SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૨/૧૨ ૧૬૯ ननु कृतकत्वानित्यत्वयोस्तादात्म्ये साधनवत् साध्यस्य सिद्धत्वम्, साध्यवच्च साधनस्य साध्यत्वं प्रसजति । सत्यमेतत्, किं तु मोहनिवर्तनार्थः प्रयोगः । यदाह "सादेपि न सान्त त्वं व्यामोहाद्योऽधिगच्छति । साध्यसाधनतैकस्य तं प्रति स्यान्न दोषभाक् ॥" ६ ४२. ''कारणं' यथा बाष्पभावेन मशकवर्तिरूपतया वा सन्दिह्य माने धूमेऽग्निः, विशिष्टमेघोन्नतिर्वा वृष्टौ । "कथमयमाबालगोपालाविपालागनादिप्रसिद्धोऽपि नोपलब्धः सूक्ष्मदर्शिनापि । न्यायवादिना ?। શંકાકાર કૃતકત્વ અને અનિત્યત્વમાં જો તાદામ્ય સંબંધ હોય તો સાધનની જેમ સાધ્ય પણ સિદ્ધ થઈ ગયુ ને? અથવા સાધ્યની જેમ સાધન પણ સિધ્યમાન–અસિદ્ધ અવસ્થાને પામી ગયેલુ માનવુ પડશે (અહીં તાદામ્ય હોવાનું કારણ ૪૯ ના ફકરાના શ્લોકમાંથી જણાઈ જશે.). સમાધાન... વાત સાચી પણ ભ્રમ–મોહને દૂર કરવા આવો અનુમાન પ્રયોગ કરવામાં આવે છે. મીમાંસક દ્વારા દર્શાવેલ વાક્યતાથી કોઈકને “શબ્દ નિત્ય હોય છે એવી ગ્રંથી બંધાઈ ગઈ, તેવા માણસને નિત્યતાનો ભ્રમ દૂર કરવા સમજાવવું પડે કે અલ્યા ભાઈ! તું કે હું મહેનત કરીએ ત્યારે જ શબ્દનું અસ્તિત્વ ઉભું થાય છે, હવે નિત્ય હોત તો તેની પહેલા પણ ઉપલબ્ધિ થાત ને, એમ આપણા યત્નથી શબ્દ કરાયેલ છે, માટે અનિત્ય જ માનવો જોઈએ. નિત્ય પદાર્થ તો પ્રથમથી હાજર જ હોય છે. માટે તેમને તો કરવાની જરૂર નથી રહેતી. * કહ્યું પણ છે-જે વ્યામોહનાં કારણે સાદિ આદિ પામનાર કૃતક વસ્તુની પણ અનિત્યતા માનતો નથી. તેના પ્રતિ એક જ ધર્મને સાધ્ય અને સાધન બનાવી લેવું દોષાવહ નથી. - ૪૨. કોઈક ઠેકાણે કારણ પણ હેતુ હોય છે. કોઈકને ધૂમમાં બાષ્પ રૂપે કે મેશની વાટ રૂપે સંદેહ થતા અગ્નિ ધૂમનો નિશ્ચય કરાવવામાં હેતુ બને છે. “ધૂંધળા-ધૂંધળા ગોટા આકાશમાં ઉડતા દેખાતા હતા અથવા ક્યાંય ધૂમાડો નીકળી રહ્યો હતો છતાં પોતાને એમ સંદેહ છે કે શું આ બાધ્ય છે કે ધૂમ છે, અથવા તો માત્ર મચ્છરોની શ્રેણી છે” એટલે ભાઈ સાહેબને ધૂમનો ખ્યાલ આવ્યો નહીં, પણ જ્યારે અગ્નિ દેખાયો ને તરત જ ખ્યાલ આવી ગયો કે આગમાંથી તો ધૂમાડો જ નીકળતો હોય છે, કંઈ બાષ્પ કે મેશની વાટ નહીં, માટે “આ ધૂમ જ છે” એમ વહ્નિ નામના કારણથી ધૂમ કાર્યનું અનુમાન થયું. વિશિષ્ટ કોટિનાં કાળા ભમ્મર વાદળાં ચઢેલા હોય તે વરસાદનું અનુમાન કરાવે છે. અહીં અગ્નિ એ ધૂમનું કારણ છે. અને વાદળાં એ વરસાદનું કારણ છે. - આચાર્યશ્રી કહે છે કે અગ્નિથી ધૂમનો ખ્યાલ અને વિશિષ્ટ વાદળાં જોઈને વરસાદનો ખ્યાલ તો બાળ- નાના ટાબરિયા, ગોવાળ, ભરવાડણ-ભોળી ભાલી નારીઓને પણ આવી જાય, તો આ વાતને સૂથમદર્શી ન્યાયવાદી બૌદ્ધ તાર્કિક કેમ સમજતા નહિ હોય? १ अनित्यत्वम् । २ करणम्-मु-पा०1३ मशवर्ति०-३० । ४ अयं धूमोऽग्नेः । ५ वृष्टिर्भाविनी विशिष्टमेघोन्नतेः । ६ गम्यायां वृष्ट !વાહી ૧ શંકાકરે કતકત્વ અને અનિયત્વ એક જ પદાર્થના-શબ્દના પર્યાય બનવાથી અભિન્ન કહેવાય = માટે તેમાં તાદાભ્ય માનવો પડશે, અને તેના ઉપરથી આ આપત્તિ આપી લાગે છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy