SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ /૧/૨/૪ પ્રમાણમીમાંસા 'तत्प्रतियोगि' इदमस्मादल्पं महत् दूरमासन्नं वेत्यादि । 'आदि' ग्रहणात् "रोमशो दन्तुरः श्यामो वामनः पृथुलोचनः । यस्तत्र चिपिटघ्राणस्तं चैत्रमवधारयः ॥" [न्यायम० पृ० १४३] "पयोम्बुभेदी हंसः स्यात्षट्पा दैर्धमरः स्मृतः । सप्तपर्णस्तु विद्वद्भिर्विज्ञेयो विषमच्छदः ॥ पञ्चवर्ण भवेद्रनं मेचकाख्यं पृथुस्तनी । युवतिश्चैकश्रृङ्गोऽपि गण्डकः परिकीर्तितः ॥" इत्येवमादिशब्दश्रवणात् तथाविधानेव चैत्रहंसादीनवलोक्य तथा' सत्यापयति यदा, तदा तदपि संकल'नाज्ञानमुक्तम्, दर्शनस्मरणसम्भवत्वाविशेषात्।। ગાયના જેવું છે, એટલે ગાયનું સ્મરણ કરી પુરોવર્સી ગવય પિંડ જોઈ તેમાં સાદેશ્ય અનુભવી (નું સંકલન) કરીને “આ ગવય છે' એવું જ્ઞાન પેદા થાય છે. ગાયથી વિલક્ષણ ભેંસ છે અહીં ગાયમાં જે અનુભવ્યું હતું તેવું એમાં નથી જોવાતું એટલે પુરોવર્સીના દર્શન સાથે પૂર્વ અનુભૂતનું સ્મરણ પણ લાગુ પડે છે. કારણ કે વિલક્ષણ તો અનુભૂતના આધારે જ માને છે. નહીંતર પછી તે શેનાથી વિલક્ષણ છે? કા.કે. તે સાપેક્ષ પદાર્થ હોવાથી અન્યની અપેક્ષાથી જ પોતાનું ભાન કરાવી શકે. તત્પતિયોગી આ આનાથી નાનું છે. અહીં પૂર્વે જે મોટી વસ્તુ જોઈ હોય તેનું સ્મરણ અને સામે રહેલી વસ્તુનું દર્શન જરૂરી બને છે. હ્રસ્વત્વ દીર્ઘત્વ વગેરે સાપેક્ષ પદાર્થના સંબધીને પ્રતિયોગી કહેવાય છે. સાપેક્ષ એવા જ્ઞાન ઈચ્છા વિગેરેની અપેક્ષાએ તત્સંબંધી પદાર્થમાં વિષયતા નામનો આગન્તુકધર્મ આવે છે, (તે ધર્મીમાં જ્ઞાનાદિપાંચથી અન્ય (સાપેક્ષ) પદાર્થની અપેક્ષાએ જે આગન્તુકધર્મ આવે તે ધર્મને પ્રતિયોગિતા કહેવાય છે. જેમ ઘટમાં સંયોગાદિ સંબંધ કે અભાવને લઈને પ્રતિયોગિતા આવે છે, માટે ઘટ પ્રતિયોગી બન્યો. એમ ફર્વ = આ પિંડ સ્મા = મોટા પદાર્થની અપેક્ષાએ નાનો છે એટલે નાનાપિંડમાં હસ્વત્વ(ધર્મ) પદાર્થ આવ્યો છે. તેથી તે નાનો પિંડ હ્રસ્વત્વનો પણ પ્રતિયોગી કહેવાય છે.) ઘટાભાવ વિગેરે અભાવ અને સંયોગ વિ.સંબંધને આશ્રયી પણ પ્રતિયોગીનું સંકલન થઈ શકે છે. ઘટનો સંયોગ છે માટે સંયોગપદાર્થનો ઘટસંબંધી-પ્રતિયોગી બને છે, તેમ ઘટનું હ્રસ્વત એમ હ્રસ્વત્વનો સંબંધી ઘટ છે માટે હ્રસ્વત્વનો પ્રતિયોગી ઘટ બને છે. એમ તત્ = દૂત્વે, તીર્થત્યં વગેરે આવશે તેના પ્રતિયોગી રૂપે ઘટાદિનું ભાન થાય છે એમ તઋતિયોગીનું ભાન થાય છે, આવા જ્ઞાન માટે મોટા પિંડનું સ્મરણ અને નાનાપિંડ (ઘટ)નું દર્શને આવશ્યક હોય છે. માટે આવા તત્મતિયોગી મલ્લામાં સમાવેશ થાય છે. આ આનાથી મોટું છે, આ આનાથી દૂર છે કે નજીક છે'. એમ સૂત્રમાં ગ્રહણ કરેલ “આદિ' શબ્દથી રુંવાટાવાળો, લાંબા દાંતવાળો કાળા વર્ણવાળો, બાવનીઓ, મોટી વિશાલ આંખવાળો ચપટા નાકવાળો જે હોય તેને ચૈત્ર સમજવો. (ન્યાય પંપૃ. ૧૪૩) હંસ દૂધ પાણીને જુદા પાડનાર છે, છ પગવાળાને ૨-૦૫-૫૦ ૨ તથા યાને સત્યા - ૨ સંયમનુ”- ! ૧ પૂર્વે અનેક પેન જોઈ હોય પછી સાવ અલગ જ આકાર વાળી પેન જેવામાં આવે ત્યારે “તે પેનોથી આ વિલક્ષણ છે” એવું જ્ઞાન થાય છે. એમ પર્વનું સ્મરણ જરૂરી છે. ૨ “સંયોગેન ભૂતલેઘટઃ” આ જ્ઞાન તમને પૂર્વે થયેલું છે અને તમને એ પણ ખ્યાલ છે, જે આધેય હોય તે સંબંધનો પ્રતિયોગી કહેવાય. તેમાંથી અત્યારે તમે માત્ર ઘડો જોયો ત્યારે તમને જ્ઞાન થાય કે આ ઘટ સંયોગનો પ્રતિયોગી છે. અથવા પૂર્વે ઘટાભાવનું જ્ઞાન થયેલું હોય અત્યારે એજ ભૂતલ ઉપર ઘડો જોયો ત્યારે તમને ઘટાભાવનો ખ્યાલ હોવાથી તમે તરત જ બોધ કરશો આ ઘડો પેલા ઘટાભાવનો પ્રતિયોગી છે. સંયોગાદિ સંબંધ કે અભાવનું સ્મરણ થતા પ્રતિયોગીનું ભાન થાય છે એટલે અહીં પણ પૂર્વાપરનું સંકલન રહેલું છે. કા.કે. અભાવના સબંધીને પ્રતિયોગી કહેવાય.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy