SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૨/૪ ૧૩૯ यथा वा औदीच्येन' क्रमेलकं निन्दतोक्तम् 'धिकरभमतिदीर्घवक्रग्रीवं प्रलम्बोष्ठं कठोरतीक्ष्णकण्टकाशिनं कुत्सितावयवसन्निवेशम पश"दं पशूनाम्' इति। तदुपश्रुत्य दाक्षिणात्य उत्तरापथं गतस्तादृशं वस्तुपलभ्य 'नूनमयमर्थोऽस्य करभशब्दस्य इति [ य दवैति ] तदपि दर्शनस्मरणकारणकत्वात् सङ्कलनाज्ञानं प्रत्यभिज्ञानम्। ____६११. येषां तु सादृश्यविषयमुपमानाख्यं प्रमाणान्तरं तेषां वैलक्षण्यादिविषयं प्रमाणान्तरमनुषज्येत। વેલા: "उपमानं प्रसिद्धार्थसाधर्म्यात् साध्य साधनम् । ત ત્ પ્રમાપ વિ થાત્ સંક્ષિપ્રતિપતિનમ્ ” નથી. રૂ. ૨૦] ભમર જાણવો, વિષમચ્છેદન-(સપ્તપર્ણ નામનું ઝાડ) વિદ્વાનોએ સાત પાંદડાવાળો કહ્યો છે, પાંચવર્ણવાળું મેચકરત્ન કહેવાય છે. પુષ્ટ સ્તનવાળી યુવાન સ્ત્રી હોય છે અને એક શિંગડાવાળો ગુંડો કહેવાય છે. આવાં ધર્મોનું પ્રથમ શ્રવણ કરે છે, અને ચૈત્ર વિ.ને જોતા તે બધાનું સ્મરણ થાય છે. એટલે અહીં પણ સંકલન રહેલું છે. એટલે “આદિ શબ્દથી આવું કયાંય પણ સંકલન દેખાતું હોય તે બધુ જ્ઞાન પ્રત્યભિજ્ઞાન જાણવું. ચૈત્ર, હંસ વગેરેને જોઇને સત્યતાનો અનુભવ કરે છે, એટલે ચૈત્રાદિની બાબતમાં જેવું મેં સાંભળ્યું હતું તેવું જ જોવા મળ્યું. એમ દર્શન સ્મરણ દ્વારા આ સંકલન ઉભું થતું હોવાથી બધું પ્રત્યભિજ્ઞાન છે. [અભાવ અને સંબંધ પણ સાપેક્ષ પદાર્થ છે. ઘટને જોઈ પ્રતિયોગીનું ભાન થાય તેમ ભૂતલને જોઈ અનુયોગીનું ભાન થાય છે. એમ અહીં મૂકેલ આદિશબ્દથી અનુયોગીનું ગ્રહણ થઈ શકે છે, વળી જેમકે પહેલા મામા ભાણેજને જોયેલા હોય/જાણ્યા હોય અત્યારે સામે તેમાંથી ભાણિયો જોવા મળ્યો ત્યારે તરત જ આપણને સંકલન થાય કે “આ તો તેમનો ભાણિયો છે, અહીં પણ પહેલા તેના મામા-ભાણિયાના સંબંધ રૂપે જોયા તે યાદ આવે અને પછી સામેની વ્યક્તિમાં તે મામાનો સંબંધ જોડવામાં આવે છે. એમ સ્મરણ અને દર્શન હેતુથી આ જ્ઞાન પેદા થાય છે] પિ.હુસ્વત્વ કે દીર્ઘત્વના જ્ઞાનમાં સ્મરણ અને દર્શન બે હેતુ કેવી રીતે? ઉ. અહીં પ્રમાતા પહેલા એક પદાર્થને જુએ, ત્યાર પછી અન્યને જોવા લાગે છે, ત્યારે પૂર્વે જોયેલ પદાર્થ સાથે સરખામણી કરે છે અને તેની અપેક્ષાએ સામેલામાં અલ્પ અણનો સમૂહ જોવાથી સામેના પદાર્થમાં આ તેનાથી નાનો છે, આવું જ્ઞાન પેદા થાય છે.] અથવા જેમ ઉત્તર દિશાનો માણસ ઉંટની નિંદા કરતો એમ બોલે કે લાંબી અને વાંકી ડોકવાળો, લબડતા હોઠવાળો, કઠોરને તીખા કાંટા ને ખાનારો, બેડોળ અંગો વાળો પશુઓમાં હલ્કી કોટીવાળો હોય એવા ઉંટને ધિક્કાર હો! તે સાંભળી દાક્ષિણાત્ય - દક્ષિણદિશાનો માણસ ઉત્તર દિશામાં ગયો. અને તેવી વસ્તુ/પશુ જોઈને જાણયું કે “ઉટ શબ્દથી વાચ્ય આ પદાર્થ છે, આ જ્ઞાન પણ દર્શન અને સ્મરણ હેતુથી થનારૂં હોવાથી સંકલના જ્ઞાનરૂપ પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. ઉપમાનનો પ્રત્યભિજ્ઞામાં સમાવેશ ૧૧. જે નૈયાયિકોએ સાદેશ્યને વિષય બનાવનાર ઉપમાન નામનું ભિન્ન પ્રમાણ માન્યું છે, પણ વિલક્ષણતાદિનાં વિષયવાળું પણ ભિન્ન ભિન્ન પ્રમાણ માનવું પડશે. કહ્યું છે કે પ્રસિદ્ધ પદાર્થનાં સાધર્મથી અપ્રસિદ્ધ પદાર્થને જાણવાનું સાધન તે ઉપમાન તસ્વૈત –ગાય ભેંસ વગેરે પ્રસિદ્ધ પદાર્થના જેવી ડોક વગેરે છે. તેનાથી વિસદશ ધર્મથી સંજ્ઞી–ઉષ્ટ્ર સંજ્ઞાવાળાનું પ્રતિપાદન કરવું તેને કયું પ્રમાણ કહેવાશે ? એટલે ત્યાં વૈધર્મવાળા પિંડને-સંજ્ઞીને ઉંટ કહેવાય છે એવા १ अत्र उदीच्येन इति सुचारु । २ -०ग्रीवप०-ता० । ३-०मपसदं -मु० ०मपशब्द-डे० । ४ निकृष्टम् । ५ तात्पर्य० पृ० १९८ ६ यदाह-ता० । ७ सादृश्यसाधनम् ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy