SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૩૩ ૧૨૧ ६ १३२. 'पूर्वोत्तरयोः' 'आकारयोः' विवर्तयोर्यथासङ्ख्येन यौ 'परिहारस्वीकारौ' ताभ्यां स्थितिः सैव लक्षणम्' यस्य स चासौ परिणामश्च, तेन 'अस्य' द्रव्यपर्यायात्मकस्यार्थक्रियोपपद्यते । ६१३३. अयमर्थः न द्रव्यरूपं न पर्यायरूपं नोभ यरूपं वस्तु, येन तत्तत्पक्षभावी दोषःस्यात्, किन्तु स्थित्युत्पादव्ययात्मकं शबलं जात्यन्तरमेव वस्तु । तेन तत्तत्सहकारिसन्निधाने क्रमेण युगपद्वा तां तामर्थक्रियां कुर्वतः सहकारिकृतां चोपकारपरम्परामुपजीवतो ૧૩ર » ઉભયાત્મક પદાર્થ પૂર્વપૂર્વ પર્યાયનો ત્યાગ કરતો રહે છે અને ઉત્તર ઉત્તર પર્યાયને સ્વીકારતો રહે છે. આ બે પરિણામની સાથે જેમાં દ્રવ્યરૂપ સ્થિર પરિણામ પણ હોય છે. પર્યાયનો ત્યાગ અને સ્વીકાર થાય છે તેનાં લીધે તે વસ્તુ દ્રવ્ય રૂપે સ્થિર રહી શકે છે. જુના પર્યાયને છોડે જ નહી અને નવા પર્યાયને સ્વીકારેજ નહી તો પછી તે સ્થિર કેવી રીતે રહી શકે? સોનાની પહેલા ચમક હતી, સમય જતા કાળાશ આવે છે એટલે દરેકણે ચમક ઝાંખી પડતી જાય છે અને તેમાં કાળાશ થોડી થોડી આવતી જાય છે એ હકીકત છે, હવે જો સોનું ચમકને છોડી કાળાશને ન સ્વીકારે તો પોતે ત્યાં રહી જ કેમ શકે? પોતાની બદલી થતા ઓફિસર તે સ્થાનને છોડે અને અન્ય સ્થાનને સ્વીકારે તો પોતાની પોસ્ટ ટકી રહે, નહીતર નોકરી છોડતા પોસ્ટ-હોદ્દો જતો રહે છે. એમ વસ્તુનો ક્ષણેક્ષણે બદલાઈ જવાનો સ્વભાવ છે છતાં તે વસ્તુ તે પૂર્વનાપર્યાયને છોડી નવા પર્યાયને ન સ્વીકારે તો ટકી જ કેમ શકે. જે કં. લાભ.હાનિનો સ્વીકાર કરે છે તેજ કં. સત્ = ટકી શકે છે. તેતો ખરવિષાણની જેમ અસતું બની જાય. ગધેડાના શિંગડા ચમક-કાળાશ વિ. પર્યાયને સ્વીકારતા નથી તો તે તુચ્છ જ છે ને. એમ એક જ પદાર્થ ત્રયાત્મક પરિણામવાળો હોવાથી તેમાં અર્થક્રિયા ઘટી શકે છે. ૧૩૩. » આનો અભિપ્રાય આ છે કે વસ્તુ દ્રવ્ય રૂપ કે પર્યાય રૂપ કે પરસ્પર ભિન્ન ઉભયરૂપ પણ નથી કે જેથી તે તે પક્ષનાં દોષો લાગી શકે. પરંતુ વસ્તુ “સ્થિતિ-ઉત્પાદ વ્યય” સ્વરૂપ વિચિત્ર-અલગ જાતિ રૂપે અનેક ભાગોમાં વિભકત-વ્યાપ્ત છે. એથી તે વસ્તુ તેને સહકારી કારણના સંનિધાનમાં ક્રમથી કે યુગપત, ક્રિયા કરે છે. કાચની સામે એક એક પદાર્થ આવે તો કાચમાં એક દેખાય એમ અનુક્રમે એક પછી એક પદાર્થ જોવા મળે અને પૂર્વનું પ્રતિબિમ્બ નાશ પામે અને નવું પ્રતિબિમ્બ જોવા મળે અને દર્પણતો તેવુંનુ તેવું રહે છે. હવે એકી સાથે બધી વસ્તુઓ દર્પણ સામે ધરી દેવામાં આવે તો બધાનું પ્રતિબિમ્બ યુગપત પડવા લાગશે. સમજ્યા અમારી સ્યાદ્વાદ શૈલી ? ક્રમથી કે એકીસાથે તે તે અર્થક્રિયા કરનારને એ પ્રમાણે સહકારીકૃત ઉપકાર પરંપરાની સહાયતા લઈને કથંચિત્ ભિન અને કથંચિત્ અભિન્ન એવા ઉપકારથી વસ્તુમાં સામર્થ્ય આવે છે. જેથી અમુક કાર્ય ક્રમથી અમુક કાર્ય અક્રમથી થાય છે, અને અમારા મતમાં ઉપકાર કથંચિત્ વસ્તુથી અભિન્ન હોવાથી નિયત વસ્તુ સાથે તેનો સંબંધ બની શકે છે. - જિમ પાણી દ્વારા ચોખામાં આદ્રતા પેદા કરવામાં આવી તે તે ચોખાનો જ પર્યાય હોવાથી ચોખાને તે આર્દ્રતાથી છુટો કરી શકાતો ન હોવાથી આદ્રતા નામનો ઉપકાર ચોખાથી અભિન્ન કહેવાય. ચોખા પૂર્વમાં પણ હતા અને ઉત્તરમાં પણ રહેવાનાં આર્દ્રતા અમુક અમુક સમય સુધી રહેનારી છે, નામથી પણ ભિન્ન છે. १ स्वतन्त्रद्रव्यपर्यायरूपम् ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy