SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ /૧/૨/૧૨ પ્રમાણમીમાંસા कारण विशेषदर्शनाद्धि सर्वः कार्यार्थी प्रवर्तते । स तु विशेषो ज्ञातव्यो योऽव्यभिचारी । कारणत्वनिचयादेव प्रवृत्तिरिति चेत्, अस्त्वसौ लिङ्गविशेषनिश्चयः प्रत्यक्षकृत:, फले तु भाविनि नानुमानादन्यन्निबन्धनमुत्पश्यामः । क्वचिद् व्यभिचारात् सर्वस्य हेतोरहेतुत्वे कार्यस्यापि तथा प्रसङ्गः વાવેરાઈત્યાતિ રે, અત્રપિ, ખાસકરીને ધર્મકીર્તિએ ક્યાં કારણ લિંગક અનુમાન નથી માન્યું? ન્યાયવાદી શબ્દથી તે ધર્મકીર્તિને જ આચાર્યશ્રી સૂચિત કરે છે, તેના મતનું અહીં નિરસન કર્યું. વૈશેષિક તૈયાયિક કારણલિંગક અનુમાનને માને છે. જે કાર્યની અભિલાષા હોય તેનું કારણ વિશેષ અવ્યભિચારી કારણ જોઈએ, તેનો નિશ્ચય થયે છતે = અવિકલ કારણ જોઈને કાર્યાર્થી પ્રવૃત્તિ કરે છે. જેની હયાતીમાં કાર્ય અલગ થાય તે અવ્યભિચારી-વિશેષ કારણ કહેવાય. ક્ષપકશ્રેણી એ કેવલજ્ઞાનનું અવ્યભિચારી કારણ છે. શંકાકાર (બૌદ્ધ): કારણતાનાં નિશ્ચયથી જ પ્રવૃત્તિ થઈ જશે, વચ્ચે વળી કાર્યનું અનુમાન કરવાની શી જરૂર? (આ આનું કારણ છે માટે અમારે અહીં વરસાદ નામનું કાર્ય માનવું જોઈએ. આવી લાંબી લચ પલોજણ શા માટે ઉભી કરી છે?) ઘનઘોર વાદળાનો નિશ્ચય થવાથી ખેડૂત હળ લઈને ખેતરમાં જતો રહે છે, એમ વિશેષ કારણના નિશ્ચયથી પ્રવૃત્તિ તો સંભવી શકે છે. ગ્રંથકારઃ ખેડૂતભલે જાય, પરંતુ હવે વરસાદ પડશે આવો અંદાજ કરીને જ પ્રવૃત્ત થતો હોય છે, નહીંતર ઘનઘોર વાદળાની શી જરૂર? સામાન્ય વાદળા જોઈ કેમ ઉત્સુક બનતો નથી? પરંતુ આ વાદળ તો પ્રત્યક્ષ દેખી શકાય છે કા.કે. વર્તમાનમાં હયાત છે, જ્યારે વરસાદતો ભવિષ્યમાં થવાનો છે, તેનો નિર્ણય તો પ્રત્યક્ષથી શક્ય નથી, તેના નિશ્ચય માટે તો અનુમાનનો જ આશરો લેવો પડશે. એમ કારણ હેતુથી પણ કાર્યનું અનુમાન સંભવી શકે છે. (ગ્રંથકાર) ક્યાંક કારણ હોવા છતાં કાર્ય દેખાતું નથી, તેવા વ્યભિચારથી બધા કારણ હેતુઓને બધે અહેતુ ઠેરવશો તો કાર્ય પણ અહેતુ બની જશે, તમે પણ કાર્ય (ધૂમ) હેતુથી કારણ વદ્વિનું અનુમાન કરી જ છો ને. તમે પણ કાર્યને હેતુ માનેલ છે, તે પણ અહેતુ બની જશે, એટલે અનુમાન કરવા માટે હેતુ તરીકે તેમનો (કાર્યનો) પ્રયોગ કરી શકશો નહીં. શંકાકાર કાર્ય તો ક્યારેય કારણનો વ્યભિચારી નથી, ત્યાં તો કાર્યનો = ધૂમનો અગ્નિ વિના સંભવ છે જ નહી. ] શંકાકારઃ જ્યાં ક્યાંય ધૂમરૂપે બાષ્પ વગેરે કાર્યને જોઈ વહિવું અનુમાન કરતા વ્યભિચાર દેખાય જ છે ને, માટે કાર્ય હેતુમાં પણ વ્યભિચાર આવ્યો. સામે બાષ્પ ઉછળતી હોય તેમાં ધૂમનો ભ્રમ થવાથી કાર્ય-ધૂમલિંગથી અગ્નિનું અનુમાન કરે, ત્યારે અગ્નિ જોવા મળતો નથી એમ કાર્યલિંગમાં પણ વ્યભિચાર તો છે જ ને. બૌદ્ધ આવું ન કહેવું કા.કે. ત્યાં તો બાપ્પઆદિ અગ્નિના કાર્ય છે જ નહીં. તેનું કારણ એ છે કે બાપ્પતો ઉષ્માનું કાર્ય છે, એટલે આગ લગાડ્યા પછી પણ પાણીમાં ગરમાશ આવ્યા પછી જ વરાળ નીકળે १ अविकलकारणम् । २ प्रत्यक्षतः -मुपा० । ३ नावश्यं कारणानि कार्यवन्ति ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy