SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ /૧/૧/૨૯ પ્રમાણમીમાંસા अत्रश्रोत्रादीनामचेतनत्वात्तवृत्तेः सुतरामचैतन्यमिति कथं प्रमाणत्वम् ? । चेतनसंसर्गात्तच्चैतन्याभ्युपगमे वरं चित एव प्रामाण्यमभ्युपगन्तुं युक्तम् । न चाविकल्प'कत्वे प्रामाण्यमस्तीति यत्किञ्चिदेतत् । હું ૨૨. “વિષયાધ્યવસાયો છન" [૩૦૦૧] તિ પ્રત્યક્ષત્નક્ષorમિતીથરવM: ! तदप्यनुमानेन व्यभिचारित्वादलक्षणम् । अथ 'प्रतिः' आभिमुख्ये वर्तते तेनाभिमुख्येन विषयाध्यवसायः प्रत्यक्षमित्युच्यते, तदप्यनुमानेन तुल्यम् घटोऽयमितिवदयं पर्वतोऽग्निमानित्याभिमुख्येन प्रतीतेः । अथ अनुमानादिविलक्षणो अभिमुखोऽध्यवसायः प्रत्यक्षम्, तर्हि प्रत्यक्षलक्षणमकरणीयमेव शब्दानुमानलक्षणविलक्षणयैव तत्सिद्धेः। - ११६. ततश्च परकीयलक्षणानां दुष्टत्वादिदमेव 'विशदः प्रत्यक्षम्' इति प्रत्यक्षलक्षणमनवद्यम iારા ઉપર પ્રમાણની મહોર કેવી રીતે લાગી શકે? જેમ કરવત જડ છે તો તેની વ્યાપાર-છેદન ક્રિયા પણ જડ જ છે ને! વૃદ્ધસાંખ્ય – ચેતનના સંસર્ગથી તેમનામાં ચૈતન્ય હોવાનું માનવામાં આવે છે, માટે તદ્દવ્યાપાર ચેતનસ્વરૂપ બને તેમાં વાંધો નથી. જૈન - ચેતનના સંસર્ગથી અચેતનમાં પ્રમાણતા માનવા કરતાં મૂળ જે ચિત-જ્ઞાન છે, તેને જ પ્રમાણ માનવું વધારે સારું કહેવાય. વળી અમે પહેલા જણાવી દીધું છે કે નિર્વિકલ્પકજ્ઞાન પ્રમાણ બની શકતું નથી, તેનાથી સંવાદી પ્રવૃત્તિનો સંભવ ન હોવાથી. એટલે કે આ લક્ષણમાં કાંઈ માલ નથી. ૧૧૫. સાંખ્યકારિકાકાર ઈશ્વરકૃષ્ણ પ્રતિનિયત વિષયનો અધ્યવસાય=ભાન થવું (ઉપયોગ) તેનું નામ પ્રત્યક્ષ (સાં.કા.૫) વિષયથી સંબદ્ધ ઈદ્રિયો દ્વારા બુદ્ધિવિષયસુધી પહોંચી વિષયાકારે પરિણિત થાય છે એટલે કે વિષય સાથે ઈદ્રિયનો સંનિકર્ષ વ્યાપાર થતા બુદ્ધિમાં રહેલ તમોગુણ અભિભવ પામે છે અને સત્ત્વગુણનો ઉદ્રક થાય છે ત્યારે બુદ્ધિ વિષયાકારે પરિણત થાય છે, તેનું નામ જ અધ્યવસાય-ઉપલબ્ધિ છે. જૈનાઝ આ લક્ષણ (અનુમાનની સાથે વ્યભિચારિતા આવે) અનુમાનની સાથે વ્યભિચારી બની જાય છે. એટલે કે જ્યાં પ્રત્યક્ષાભાવ છે તેમાં અનુમાનમાં પણ પ્રતિનિયત વિષયનું ભાન તો હોય જ છે. (ધૂમથી અગ્નિનું જ અનુમાન થાય નહિ કે પટાદિનું). એટલે અનુમાન દ્વારા- અનુમાનને આગળ કરીને આ લક્ષણમાં વ્યભિચાર દોષ આવી જાય છે. માટે આને પ્રત્યક્ષનું લક્ષણ ન કહેવાય. ઈશ્વરકૃષ્ણ “પ્રતિ” શબ્દ અભિમુખ્યતા અર્થમાં છે, તેથી અભિમુખ રૂપે (સમક્ષરૂપે) પદાર્થનું જ્ઞાન તે પ્રત્યક્ષ, એવો અમારો આશય છે. જૈન – આવું લક્ષણ પણ અનુમાનની તુલ્ય છે, જેમ “આ ઘડો છે.” એવો અભિમુખ રૂપથી પ્રત્યક્ષ થાય છે. તેમ “આ સામેનો પર્વત અગ્નિવાળો છે” આ અનુમાન જ્ઞાન પણ અભિમુખ રૂપથી થાય છે. ૧ ૦ - ૨ તકમતિ પ્રત્ય-તા. ૧ અર્થસંનિકૃષ્ટ ઈદ્રિયોને આશ્રયી જે બુદ્ધિનો વ્યાપાર થાય છે, તે જ્ઞાન પ્રત્યક્ષ છે. અહીં બુદ્ધિ અચેતન છે, તેનો વ્યાપાર પણ, એટલે આ ઉભું થતું જ્ઞાન તે બધુ અચેતન રૂપ છે. છતાં પુરુષની છાયા પડવાથી ચેતનરૂપે ભાસે છે, એટલે એમનું માનેલું જ્ઞાન વાસ્તવમાં અચેતન છે, તેથી આ પ્રત્યક્ષનું લક્ષણ નિર્દષ્ટ નથી. સ્વચ્છ દર્પણમાં પ્રકાશ પડે છે તો આરિસામાં (છાયા દ્વારા) રહેલ ચિત્રાદિ તે પ્રકાશમાં પણ ઝળકતા દેખાય છે, તેમ બુદ્ધિનો બનેલો આકાર આરિણારૂપ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલ અત્મામાં પણ ઝબુકે-ભાસે છે, એટલે બુદ્ધિ આરિસા સમાન છે, તેમાં પદાર્થનો પરિણામ અને આત્માનું ચૈતન્ય અને સંકાન્ત થાય છે. ત્યારે આત્મા “મહ વ ગાના” આવું અભિમાન કરે છે. (સાંખ્ય તત્વ કા. ૫. ૨૭)
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy