SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ /૧/૨/૧૯ પ્રમાણમીમાંસા न च मानसज्ञानात् खरविषाणादेरपि सद्भावसम्भावनातोऽतिप्रसङ्गः, तज्ज्ञानस्य बाधकप्रत्ययविप्लावितसत्ताकवस्तु-विषयतया मानसप्रत्यक्षाभासत्वात् । कथं तर्हि षष्ठभूतादेर्धर्मित्वमिति चेत्, धर्मिप्रयोगकाले बाधकप्रत्ययानुदयात्सत्त्वसम्भावनोपपत्तेः । न च सर्वज्ञादौ साधकप्रमाणासत्त्वेन सत्त्व संशीतिः, सुनिश्चिताऽसम्भवदाधकप्रमाणत्वेन सुखादाविव सत्त्वनिश्चयात्तत्र संशयायोगात् । સમાધાનઃ એવું ન કહેવું, કારણ કે સ્વીકાર કરેલ સત્ત્વને પણ જે અવિનય–અક્કડતા–નિર્લજ્જતાના કારણે માનવા તૈયાર નથી તેની પ્રતિ અનુમાન પ્રયોગ સફળ છે. શંકાકાર : માનસ શાનથી ખરવિષાણ આદિનાં અસ્તિત્વની પણ સંભાવના કરી શકવાથી અતિપ્રસંગ આવશે. સમાધાન: ખરવિષાણનું જ્ઞાન એવી વસ્તુને વિષય કરે છે કે જેની સત્તા બાધક પ્રમાણથી ખંડિત છે. જે વસ્તુની સત્તા બાધક પ્રતીતિથી વિપ્લાવિત-ઉડી ગઈ-પ્રતિષેધ પામી ગઈ છે એવી વસ્તુને વિષય બનાવતો હોવાથી તજ્ઞાનસ્ય-એથી તે જ્ઞાન માનસ પ્રત્યક્ષ નહિ પણ પ્રત્યક્ષાભાસ છે. શંકાકાર ? જો આમ હોય તો છઠ્ઠો મહાભૂત વગેરેને ધર્મી કેવી રીતે બનાવાય? સમાધાન : ધર્મી-પક્ષ પ્રયોગ વખતે બાધકજ્ઞાન ઉદય પામતું ન હોવાથી તેનાં સત્ત્વની સંભાવના કરી શકાય છે. શંકાકારઃ સર્વજ્ઞ વગેરેનું સાધક પ્રમાણ ન હોવાથી તેનાં અસ્તિત્વમાં સંદેહ થશે. સમાધાનઃ એવું ન કહેવું, સુખ દુઃખ આદિનાં અસ્તિત્વમાં બાધક પ્રમાણનો અસંભવ સુનિશ્ચિત હોવાથી “સુખ-દુઃખ નથી” એવું સાક્ષાત્ = પ્રત્યક્ષથી બાધિત નથી, = આવો પ્રત્યક્ષ બાધમળતો નથી. કેમકે બધા જીવ સુખ-દુઃખનુ જાતે સ્વસંવેદન કરે જ છે. અને પ્રત્યક્ષથી સિદ્ધનો અનુમાન દ્વારા બાધ કરવો શકય નથી, કા.કે. પ્રત્યક્ષના આધારે જ અનુમાન પેદા થાય છે. તેમજ સ્વ-પર કોઈ દર્શનના આગમમાં પણ જેનો બાધ–નિષેધ દર્શાવ્યો નથી. આમ સુખાદિની સત્તામાં સંશય નથી થતો. તેમ સર્વશની સત્તાનું બાધક પ્રમાણનો અભાવ સુનિશ્ચિત છે, કા. કે. વર્તમાનમાં કોઈ પણ પુરુષ તમામ વિશ્વને જોઈ શકતો નથી માટે “દુનિયામાં ક્યાંય સર્વજ્ઞ નથી” એવું કોઈને પ્રત્યક્ષ થવું શક્ય નથી, જો તે આખી દુનિયાને દેખીને નિષેધ કરશે તો પોતે જ સર્વજ્ઞ બની જશે (આખું જગત જોનારને જ તો સર્વજ્ઞ કહેવાય) સર્વજ્ઞની અનુપલબ્ધિથી તેના નાસ્તિત્વનું અનુમાન કરી શકાય, પરંતુ અમે ઉપર જણાવ્યું તેમ સર્વત્ર તેની અનુપલબ્ધિ શક્ય નથી. માટે અનુમાનથી તેનો બાધ ન થાય. સ્વઆગમ'માં તો અનેક ઠેકાણે સર્વજ્ઞનો ઉલ્લેખ છે અને પરઆગમ માં પણ છે, માટે તેનાં વિષયમાં સંશય સંભવતો નથી. १ विषयाणाम् । २ सन्देहः । ३ सुखादिवच्च सत्त्वमु-पा० A१ से भगवं अरहं जिणे केवली सव्वनू सव्वभावदरिसि सदेव मणुआसुरस्स लोगस्स पज्जाए जाणइ । आचा. श्रु.२ “તે સ્થિ = 7 પાસ પૂર્ણ કર્થ વ =" (માવલિઃા .૨૭/પા.સ ૨૪૩૨) B૨. વરુપ//પતન્નાતુ પાણિનઃ (તન્યo iા. ૩૧૭૨-૨ ) २. एवं तत्त्वाभ्यासान्नास्मि न मे नाहमित्यपरिशेषम् । अविपर्ययाद्विशुद्धं केवलमुत्पद्यते ज्ञानम् ॥ (सांख्यकरिका ६४) ३ धर्मविशेषप्रसूतात् द्रव्यगुणकर्म-सामान्य-विशेष-समावयानां पदार्थानां साधर्म्यवैधाभ्यां तत्त्वज्ञानानिःश्रेयसम् (वैशेषिकसूत्र १.१.४) ४ आत्मनो वा अरे दर्शनेन श्रवणेन मत्या विज्ञानेन इदं सर्व विदितम् ।" (बृहदारण्यक २.४.५।)
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy