SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૩૨ ૧૧૯ यौ च सङ्करव्यतिकरौ तौ मेचकज्ञाननिदर्शनेन सामान्यविशेषदृष्टान्तेन च परिहृतौ । अथ तत्र तथाप्रतिभासः समाधानम्, परस्यापि तदेवास्तु प्रतिभासस्यापक्षपातित्वात् । निर्णीते चार्थे संशयोऽपि न युक्तः, तस्य सकम्पप्रतिपत्तिरुपत्वादकम्पप्रतिपत्तौ दुर्घटत्वात् । प्रतिपन्ने च वस्तुन्यप्रतिपत्तिरिति साहसम् । उपलब्ध्यभिधानादनुपलम्भोऽपि न सिद्धस्ततो नाभाव इति दृष्टेष्टाविरुद्धं द्रव्यपर्यायात्मकं वस्त्विति ॥३२॥ કામ કરે છે, તે જ અશ્વાદિથી વ્યાવૃત્તિનું કામ કરતું દેખાય છે, એટલે અનુવૃત્તિ કરાવનાર ગોત્વજ વ્યાવૃત્તિ કરાવી શકે છે અને વ્યાવૃત્તિ કરાવીને પુનઃઅનુવૃત્તિ કરાવી શકે છે, તેમાં કશો કોઈને વાંધો નથી. માટે વ્યતિકર દોષ નથી લાગતો. અમે તો ભેદભેદ એક વસ્તુમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ માનતા હોવાથી એટલે કે એક જ સ્વભાવથી પહેલા ભેદ માની તેજ સ્વભાવથી તે જ સ્વરૂપથી કાંઈ અમે અભેદ નથી માનતા. પરંતુ પરાવર્તન પરિણામના સ્વભાવથી ભેદ માનીએ છીએ અને ધૈર્ય પરિણામના સ્વભાવથી અભેદ માનીએ છીએ, તો પછી વ્યતિકર ક્યાં રહ્યો ? એક જ રત્ન પાંચ વર્ણવાળું હોય કે નહી, એટલે મેચક જ્ઞાન રત્ન રૂપે એક છે અને વર્ણ રૂપે અનેક છે કે નહીં. અપર સામાન્ય ગોત્વ સમસ્ત ગો જાતિમાં રહેવાથી ગોત્વસામાન્ય છે અને વિજાતીય પદાર્થોથી ગોને વ્યાવૃત્ત કરતું હોવાથી વિશેષ પણ છે. એમ અપેક્ષાએ ભિન્ન ભિન્ન દૃષ્ટિથી ભેદ અને અભેદ એક વસ્તુમાં રહી શકે છે. એટલે સંકર અને વ્યતિકર દોષનો પરિહાર થઈ જાય છે. એકાન્તવાદી > ત્યાં મેચક જ્ઞાનમાં તો અનેક પ્રકારનો પ્રતિભાસ થાય છે માટે માની શકાય. જૈના તો અહીં પણ અનેકાન્તવાદનાં ચશ્મા પહેરીને જુઓ, બધુ સંગત જણાવા લાગશે. પ્રતિભાસ પક્ષપાતી નથી હોતો કે તમને જુદુ જણાવે અને અમને જુદુ જણાવે કે જેથી તેમાં દોષની શંકા રાખવી પડે. અમને વસ્તુ દ્રવ્ય રૂપે એક જ છે, પર્યાયરૂપે અનેક છે; એમ વસ્તુનો નિર્ણય હોવાથી સંશય કયાં રહે છે? સંશય તો ચલાયમાન જ્ઞાનરૂપ હોય છે. તે અહીં ક્યાંથી? એટલે જે વસ્તુ પ્રમાણ સિદ્ધ છે. તેમાં અપ્રતિપત્તિ દોષ આપવો મોટું સાહસ કહેવાય. ઉપલબ્ધિ બતાવી દેવાથી અનુપલલ્મ સિદ્ધ થતો નથી. એટલે વિષય વ્યવસ્થા પણ બની રહે છે. ઉલ્ટ એકાંતવાદમાં માત્ર સુવર્ણઘટને ઘટ જ માનવાથી સોનાસંબંધી કશું જ કાર્ય તેનાથી ન થવાની આપત્તિ આવતી હોવાથી વિષય-વ્યવસ્થામાં ગોટાળા થાય છે. (એટલે કે તેમાં ઘટ માનીને માત્ર પાણી ભરી શકાય પરંતુ વેંચીને પૈસા મેળવવા વગેરે સુવર્ણ સંબંધી કાર્ય તેનાથી કરી શકાશે નહીં.) એમ વસ્તુ દ્રવ્ય પર્યાય રૂપે છે, તે પ્રત્યક્ષથી દષ્ટ છે આગમથી ઈષ્ટ અને અનુમાનથી અવિરૂદ્ધ છે. આગમમાં “ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્ત સત” ઈત્યાદિ થી જણાવેલ છે. અને અનુમાનથી કોઈ વિરોધ આવતો નથી. “વ પર્યાયાત્મક રી" અહીં જ્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ નથી, ત્યાં સત્ત્વ નથી, માટે અનુમાનમાં વ્યભિચાર વગેરે દોષ આવતા નથી. જેમ ઘટ, ઘટમાં ઘટાકાર પર્યાય છે અને માટી એ દ્રવ્ય છે,
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy