SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ /૧/૧/૩૨ પ્રમાણમીમાંસા एतेन वैयधिकरण्यदोषोऽप्यपास्तः, तयोरेकाधिकरणत्वेन प्रागुक्तयुक्तिदिशा' प्रतीतेः। यदप्यनवस्थानं दूषणमुपन्यस्तम् तदप्यनेकान्तवादिमतानभिज्ञेनैव, तन्मतं हि द्रव्यपर्यायात्मके वस्तुनि द्रव्यपर्यायावेव भेदः भेदध्वनिना तयोरेवाभिधानात्, द्रव्यरूपेणाभेदः इति द्रव्यमेवाभेदः एकानेकात्मकत्वाद्वस्तुनः । છે, તેનું એરીંગથી વલયમાં રૂપાન્તર જોવા મળે છે, એટલે દ્રવ્યરૂપે જે સોનું છે, તેમાં વિવિધ આકારના પર્યાય સ્પષ્ટ જોવાય છે, સુવર્ણનું જે અધિકરણ છે તેનાથી એરીંગ કે વલયાકાર માટે અલગ આશ્રયની જરૂર પડતી નથી, તો પછી ભિન અધિકરણ ક્યાં થયું? એમ દ્રવ્ય અને પર્યાયને એક ઠેકાણે રહેવામાં વાંધો નથી તો પછી અમે જે દ્રવ્યની અપેક્ષાએ અભેદ માન્યો છે, અને પર્યાયની અપેક્ષાએ ભેદ માન્યો છે તે પણ એક ઠેકાણે રહી જ શકશે ને. અનેકાન્તવાદનાં મર્મને નહીં જાણવાથી પૂર્વપક્ષી અનવસ્થા દોષ અનેકાન્તવાદમાં જુએ છે. પણ અમારા મતમાં દ્રવ્યપર્યાયાત્મક વસ્તુમાં આ દ્રવ્ય છે, આ પર્યાય છે એમ જુદા જુદા નામથી- શબ્દથી પ્રતીતિ થતી હોવાથી ભેદ માનવામાં આવે છે. એટલે દ્રવ્ય અને પર્યાય એટલો માત્ર જ ભેદ છે. દ્રવ્ય રૂપથી તો અભેદ છે. માટી અને ઘડો આ ભેદ રૂપકથન છે. જ્યારે ઘટાત્મક માટીને ગ્રહણ કરવા જતાં ઘટને જુદો પાડી શકાતો નથી, માટે ત્યાં અભેદ કહેવાય, એટલે વસ્તુ એક અને અનેકરૂપે છે જ. તમારી જેવી દૃષ્ટિ તેવું દેખાય. એટલે “સર્વથા વસ્તુમાં ભેદભેદ છે”, એવું અમો માનતા જ નથી, તેથી પુનઃ તેના સ્વરૂપમાં નવા ભેદભેદની કલ્પના કરી અનવસ્થા આપી શકાય તેમ નથી. અમારે ત્યાં સ્વરૂપમાં ભેદભેદ જ હોય આવો એકાંતવાદ પણ નથી, અમુક સ્વરૂપથી ભેદ છે, તો અમુક સ્વરૂપથી અભેદ છે. એક જ સ્વરૂપમાં તો અમે ભેદભેદ માનતા જ નથી તો અનવસ્થા ક્યાંથી? જો દરેકે દરેક સ્વરૂપમાં ભેદભેદ જ માનીએ તો એકાંતવાદ આવી જાય. અરે! અમો સર્વથા ભેદભેદની પક્કડ નથી રાખતા, આજ તો અમારા મતનો અનેકાન્તવાદ છે. અને “પર્યાય રૂપે ભેદ જ છે, દ્રવ્યરૂપે અભેદ જ છે.” એમ માનતાં સદ્ એકાન્તવાદ અમને માન્ય છે. એટલે અમને સર્વથા અનેકાન્તવાદ પણ માન્ય નથી. અન્યથા અનેકાન્તવાદમાં એકાન્તવાદ આવી જાય. જેમ અનેક વર્ણના અધિકરણ ભિન્ન હોય છે, છતાં પંચવર્ણીરત્નમાં એક જ અધિકરણમાં અનેક વર્ણ રહી શકે. આવું સાક્ષાત જોવાતું હોવાથી તેને ભેળસેળ નથી કહેવાતી. તેમ જ્યાં દ્રવ્ય અપેક્ષાએ અભેદ છે, ત્યાં જ પર્યાય ભેદ સાક્ષાત જોવાય છે, એટલે ભેદ અભેદનું પરસ્પર ભિન્ન અધિકરણ જ નથી મળતું તેથી સુવર્ણ અને તેના પર્યાયમાં ભેદભેદનો સંકર દોષ લાગુ પડતો નથી. અને વળી જે ગોત્વ ગાયોમાં અનુવૃત્તિનું १विज्ञानस्यकमाकार मानाकारकरम्बितम् ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy