SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ પ્રમાણમીમાંસા /૧/૧/૩૦ $ ११७. प्रमाणविषयफलप्रमातृरूपेषु चतुर्षु विधिषु तत्त्वं परिसमाप्यत इति विषयादिलक्षणमन्तरेण प्रमाणलक्षणमसम्पूर्णमिति विषयं लक्षयति प्रमाणस्य विषयो द्रव्यपर्यायात्मकं वस्तु ॥३०॥ § ११८. प्रत्यक्षस्य प्रकृतत्वात्तस्यैव विषयादौ लक्षयितव्ये 'प्रमाणस्य' इति प्रमाणसामान्यग्रहणं प्रत्यक्षवत् प्रमाणान्तराणामपि विषयादिलक्षणमिहैव वक्तुं युक्तमविशेषात् तथा च लाघवमपि भवतीत्येवमर्थम्' । जातिनिर्देशाच्च प्रमांणानां प्रत्यक्षादीनां 'विषयः' गोचरो 'द्रव्यपर्यायात्मकं वस्तु' द्रवति तांस्तान् पर्यायान् गच्छति इति द्रव्यं ध्रौव्यलक्षणम् । શંકાકાર → અનુમાનાદિથી વિલક્ષણ અભિમુખ અધ્યવસાય પ્રત્યક્ષ છે, બસ હવે તો કોઈમાં વ્યભિચાર નહીં થાય ને ? સમાધાન → તો પછી ભલાભાઈ ! પ્રત્યક્ષનું લક્ષણ કરવાની જરૂર શી ? શાબ્દ અને અનુમાનના લક્ષણથી વિલક્ષણ હોવાથી જ પ્રત્યક્ષની સિદ્ધિ થઇ જશે. એટલે આ બન્નેથી વિલક્ષણ હોય = જુદી જાતનું જ્ઞાન હોય તે પ્રત્યક્ષ સાંખ્ય નિરસ્ત થયા-તેની બોલતી બંધ થઈ ગઈ. ૧૧૬. આ પ્રમાણે અન્ય દર્શનકારોએ બનાવેલાં પ્રત્યક્ષનાં લક્ષણ વ્યભિચારાદિ દોષથી દૂષિત હોવાથી “વિશદ જ્ઞાન તે પ્રત્યક્ષ” આ લક્ષણના કંઠે જ નિર્દોષતાની વરમાળા શોભાયમાન ઠરે છે ।।૨લા ૧૧૭. પ્રમાણ, પ્રમાણનો વિષય, ફળ અને પ્રમાતા` આ ચાર ભેદોમાં તત્ત્વની પરિસમાપ્તિ થાય છે, એથી પ્રમાણના વિષયાદિનું લક્ષણ જણાવ્યા વિના પ્રમાણનાં લક્ષણમાં ઉણપ રહે છે, માટે વિષયની ઓળખ આપે છે.... પ્રમાણનો વિષય છે, દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ ||૩૦ll ૧૧૮. અહીં પ્રત્યક્ષનું નિરૂપણ ચાલે છે. માટે તેનાં જ વિષયનું નિરૂપણ કરવું જોઇએ છતાં પણ “પ્રમાણસ્ય” પદનો ઉલ્લેખ કરી પ્રમાણ સામાન્યના વિષયનો નિર્દેશ કર્યો છે. તેની પાછળનું કારણ આ છે કે અન્ય પ્રમાણોનો પણ વિષય દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુને મૂકી અન્ય કોઈ પદાર્થ નથી. એટલે વિષયની સમાનતા હોવાથી એકી સાથે બધાનો વિષય જણાવવો યોગ્ય છે, અને તેમાં લાઘવ પણ છે. નહિંતર તે તે પ્રમાણના પ્રકરણમાં વારંવાર વિષય નિર્દેશ કરવા નવાં સૂત્રો બનાવવા પડત, તેથી મહાગૌરવ થાત.જાતિનો નિર્દેશ થયો હોવાથી અહીં પ્રમાણસ્ય” એમ એકવચન મૂકેલ છે. એટલે માત્ર પ્રત્યક્ષ નહીં પણ શેષ પ્રમાણોનો પણ વિષય આ જ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. તેતે પર્યાયોને પામનાર—તે તે પર્યાય રૂપે પરિણત થનાર હોય તે દ્રવ્ય, ધ્રૌવ્ય સ્વરૂપ દ્રવ્ય છે. પૂર્વપર્યાયનો નાશ થઇ ઉત્તર પર્યાય ઉત્પન્ન થઇ જાય છે,છતાં જેના १ विधेषु इत्यपि पठितुं शक्यं ता० प्रती २० मर्थजाति०डे० । ૧ તંત્ર વસ્ય કૃણા-નિહાલ્લા-પ્રવુૌમ્ય પ્રવૃત્તિ: પ્રમાતા મેળવવાની કે છોડવાની ઇચ્છાથી પ્રેરાયેલ (એવા)જેની/જેના વડે પ્રવૃત્તિ થાય તે પ્રમાતા, સ યેનાથ પ્રભિળોતિ તત્ પ્રમાળમ, તે પ્રમાતા જેનાદ્વારા અર્થને જાણે તે પ્રમાણ, થોડર્થ: પ્રમી૰ તત્ પ્રશ્ને જે પદાર્થ જણાય છે તે પ્રમેય, યત્ અર્થવિજ્ઞાન પ્રમિતિ” પદાર્થનું જાણવું તે પ્રમિતિ ન્યાયસૂત્રવાત્સ્યાયન ભા.૧.૧)
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy