SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૨૯ ६ ११३. येऽपि “तत्संप्रयोगे पुरुषस्येन्द्रियाणां बुद्धिजन्म सत्प्रत्यक्षं यद्विषयं ज्ञानं तेन सम्प्रयोगे इन्द्रियाणां पुरुषस्य बुद्धिजन्म सत्प्रत्यक्षं यदन्यविषयं ज्ञानमन्यसम्प्रयोगे भवति न तत्प्रत्यक्षम् ।" [शाबरभा० १.१.५] इत्येवं 'तत्सतोर्व्यत्ययेन लक्षणमनवद्यमित्याहुः, तेषामपि क्लिष्टकल्पनैव, संशयज्ञानेन व्यभिचारानिवृत्तेः । तत्र हि यद्विषयं ज्ञानं तेन सम्प्रयोग इन्द्रियाणामस्त्येव । यद्यपि चोभयविषयं संशयज्ञानं तथापि तयोरन्यतरेणेन्द्रियं संयुक्तमेव उभयावमर्शित्वाच्च संशयस्य येन संयुक्तं चक्षुस्तद्विषयमपि तज्ज्ञानं भवत्येवेति नातिव्याप्तिपरिहारः । अव्याप्तिश्च चाक्षुषज्ञानस्येन्द्रिय-सम्प्रयोगजत्वाभावात् । अप्राप्यकारि च चक्षुरित्युक्तप्रायम् ॥ ११४. "श्रोत्रादिवृत्तिरविकल्पिका प्रत्यक्षम्" इति वृद्धसाङ्ख्या । વિગ્રહ નિરર્થક છે, કારણ “સમ્પ્રયોગમાં દર્શાવેલી સપ્તમીથી જ તે અર્થ તો જણાઈ આવે છે. ૧૧૩. જે પદાર્થનો ઈદ્રિય સાથે સંબંધ થતાં પુરૂષને (તે વિષયવાળું) શાન પેદા થાય છે, તે સમ્રત્યક્ષ, એટલે કે જે વિષયવાળું જ્ઞાન થાય તે પદાર્થની સાથે ઈદ્રિયનો સંબંધ થતાં પુરૂષને બુદ્ધિ પેદા થાય, તે સમ્રત્યક્ષ છે. જ્યારે જ્ઞાન અન્ય વિષયવાળું હોય અને ઈદ્રિયસંબંધ અન્ય સાથે હોય ત્યારે તે પ્રત્યક્ષ નથી કહેવાતું, (શાબર ભા. ૧.૧૫) આમ તત્ સત્ પદને ઉલટાવવાથી પ્રત્યક્ષનું લક્ષણ નિર્દષ્ટ બની જાય છે. એમ વેપs જેઓ શાંકર ભાષ્યકાર કહે છે. - જૈન પદને ઉલ્ટાસુત્રા કરીને વ્યાખ્યા કરવી એ તો ક્લિષ્ટ કલ્પના છે, કારણ કે શબ્દથી સીધે સીધો આવો અર્થ નીકળી શકતો નથી. પૂર્વપક્ષનાં જેટલાં દોષો ઊભા થયા તે બધાને ધ્યાનમાં રાખવા પડે, અને બીજી કોઈ પણ જાતની કડી જડતી ન હોવાથી આ કલ્પના કરવી ઘણી લિષ્ટ છે. આમ કરવા છતાં પણ સંશયજ્ઞાનમાંથી વ્યભિચાર દૂર ટળતો નથી. કારણ કે સંશયમાં જે વસ્તુનું જ્ઞાન હોય તેની સાથે ઈદ્રિયનો સંયોગ પણ હોય છે. જો કે સંશયજ્ઞાન બે વસ્તુને વિષય બનાવે છે, છતાં પણ બન્નેમાંથી એક વિષય=જોય સાથે તો અવશ્ય સંબંધ હોય છે. ઈદ્રિયથી જોડાયેલ હોય છે. કારણ કે સંશય વિદ્યમાન અને અવિદ્યમાન એવા બંને પદાર્થોને વિષય બનાવે છે. એથી જે પદાર્થ સાથે ચક્ષુ સંયુક્ત છે તે વિષયનું પણ સંશયમાં જ્ઞાન થાય છે. એટલે ઉપરોક્ત લક્ષણમાં આવેલી અતિવ્યાપ્તિનો પરિહાર ન થયો. વળી અવ્યામિ દોષ પણ આવે છે. કારણ કે ચાક્ષુષજ્ઞાન ઈદ્રિયના પ્રયોગથી ઉત્પન્ન થનારૂં નથી, ચક્ષુ અપ્રાપ્યકારી હોવાથી આ પહેલાં કહી ચૂક્યા છીએ. ૧૧૪. વૃદ્ધ સાંખ્ય – શ્રોત્રાદિનો નિર્વિકલ્પ વ્યાપાર તે પ્રત્યક્ષ. (વૃત્તિ ઈદ્રિયનો વિષય સાથે સંનિકર્ષ થવારૂપ વ્યાપાર તે પ્રત્યક્ષ) - જૈના–પરંતુ શ્રોત્રાદિ અચેતન છે તો તેમનો વ્યાપાર અચેતન જ હોય તો પછી તેવા અચેતન વ્યાપાર १ तेनैव सम्प्र. -मु-पा० । २ तत्सर्वतोव्य०-डे० ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy