SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ /૧/૧/૨૯ પ્રમાણમીમાંસા "सम्यगर्थे च संशब्दो दुष्प्रयोगनिवारणः । दुष्टत्वाच्छुक्तिकायोगो वार्यते रजतेक्षणात्"[श्लोकवा० सू० ४. ३८-९] इति, तथापि प्रयोगसम्यक्त्वस्यातीन्द्रियत्वेन प्रत्यक्षानवगम्यत्वात्कार्यतोऽवगतिर्वक्तव्या । कार्यं च ज्ञानम् । न च तदविशेषितमेव प्रयोगसम्यक्त्वावगमनायालम् । न च तद्विशेषणपरमपरमिह पदमस्ति । 'सतां सम्प्रयोग इति च वरं निरालम्बनविज्ञाननिवृत्तये, 'सति' इति तु सप्तम्यैव गतार्थत्वादनर्थकम् । તેવાં અલક્ષ્યમાં લક્ષણ ઘટી જવાથી અતિવ્યાપ્તિ દોષ આવશે. અને તે અતિવ્યામિ દૂર કરવા તમારે (મીમાંસક) સત્સપ્રયોગમાં જે સત્પદ છે, તેની વ્યાખ્યા આમ કરવી પડશે કે સત્-હકીકતમાં વિદ્યમાન પદાર્થ હોય તેની સાથે સંબંધ થાય ત્યારે પ્રત્યક્ષ થાય. માટે અતિવ્યાપ્તિ નહીં થાય. પરંતુ સપ્તમી પક્ષમાં આવો અર્થ ન થઈ શકે, જેથી “સતા સપ્રયોગ” આવી વ્યાખ્યા કરવી પડશે. સમાધાનમીમાંસક દ્વારા આવી વ્યાખ્યા કરવાથી તો માત્ર નિરાલંબન બ્રમો, અર્થની અપેક્ષા વિના ઉત્પન્ન થતાં હોવાથી તેમનું પ્રત્યક્ષપણું નિરસ્ત થઈ શકે. પરંતુ સંશય અને વિપર્યય તો સામે પદાર્થ જોવાથી જ ઉત્પન્ન થવાથી પદાર્થ તો સત્ છે જ એટલે સત્ વિદ્યમાન-પદાર્થનો ઈદ્રિય સંબંધ થવાથી જ આ બન્ને ઉત્પન થનારાં છે. એટલે સતુપદ સતિસપ્તમીના અર્થમાં ગણીને વ્યાખ્યા કરવી જ યોગ્ય છે. એટલે પદાર્થ સાથે સંબંધ થયે છતે પેદા થનારૂં જ્ઞાન પ્રત્યક્ષ છે, અને સંશય વિપર્યયને પ્રત્યક્ષમાંથી બાકાત કરવા સમૂઉપસર્ગ ઉપયોગી છે. સમું ઉપસર્ગનું વર્ણન શ્લોકવાર્તિકમાં (સૂ.૪.૩૮.૩૯) આ પ્રમાણે કહ્યું છે સમ્યઅર્થમાં દુષ્પયોગનાં નિવારણ માટે સમૂશબ્દનો પ્રયોગ કરાય છે. છીપ સાથે ઈદ્રિયનો યોગ- સંયોગ થયો અને રજત-ચાંદીની પ્રતીતિ થવાથી આ દુષ્ટ પ્રયોગ હોવાથી તેનું સમ્ ઉપસર્ગ દ્વારા વારણ કરાય છે. કારણ કે અહીં સમ્યગુયોગ નથી. છતાં પ્રયોગ (જ્ઞાનોપયોગ) સમ્યગુ છે તેનું ભાન પ્રત્યક્ષથી થઈ શકતું નથી. તે પ્રયોગ અતીન્દ્રિય હોવાથી કાર્યદ્વારા તેનું અનુમાન કરી શકાય છે, પ્રયોગનું કાર્ય જ્ઞાન છે. જ્ઞાન સામાન્ય પ્રયોગનાં સભ્યપણાને જણાવવા સમર્થ નથી. (સાચુ ખોટુ એવું સાધારણ જ્ઞાનતો સમ્પ્રયોગથી અને દુષ્પયોગથી પણ પેદા થાય છે) (સાચુ ખોટું સાધારણ જ્ઞાન જે પદાર્થ સાથે ઈદ્રિયનો સંબંધ થયો હોય તેના વિષયનું ગ્રહણ કરવાનું છે) જ્ઞાનની વિશિષ્ટતા બતાવનારૂં બીજું કોઈ પદ નથી. અને “સતાં/સપ્રયોગ” અર્થાત્ સત પદાર્થોનો સંબંધ | પ્રયોગ તે સત્સપ્રયોગ આવો સમાસ નિરાલમ્બન જ્ઞાનની નિવૃત્તિ માટે વધારે યુક્ત છે. “સતિ સમ્મયોગે “આવો ૬ સતા સમ-તાજે.. ૧ પ્રયોગ- પદાર્થ સાથે યોગ, પણ આ યોગ સાચો છે કે ખોટો એનો નિર્ણય પ્રત્યક્ષથી થઈ શકતો નથી, કારણ કે ઈદ્રિય અને પદાર્થનો સંયોગ થાય છે. પરંતુ ઘટને પટનો સંયોગ થાય તે તો સ્પષ્ટ દેખાય છે તેમ ઘટ અને ચક્ષનો સંયોગ સ્પષ્ટ દેખી શકાતો નથી. કા.કે. ચક્ષુઃ અનુભૂત રૂપવાળી છે એટલે કે તે સંયોગ અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષથી માલુમ પડે એમ નથી. સંયોગ થવાથી જ્ઞાન પેદા થાય છે, તેનાથી અનુમાન કરીએ અહીં પણ મુસીબત છે. કારણ કે. જ્ઞાન તો દુષ્પયોગ હોય ત્યારે પણ થાય છે. આવી જાતનું વિશિષ્ટ શાન પેદા થાય ત્યારે સમ્પ્રયોગ સમજવો આવું જણાવનારું કોઈ પદ સૂત્રમાં છે નહી. આમ સૂત્રને પકડી અર્થ કરવા જતા મંઝવણમાં પડેલ મીમાંસક પદનો ફેરફાર કરી અર્થ-સૂત્રની વ્યાખ્યા કરતા (૧૧૩ પેરામાં) કહે છે કે,
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy