SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ /૧/૧/૩૨ પ્રમાણમીમાંસા ६ १३१. ननु द्रव्यपर्यायात्मकत्वेऽपि वस्तुनः कथमर्थक्रिया नाम ? । सा हि क्रमाक्रमाम्यां व्याप्ता दव्यपर्यायैकान्तवदुभयात्मकादपि व्यावर्तताम् । शक्यं हि वक्तुमुभयात्मा' भावो न क्रमेणार्थक्रियां कर्तुं समर्थः, समर्थस्य क्षेपायोगात् । न च सहकार्यपेक्षा युक्ता, द्रव्यस्याविकार्यत्वेन सहकारिकृतोपकारनिरपेक्षत्वात् । पर्यायाणां च क्षणिकत्वेन पूर्वापरकार्यकालाप्रतीक्षणात् । नाप्यक्रमेण, युगपद्धि सर्वकार्याणि कृत्वा पुनरकुर्वतोऽनर्थक्रियाकारित्वादसत्त्वम्, कुर्वतः क्रमपक्षभावी दोषः । द्रव्यपर्यायवादयोश्च यो दोषः स उभयवादेऽपि समान: પ્રત્યે પ્રવેદોષો તોપવે સાથે ર સ ?” इति वचनादित्याह पूर्वोत्तराकारपरिहारस्वीकारस्थितिलक्षण परिणाम नास्यार्थक्रियोपपत्तिः ॥३३॥ તે બન્ને એકમેક થઈને રહેલા છે, માટે ઘટ એ સત્ય પદાર્થ છે, એમ જે કોઈ પણ પદાર્થ હશે તેમાં દ્રવ્ય-પર્યાય ચોક્કસ હોય છે. ll૩રા. ૧૩૧ શંકાકાર વસ્તુ દ્રવ્યપર્યાયમય હોય તો પણ અર્થક્રિયા કેવી રીતે થશે? તે અર્થ ક્રિયા ક્રમ અને અક્રમથી વ્યાપ્ત છે તેથી એકાન્તદ્રવ્ય કે એકાન્તપર્યાય એ બંને સ્વરૂપે તે ઘટી શકતી નથી. તેની જેમ દ્રવ્યપર્યાયાત્મક પદાર્થથી પણ તેની અWક્રિયાની વ્યાવૃત્તિ થવી જોઈએ. અહીં પણ આમ કહી શકાય છે કે ઉભયાત્મક પદાર્થ કમથી અક્રિયા કરવા સમર્થ નથી, ક્રમથી કરતાં કાલક્ષેપ થાય. જ્યારે ક્રિયા કરવા સમર્થ હોય તે કાલક્ષેપ કરે નહીં. સહકારની અપેક્ષા રાખે છે માટે કાલક્ષેપ થાય, એ કહેવું યુક્ત નથી, કારણ કે દ્રવ્યમાં કોઈ પણ જાતનો વિકાર પેદા થતો ન હોવાથી, સહકારી દ્વારા થનારાં ઉપકારની અપેક્ષા તેને હોતી નથી. પર્યાય તો ક્ષણિક છે માટે તેઓ આગળ પાછળના કાર્યકારણની પ્રતીક્ષા કરી શકતા નથી. અક્રમથી પણ અર્થાત્ એકી સાથે બધાં કાર્ય કરી નાંખે તો બીજી ક્ષણે કશું ન કરવાથી વસ્તુ અથક્રિયા વગરની બની જવાથી અસતુ થઈ જશે. અને પુનઃ પુનઃ કરશે તો ક્રમભાવી પક્ષના દોષો લાગુ પડે છે. એમ દ્રવ્ય અને પર્યાય વાદનો જે દોષ છે, તે ઉભયવાદમાં પણ સરખો લાગુ પડે છે. કારણ કે એવું વચન છે કે એક એક પક્ષમાં જે દોષ હોય તે ઉભય પક્ષમાં કેમ ન હોય”? આ શંકાનું સમાધાન કરવાં કલિકાલ સર્વજ્ઞ સૂત્ર દર્શાવે છે. પૂર્વ પર્યાયનો ત્યાગ અને ઉત્તર પયયનો સ્વીકાર અને દ્રવ્યરૂપે સ્થિર રહેવાના પરિણામથી ઉભયાત્મક પદાર્થની અર્થક્રિયા બંધ બેસી શકે છે. [૩] १व्यपर्यायात्मा । २ प्रथमद्वितीयकाय (य)योः कालः । ३ ० क्षणेन परि० -सं-मू० । ४ नास्य क्रियो०-सं मू० ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy