SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ પ્રમાણમીમાંસા /૧/૨/૧૦ योगिप्रत्यक्षेण त्वविनाभावग्रहणे'ऽनुमेयार्थप्रतिपत्तिरेव ततोस्तु, किं तपस्विनाऽनुमानेन ?, अनुमानात्त्वविनाभावनिश्चयेऽनवस्थेतरेतराश्रयदोषप्रसङ्ग उक्त एव । न प्रमाणान्तरमेवंविधविषयग्रहणप्रवणमस्तीत्याह ऊहात् तन्निश्चयः ॥११॥ હુ રૂ. ‘હા’તોનક્ષUITચવિનામાવી ‘નિશઃ' શા ६ ३९. लक्षितं परीक्षितं च साधनम् । इदानीं तत् विभजति જો યોગિપ્રત્યક્ષથી અવિનાભાવનું ગ્રહણ માનશો તેના કરતા તો સીધે સીધા અનુગેય પદાર્થને તેનાથી ગ્રહણ કરી શકાય છે, તો નાહક અવિનાભાવને જાણવાની શી જરૂર? એટલે કે બિચારા તેવા અનુમાનનું શું કામ ? અનુમાનથી અવિનાભાવનો નિશ્ચય માનશો તો અવસ્થા અને અન્યોન્યાશ્રય દોષ આવશે. અવિનાભાવ ગ્રાહક અનુમાનને પ્રવૃત્ત કરવા તેમાં પણ અવિનાભાવ ગ્રહણ કરવો પડશે, તેના માટે ફરી અનુમાન કરવું પડશે, એમ અનવસ્થા ચાલે. પ્રસ્તુત અનુમાનથી અવિનાભાવનું ગ્રહણ માનવામાં આવે તો ઇતરેતરાશ્રય દોષ આવે. અવિનાભાવ ગ્રહણ થાય ત્યારે આ પ્રસ્તુત અનુમાન પ્રવૃત્તિ કરતું થાય અને અનુમાન પ્રવૃત્ત બને, ત્યારે અવિનાભાવ ગૃહીત થાય. પ્રત્યક્ષ અને અનુમાન સિવાય બીજું કોઈ એવું પ્રમાણ નથી જે આવો વિષય ગ્રહણ કરવા સમર્થ બની શકે. આવી શંકા ઉભી થયે છતે આચાર્યશ્રી ઉત્તર આપતાં કહે છે કે .... ઊહ-તર્ક નામના પ્રમાણથી અવિનાભાવનો નિશ્ચય થાય છે. I૧૧ાા પૂર્વે કહેલાં સ્વરૂપવાળાં તર્કથી અવિનાભાવનો નિશ્ચય થઈ શકે છે. વ્યામિનું નિશ્ચયાત્મક જ્ઞાન તર્ક છે એટલે “જ્યાં વતિ છે ત્યાં ધૂમ છે અને જ્યાં વહ્નિ નથી ત્યાં ધૂમ પણ નથી” આવા ઉપલંભ અને અનુપલંભના આધારે અવિનાભાવનું ગ્રહણ થાય છે. એટલે ઊહમાં ઉપલંભ અને અનુપલંભનું સ્મરણ અને દર્શન હોય છે. (સાથોસાથ પુરોવર્સી હેતુમાં તાદેશ સ્મરણ સંસ્કૃતિ દર્શન કરવાનું હોય છે આવું ત્રિકોણિક જ્ઞાન છે.) પ્રત્યભિશામાં માત્ર ઉપલંભનું સ્મરણ અને દર્શન હોય છે, તેમાં કોઈ વિશિષ્ટ વિચારણાં ઉભી થતી નથી એટલે આ ઊહ એક વિશિષ્ટ કોટિનું જ્ઞાન છે ll૧૧ ૩૯. સાધનની ઓળખાણ અને પરીક્ષા થઈ ગઈ. હવે તેના ભેદ દર્શાવે છે... १ अग्न्यादि । २ -० पत्तिरपि ततो०-२० । ३ अनुमानतो प्रविनाभावनिमये तस्याप्यनुमानस्याविनाभावनिश्चये कमनुमानान्तर चिन्त्यमा १) । तस्यापि अन्यदित्यायनवस्था । इतरेतराश्रयस्तु अनुमानादविनाभावनिश्चयो अविनाभावे च निश्चिते अनुमानोत्थानमिति।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy