SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ /૧/૨/૧૦ પ્રમાણમીમાંસા ६ ३७. अथैवंविधोऽविनाभावो निश्चित': साध्यप्रतिपत्त्यङ्गमित्युक्तम् । तन्निश्चयश्च कुतः प्रमाणात् ? । न तावत् प्रत्यक्षात्, तस्यैन्द्रियकस्य सन्निहितविषयविनियमितव्यापारत्वात् । मनस्तु यद्यपि सर्वविषयं तथा पीन्द्रियगृहीतार्थगोचरत्वेनैव तस्य प्रवृत्तिः । अन्यथान्धबधिराध भावप्रसङ्गः । सर्वविषयता तु सकलेन्द्रियगोचरार्थविषयत्वेनैवोच्यते न स्वातन्त्र्येण । .. અવિનાભાવ નિયમ હોય છે. કૃત્તિકોદય અને શકટોદય જેવા પૂર્વચર ઉત્તરચર છે, તેમજ ધૂમ અગ્નિ વચ્ચે કાર્ય-કારણ ભાવ રહેલો છે. તેઓમાં ક્રમભાવ નિયમ રહેલો છે. પ્રકરણના સંદર્ભ બળે સાથ-સાધનમાં સહભાવ નિયમ અને ક્રમભાવ નિયમ સમજવો. કઈ જાતનું સાધ્ય અને સાધન છે, તેના સ્વરૂપને જાણી લેવાથી આ ક્રમભાવી સહભાવી નિયમ સમજી (લેવાય) લેવો. એટલે કે એક સામગ્રીથી પેદા થનાર તો એક સાથે જ હોયને જેમ પચનક્રિયાથી ચોખામાં આદ્રતા અને વૃદ્ધિ બંને એક સાથે થતા જોવા મળે છે. અને વ્યાપ્યતો વ્યાપક વિના રહી જ ન શકે એટલે સાથે જ મળવાના. પરંતુ જ્યાં કા. કા. ભાવ હોય ત્યાં કારણ તો પહેલા જ હાજર જોઈએ. આગ પેટાવ્યા વિના ધૂમાડો પેદા થાય જ નહીં. જેમ પહેલા કૃતિકાનો ઉદય થાય તો પછી અનુક્રમે શકટનો ઉદય થાય છે. માટે આપણે આવું અનુમાન કરી શકીએ છીએ. “મુહુર્ત પછી શકટોદય થશે. કારણ કે અત્યારે કૃતિકોદય છે.” તેમ અગ્નિથી ધૂમપેદા થાય છે, માટે અગ્નિ ધૂમનું કાર્ય થયું. એટલે પહેલા અગ્નિ હોય તો જ પછી ધૂમ હોઈ શકે. આ કાર્ય કારણ ભાવના આધારે આપણે એવો નિયમ બનાવી શકીએ કે અગ્નિ વિના ધૂમ હોઈ જ ના શકે, બસ આ જ અવિનાભાવ. ll૧૦ ૩૭. શંકાકાર - તમે કહ્યું કે આવો અવિનાભાવનો નિશ્ચય તે સાધ્યની સિદ્ધિ માટેનું કારણ છે. પણ અમે તમને પ્રસન્ન કરીએ કે આ અવિનાભાવનો નિશ્ચય કયા પ્રમાણથી શેનાથી થશે? તે નિશ્ચય પ્રત્યક્ષથી તો થઈ શકતો નથી, કારણ ઈદ્રિયજ પ્રત્યક્ષનો વ્યાપાર તો સંનિહિત વિષય સુધી સીમિત છે. અગ્નિ વગેરે તો દૃષ્ટિ અગોચર હોવાથી કે અતીત હોવાથી અગ્નિનો ધૂમ સાથે અવિનાભાવ કેવી રીતે પકડાય. જો કે મન બધાને વિષય બનાવે છે. તોપણ તે ઈદ્રિય દ્વારા ગૃહીત પદાર્થને જ વિષય બનાવતો હોવાથી અવિનાભાવ ગ્રહણ કરવામાં તેની–મનની પ્રવૃત્તિ સંભવી શકતી નથી. બાહ્ય ઈદ્રિયગ્રાહ્ય પદાર્થ જો ઈદ્રિયથી અગૃહીત હોય તે વિષયમાં પણ મન પ્રવૃત્તિ કરવા લાગશે તો કોઈ આંધળો બહેરો વગેરે નહિ મળે. મનથી તેમને રૂપ અને શબ્દનું જ્ઞાન થઈ જશે. મનને જે સર્વ વિષયક કહેવામાં આવે છે, તેનું કારણ એ છે કે તે સમસ્ત ઈદ્રિયના વિષયને ગ્રહણ કરવામાં કુશલ છે. એટલે ઇન્દ્રિય જેને જેને વિષય બનાવે તે બધાને મન પોતાનો વિષય બનાવે છે. એથી તે સ્વતંત્ર સર્વ વિષયગ્રાહક નથી. (હા. મનોગ્રાહ્ય સુખાદિને સ્વતંત્ર રીતે ગ્રહણ કરે છે, કા.કે. તેમનો મન સાથે સાક્ષાત્ સંબંધ છે.) १ स्वनिश्चित इत्यनेन निश्चितः सन् । २ प्रत्यक्षग्राह्यबाह्यार्थापेक्षया सुखादीच एवमेव गृह्णाति । ३ मनसैव सर्वेन्द्रियार्थग्रहणात् ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy