઈ સમજી પણ ન શકે. મને કાંઈ સમજ પડતી નથી. “કોણ છે અને કોણ નથી” એનું નામ બતાવ તો ખબર પડે. એમ પક્ષ જરૂરી છે. સર્વશ વીતરાગી છે, ઈત્યાદિ પ્રથમથી સિદ્ધ ન કરાય; પરંતુ પહેલા સર્વજ્ઞની સિદ્ધિ અનુમાન પ્રમાણથી કરી પછી પુનઃ તેને પ્રમાણસિદ્ધ ધર્મી રૂપે ઉપાદાન કરીને “વીતરાગ છે” એવા સાધ્યનો પ્રયોગ કરાશે, જ્ઞાનાવરણક્ષયસ્ય મોહનાશપૂર્વકત્વાત્” “સર્વશ વીતરાગ છે. કા.કે. જ્ઞાનાવરણીયના ક્ષયની પૂર્વે મોહનીયનો નાશ અવશ્ય થાય છે.” જેમ શબ્દાદિ ધર્મી કથંચિત્ પ્રસિદ્ઘ સત્તાવાળા છે, કા.કે. ભૂતભાવી શબ્દો નષ્ટ અને અનુત્પન્ન હોવાથી અસિદ્ધ છે. માટે તમે પણ સર્વથા પ્રસિદ્ધ શબ્દને ધર્મી બનાવી શકશો નહીં. માત્ર બોલતા શબ્દ જ સત્તા ધરાવે છે. અનિત્યધર્મતો હજુ સિદ્ધ કરવાનો છે એટલે તે ધર્મનીસત્તાને આશ્રયી તો શબ્દ અસિદ્ધ જ છે. જો સિદ્ધ જ હોત તો સાધ્યકોટીમાં અનિત્યને મૂકી ન શકાય. તેમ સર્વજ્ઞધર્મી પણ કથંચિત્ પ્રસિદ્ધ સત્તાવાળો છે. અમારો પક્ષ આવો છે કે કોઇ આત્મા સર્વજ્ઞ છે“કશ્ચિદાત્મા” (પક્ષ) અસ્તિ–(સાધ્ય) સુનિશ્ચિતાસંભવદ્બાધકપ્રમાણત્વાત્ બાધક પ્રમાણનો અસંભવ સુનિશ્ચિત હોવાથી (હેતુ) અહીં આત્મત્વ વિશેષણ રૂપ સત્તાથી ધર્મી પ્રસિદ્ધ છે અને સર્વજ્ઞત્વ ઉપાધિરૂપ સત્તાથી ધર્મી અપ્રસિદ્ધ છે. અથવા સૂક્ષ્માંતરિતદૂરાર્થાઃકસ્યચિત્ પ્રત્યક્ષાઃ અનુમેયત્વાત્ । અહી સર્વજ્ઞને ધર્મી જ ક્યાં બનાવ્યો છે, ધર્મી તો સૂક્ષ્મ, વ્યવહિત પદાર્થો છે, અને તેવા પરમાણુ વગેરેતો પ્રસિદ્ધ સત્તાવાળા જ છે. ] ૬૫. શંકાકાર : ધર્મી સાક્ષાત્ અસત્ હોતે છતે તેમાં સાધ્ય સત્તાની સિદ્ધિ કરવા માટે તમે જે હેતુ આપો છો તે હેતુ (૧) ભાવપદાર્થનો ધર્મ છે. (૨) અભાવપદાર્થનો ધર્મ છે. કે (૩) ભાવાભાવાત્મક ઉભય પદાર્થનો ધર્મ છે ? હવે જો પ્રથમવિકલ્પ માનશો તો હેતુ અસિદ્ધ બની જશે, કારણકે ધર્મની સત્તા જ હજી સિદ્ધ નથી એટલે ધર્મી ભાવાત્મક પદાર્થ છે એ હજી નિશ્ચિત નથી તો પછી હેતુ તેનો ધર્મ એવું શી રીતે કહી શકાય? માટે હેતુનો આશ્રય (ધર્મી) અસિદ્ધ હોવાથી આશ્રયાસિદ્ધ દોષ આવશે. ૨ હેતૂનામ્ ।૨ ધર્મિળિ । રૂ હેતુસમયધર્મ: | ૪ વિધર્મી-મુ૦। વિરોઽધર્મો -૩૦।૧ સત્તા સાર્વજ્ઞી ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy