SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦/૧/૨/૪ પ્રમાણમીમાંસા "इदमल्पं महद् दूरमासन्नं प्रांशु' नेति वा । થપેક્ષત્તઃ સમડળે વિપરાથના"તારમ્ " [નથીરૂ. ૨૨] રૂતિ | ६ १२. अथ साधर्म्यमुपलक्षणं योग विभा'गो वा करिष्यत इति चेत्, तईकुशलः सूत्रकारः स्यात्, सूत्रस्य लक्षणरहितत्वात् । यदाहुः “અભ્યાક્ષરમન્નિાઈ સાવશિતોપુષમા अस्तो भमनवद्यं च सूत्रं सूत्रविदो विदुः ॥" अस्तोभमनधिकम् । ६ १३. ननु 'तत्' इति स्मरणम् इदम्' इति प्रत्यक्षमिति ज्ञानद्वयमेव, न ताभ्यामन्यत् प्रत्यभिज्ञानाख्यं प्रमाणमुत्पश्यामः। સંશાસંશિના સંબંધજ્ઞાનને શું કહેશો? તો પ્રસિદ્ધ પદાર્થનાં વૈધર્મથી અપ્રસિદ્ધ પદાર્થનાં નામનું પ્રતિપાદન કરનારને કયું પ્રમાણ માનશો? (લઘીય ૩-૧૦) આ આનાથી નાનું છે, મોટું છે, દૂર છે, નજીક છે, ઉંચુ છે કે ઉંચુ નથી, આવા સાપેક્ષ જ્ઞાન વિકલ્પો જે સમક્ષ-સામે દેખાતા પદાર્થમાં તેના પ્રતિપક્ષીની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે, તેનું સાધન-પ્રમાણ ભિન્ન માનવું પડશે. (લધીય. ૩.૧૩) ૧૨. શંકાકાર અસાધર્મ્યુ તે ઉપલક્ષણ છે તેથી વૈધર્મનું પણ ઉપમાનમાં ગ્રહણ કરી શકાય છે. અથવા સાધર્મ ઉપમાન, વૈધર્મ ઉપમાન એમ બે વિભાગ પાડી દેવાના. તેથી ઉપરોક્ત જ્ઞાનોમાં સાધન ભિન્ન માનવા નહિ પડે. સમાધાન : આવું કહેવાથી તમારાં સૂત્રકાર અકુશળ કહેવાશે. કારણ એમનું સૂત્ર સૂત્રનાં લક્ષણ રહિત બની જાય છે. કહ્યું છે. જે અલ્પ અક્ષરવાળું હોય, અસંદિગ્ધ હોય, સારયુક્ત હોય, સર્વતોમુખી હોય, “વૈણ” ઈત્યાદિ અર્થ વગરના અક્ષરથી રહિત હોય એને નિર્દોષ સૂત્ર કહે છે. અસ્તોભ” વધારે અક્ષરો ન હોય તેવું, સર્વતોમુખી = બધી રીતે પૂર્ણ, જેવો અર્થ સૂત્રથી કાઢવાનો આશય સૂત્રકારનો છે તેવો અર્થ સૂત્ર ઉપરથી નીકાળી શકાય તેમાં આપણને કોઈ શબ્દની ઉણપ ન લાગે. શ્લોકને પૂરો કરવા માટે વપરાતા વૈ,ણે વગેરે વ્યર્થ શબ્દોનો જેમાં નિપાત ન હોય તે અસ્તોભમુ. “સતાધન સાધ્યાયનનુપમાનમ" ન્યા.સ્. (૧-૧-૨) આ સૂત્રમાં તમારા કહેવા પ્રમાણે સાધર્મ એ ઉપલક્ષણ છે, તેથી સાધચ્ચેથી ભિન્ન એવા કોઈ ધર્મ કે જેનાથી સંજ્ઞા સંશી સંબંધનું જ્ઞાન થઈ શકતું હોય, તેનું પણ ગ્રહણ કરાય. એટલે વૈધર્યેથી તેવું જ્ઞાન કરવું તે પણ ઉપમાન. એટલે સત્રથી આવો ચોક્કસ નિશ્ચય નથી થતો કે સાધર્મથી જ ઉપમાન થાય. વળી “ઉપમાન એક જાતનું છે કે બે જાતનુ?” એમ સંદેહ રહ્યા કરે છે. એથી સૂત્રનું જે અસંદિગ્ધ વિશેષણલક્ષણ છે, એની ખામી આવી. એટલે સંદિગ્ધ સૂત્ર રચના કરવાથી ન્યાય સૂત્રકાર કાણાદ-અક્ષપાદ અકુશળ માનવા પડશે. १दीर्घम् । २ अपेक्षका घल्पमहदादिव्यापाराः । ३ अक्षनिरपेक्षं मानसं ज्ञानं विकल्पः । ४ प्रमाणान्तरं प्राप्नोति । ५ उपमानमिति सत्रावयवयोगः । ६ उपमानं द्विधा साधर्म्यतो वैधयंतश्चेति विभागः । ७ पुरणार्थवादिनिपातरहितमस्तोभम् । ૧ વિકલ્પનો અર્થ અક્ષ નિરપેક્ષ માનસ જ્ઞાન આવો ક્યો છે, તો સામે પદાથે જોઈને આ દીધે, આ હસ્વ વિગેરે થતું જ્ઞાન અક્ષ નિરપેક્ષ કેવી રીતે? ઉ- આંખથી માત્ર સામેનો પદાર્થ દેખાતો હોય છે, તેમાં નાના મોટાનો વ્યવહારતો પ્રમાતા બન્નેની તરતમતાનો વિચાર કરીને પોતે તેવું માનસ પ્રત્યક્ષ કરે છે. કા.કે. વસ્તુ કંઈ હસ્વકે દીર્થનથી પરંતુ પ્રમાતા પરસ્પર બે વસ્તુને તુલનાત્મક દૃષ્ટિથી વિચારીને જેમાં અલ્પ મૂર્ત સંયોગ જણાય તેને સ્વ કહે છે અને અધિક મૂર્ત સંયોગ જણાય તેને દીર્ઘ કહે છે, આ બધી મનનીજ વિચારણા દ્વારા જ થયું ને, એમાં કંઈ આંખ તેવી વિચારણા કરી શકતી નથી. પહેલા આંખથી સામેના પદાર્થનું દર્શન થયું ત્યારે તેના મૂર્ત સંયોગનું પ્રમાણ જણાયું, હવે બીજો પદાર્થ જોયો તેમાં મૂર્તસંયોગનું પ્રમાણ જામ્યું, ત્યાર પછી પૂર્વના પ્રમાણને યાદકરી તુલના કરે તો પહેલો પદાર્થ હસ્વ જણાય છે, એમ હુસ્વવિગેરેના જ્ઞાનમાં દર્શન અને સ્મરણ બને જરૂરી છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy